• Gujarati News
  • National
  • Car Crashes Into Factory Gate After Collision, Computer Baba Claims This Is Not An Accident But A Conspiracy

બાબાની કારને ટ્રક અથડાઈ:ટક્કર બાદ કારખાનાના ગેટમાં ઘૂસી ગઈ ગાડી, કમ્પ્યુટર બાબાનો દાવો- આ અકસ્માત નહીં, પણ ષડયંત્ર

એક મહિનો પહેલા
  • કમ્પ્યુટર બાબા સાધુ-સંતો સાથે બુરહાનુપર જિલ્લામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથની સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા

ઈંદોર-ઈચ્છાપુર હાઈવે પર ઝીરી ગામ પાસે સોમવારે બપોરે 12.30 વાગે કમ્પ્યુટર બાબાની કારને સામેથી આવી રહેલી ગાડીએ ટક્કર મારી હતી. આ ઘટનામાં કમ્પ્યુટર બાબાનો ચમત્કારિક બચાવ થયો હતો, જોકે તેમના ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. ડ્રાઈવરને બુરહાનપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કમ્પ્યુટર બાબા સાધુ-સંતો સાથે બુરહાનુપર જિલ્લાના ધુલકોટ ગામમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથની સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

બાબાના જણાવ્યા પ્રમાણે, કારમાં તેમની સાથે પાંચ સાધુ-સંત હતા. કારની પાછળ પણ એક ગાડી હતી. તેમની કારને ઝીરી ગામની પાસે સામેથી આવી રહેલી એક ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટના બાદ હાઈવે પર ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ખૂબ જ ગભરાઈ જવાને લીધે કમ્પ્યુટર બાબાનું BP વધી ગયું હતું. તેઓ માર્ગના એક કિનારે ઊંઘી ગયા હતા.

ગાડીના ટાયરમાં પંક્ચર થઈ જતાં ટક્કર વાગી
આ સાથે એવી પણ માહિતી આપવામાં મળી હતી કે ગાડીના એક ટાયરમાં પંક્ચર થઈ ગયું હતું, જેથી સંતુલન નહીં રહેતાં સામેથી આવી રહેલી કમ્પ્યુટર બાબાની કારને ટક્કર લાગી ગઈ હતી. દુર્ઘટનામાં કારની આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થઈ ગયો હતો.

કમ્પ્યુટર બાબાએ આરોપ લગાવ્યો, ઘટનાની તપાસ થવી જોઈએ
આ ઘટના બાદ કમ્પ્યુટર બાબાએ આરોપ લગાવ્યો કે આ એક ષડયંત્ર છે. એની તપાસ થવી જોઈએ. ગાડી જોઈ તમે સમજી જશો. અમને શા માટે પરેશાન કરવામાં આવી રહ્યા છે.