તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Interpol Warns That Top Leaders Now At Risk Of Corona Letter Bomb Exclusive Story In Bhaskar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકનું નવું હથિયાર:ટોચના નેતાઓ પર હવે કોરોનાગ્રસ્ત લેટર-બોમ્બનું જોખમ, ઇન્ટરપોલે ચેતવણી આપી

4 દિવસ પહેલા
 • ઇન્ટરપોલે જાહેર કરેલી ચેતવણીમાં કહેવાયું, આતંકવાદી જૂથો કોરોનાનો હથિયાર તરીકે પણ ઉપયોગ કરી શકે છે
 • 9/11 પછી અમેરિકામાં એન્થ્રેક્સ નામના ઝેરી વિષાણુયુક્ત અદૃશ્ય પાઉડર છાંટેલા પત્રો મોકલી જીવલેણ હુમલા થયા હતા

કોરોનાનો કહેર ઓછો હોય તેમ હવે તેમાં આતંકવાદનો ભય પણ ઉમેરાયો છે. આંતરરાષ્ટ્રીય તપાસ સંસ્થા ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણી મુજબ, આતંકવાદી જૂથો વિવિધ દેશોના ટોચના નેતાઓને સંક્રમિત કરવા માટે કોરોનાનો ચેપ પરબીડિયામાં મોકલીને પ્રસારે એવો ભય વ્યક્ત થયો છે.

આ અંગે ઈન્ટરપોલ દ્વારા ભારત સહિત દરેક દેશને ચેતવણી આપવામાં આવી છે. ઉચ્ચ હોદ્દા પરના નેતાઓને મળતા પત્રો સંક્રમિત હોઈ શકે એવી શંકાને ધ્યાનમાં રાખીને ઈન્ટરપોલ દ્વારા વિશેષ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

જૈવિક હુમલા અંગે શું ચેતવણી આપી?

 • કોવિડ-19 અંગે ઈન્ટરપોલે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં જાહેર કરેલી નવી માર્ગદર્શિકામાં કોરોના વાઇરસનો જૈવિક હુમલા (બાયોલોજિકલ અટેક) તરીકે ઉપયોગ થવાનો ભય વ્યક્ત કર્યો છે.
 • ઈન્ટરપોલે કોઈ દેશ કે નેતાનું નામ જાહેર કર્યા વગર સ્પષ્ટ જણાવ્યું છે કે કેટલાક નેતાઓને મોકલાયેલા પત્રોમાં કોરોના વાઈરસ હોવાનું જણાયું છે. આવા એકથી વધુ પત્રો વારંવાર મળ્યા હોવાથી એ જૈવિક હુમલો હોવાની સંભાવનાઓ પ્રબળ છે.
 • એવો દાવો પણ ઈન્ટરપોલ દ્વારા કરવામાં આવ્યો છે કે કેટલાંક આતંકી જૂથો કોરોના સંક્રમણનાં સેમ્પલ ઓનલાઈન વેચી રહ્યાં છે.
 • નેતાઓ ઉપરાંત સમગ્ર દેશ માટે જોખમ હોવાનું જણાવતાં ઈન્ટરપોલે કહ્યું હતું કે મોટા પ્રમાણમાં પત્રો મોકલીને પોસ્ટલ વિભાગ દ્વારા માસ ઈન્ફેક્શન (સામૂહિક સંક્રમણ) વધારવાનો પ્રયાસ પણ નકારી શકાય નહિ.
9/11ના હુમલા પછી અમેરિકી સેનેટરને એન્થ્રેક્સના ઝેરી વિષાણુ છાંટેલું આ પરબીડિયું મળ્યું હતું, જેને સ્પર્શ કરવાથી સેનેટરે જીવ ગુમાવ્યો હતો.
9/11ના હુમલા પછી અમેરિકી સેનેટરને એન્થ્રેક્સના ઝેરી વિષાણુ છાંટેલું આ પરબીડિયું મળ્યું હતું, જેને સ્પર્શ કરવાથી સેનેટરે જીવ ગુમાવ્યો હતો.

9/11 પછીના એન્થ્રેક્સ આતંકની યાદ

 • વર્ષ 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલ-કાયદાએ આતંકી હુમલો કર્યો એ પછી તરત 18 સપ્ટેમ્બરના રોજ કેટલાક અમેરિકન સેનેટર અને મીડિયા ફિલ્ડના લોકોને ભેદી પત્રો મળ્યા હતા. એ પત્રો ખોલ્યા બાદ ભારે સંક્રમણના કારણે કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા.
 • બાદમાં ઘનિષ્ઠ તપાસને અંતે એ પત્રોમાં એન્થ્રેક્સ નામના અદૃશ્ય જીવાણુઓ મોકલાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વિમાન દ્વારા આતંકી હુમલા પછી તરત આવા જૈવિક હુમલાને લીધે અમેરિકા સ્તબ્ધ થઈ ગયું હતું અને તેને લેટર-બોમ્બ અટેક તરીકે ઓળખવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો