• Gujarati News
  • National
  • Internet Stalled In Ranchi If Stoned In Howrah; Violent Protests In 8 Cities Of UP, 227 Arrested

જુમ્માની નમાઝ પછી 3 રાજ્યમાં હોબાળો:હાવડામાં પથ્થરમારો તો રાંચીમાં ઇન્ટરનેટ બંધ; UPનાં 8 શહેરમાં હિંસક પ્રદર્શન, 227ની ધરપકડ

22 દિવસ પહેલા

પયગંબર પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી સામે શુક્રવારની નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી. દેશનાં ત્રણ રાજ્ય- ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ઘણી જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ઉત્તરપ્રદેશનાં 8 શહેરમાં પ્રયાગરાજ, મુરાદાબાદ, સહારનપુર, ફિરોઝાબાદ, આંબેડકર નગર, હાથરસ, અલીગઢ, જાલૌનમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો.

અહીં બંગાળના હાવડામાં સતત બીજા દિવસે એટલે કે શનિવારે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગેસ શેલનો ઉપયોગ કર્યો હતો. બીજી બાજુ, હિંસા બાદ રાંચીમાં કડક કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને સરકારે કોઈપણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે.

ચાલો... આપણે એક પછી એક સમજીએ કે શુક્રવારની નમાઝ પછી પશ્ચિમ બંગાળ, યુપી અને ઝારખંડમાં શું થયું?

1. પશ્ચિમ બંગાળ: સતત બીજા દિવસે હોબાળો ચાલુ રહ્યો

શુક્રવારથી શરૂ થયેલો હોબાળો શનિવારે પણ ચાલુ રહ્યો. હાવડાના પંચલા બજારમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે તેમને વિખેરવા માટે ટિયરગેસના શેલનો ઉપયોગ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉલુબેરિયા સબ ડિવિઝન, હાવડા હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલવે સ્ટેશનોની આસપાસ 15 જૂન સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

2. ઉત્તરપ્રદેશ: પોલીસની તૈયારીઓ નિષ્ફળ
કાનપુરમાં 3 જૂને થયેલી હિંસાના 7 દિવસ પછી યુપીના 8 જિલ્લામાં હોબાળો થયો હતો. શુક્રવારની નમાઝ પછી લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. મોહમ્મદ પયગંબર પર બીજેપી નેતા નૂપુર શર્માની ટિપ્પણીથી નમાઝી નારાજ હતા. પ્રયાગરાજ, મુરાદાબાદ, સહારનપુર, ફિરોઝાબાદ, આંબેડકર નગર, હાથરસ, અલીગઢ, જાલૌનમાં પૂજારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. પોલીસ-પ્રશાસન બે દિવસથી એલર્ટ પર હતું, પરંતુ છેલ્લી ઘડીએ તમામ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ નિષ્ફળ ગઈ હતી.

સૌથી વધુ હોબાળો પ્રયાગરાજમાં થયો હતો. અર્ધલશ્કરી દળોના ઘણા જવાનો અહીં ઘાયલ થયા છે. એ જ રીતે દેવબંદમાં અલ્લાહ-હુ-અકબરના નારા લાગ્યા હતા. જોકે કાનપુરમાં ભારે પોલીસ-બંદોબસ્તને કારણે બધું નિયંત્રણમાં રહ્યું હતું. શનિવાર બપોર સુધીમાં સહારનપુરમાં 48, પ્રયાગરાજમાં 68, હાથરસમાં 50, મુરાદાબાદમાં 25, ફિરોઝાબાદમાં 8, આંબેડકરનગરમાં 28ની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 227 ઝડપાયા હતા.

સહારનપુરમાં હિંસાનું વાદળી ટોપી સાથે કનેક્શન
ઉત્તરપ્રદેશના સહારનપુરમાં શુક્રવારની નમાઝ પછી થયેલી હિંસા પાછળ કેટલાક બહારના લોકોનો હાથ હોઈ શકે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે શુક્રવારે જામા મસ્જિદની બહાર કેટલાક એવા લોકો જોવા મળ્યા હતા, જેઓ પહેલાં ક્યારેય અહીં જોવા મળ્યા ન હતા. આ લોકોએ કાળા કુર્તા-પાયજામા અને વાદળી ટોપી પહેરી હતી. આ લોકોએ કોલ્ડ ડ્રિંક્સમાં દારૂ ભેળવી પીધો હતો અને ભીડ મસ્જિદમાંથી બહાર આવતાંની સાથે જ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ત્યાર પછી જ હિંસા ફાટી નીકળી હતી.

3. ઝારખંડઃ હિંસામાં 2નાં મોત, 13 ઈજાગ્રસ્ત
રાંચીના મેઈન રોડ પર શુક્રવારની નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો. અરાજક તત્ત્વોની બાજુમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા અને તોડફોડ કરાઈ હતી. આગ લાગી હતી, જેમાં 2 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.

હિંસા બાદ હવે ઝારખંડના તમામ 24 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આની સાથે જ તમામ જિલ્લાની પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવ્યું છે. રાંચીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુજાતા ચોકથી આલ્બર્ટ એક્કા ચોક સુધીના મેઈન રોડ પર કલમ ​​144 લાગુ છે.

8 તસવીરમાં જુઓ ત્રણેય રાજ્યમાં રમખાણો અને હિંસાનું દ્રશ્ય...

અન્ય સમાચારો પણ છે...