• Gujarati News
  • National
  • International Flight Operations Could Return To Normal By End Of December, Says Aviation Ministry Secretary

ભારતથી વિદેશ જવા ફ્લાઇટ તૈયાર:આવતા મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરશે; વિદેશોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી રૂટ જાહેર કરાશે

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે ગત માર્ચમાં શિડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરવામાં આવી હતી

એવિએશન મિનિસ્ટ્રીના સેક્રેટરી રાજીવ બંસલે બુધવારે કહ્યું હતું કે લાંબા સમયથી પ્રભાવિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન વર્ષના અંત સુધીમાં નોર્મલ થઈ શકે છે. કોરોના મહામારીને કારણે ગત માર્ચમાં શિડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

જોકે પ્રતિબંધોમાં ઢીલ અને કોરોના વેક્સિનેશનનું કવરેજ વધવાની સાથે ભારતે કેટલાક દેશોની સાથે એર બબલ એરેન્જમેન્ટ અંતર્ગત ફ્લાઈટ શરૂ કરી છે. હાલ ભારતે અમેરિકા, બ્રિટન, યુએઈ સહિત 31 દેશની સાથે એર બબલ એરેન્જમેન્ટ કરી છે.

સિંધિયાએ કહ્યું- હાલ કોઈ નિર્ણય નહિ
સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે હું ગૃહ અને સ્વાસ્થ્ય જેવાં કેન્દ્રીય મંત્રાલયોની સાથે શિડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરવાના મુદ્દા પર કામ કરી રહ્યો છું. કેટલાક દેશોમાં કોવિડના મામલા ફરીથી વધવાને કારણે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આશા છે કે ઝડપથી આંતર-મંત્રાલયની ચર્ચા કોઈ નિર્ણય પર પહોંચી જશે.

ડોમેસ્ટિક ફ્લાઈટને પૂરી ક્ષમતાની સાથે ઉડાવવાની અનુમતિ
ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની જેમ જ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવી હતી. જોકે બે મહિનાના બ્રેક પછી મે 2020માં લિમિટેડ કેપેસિટીની સાથે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. ગત મહિને જ ડોમેસ્ટિક ફ્લાઈટ્ને પૂરી ક્ષમતાની સાથે ઉડાનની પરવાનગી આપવામાં આવી છે.

રોજ 4 લાખ પેસેન્જર યાત્રા કરતા હતા
કોરોના આવતાં પહેલાં એક દિવસમાં ઘરેલુ રૂટ પર 4 લાખ મુસાફર યાત્રા કરતા હતા. 25 મે 2020ના રોજ જ્યારે ફ્લાઈટ શરૂ થઈ તો 30 હજાર યાત્રી રોજ યાત્રા કરતા હતા. હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ 30 નવેમ્બર સુધી સસ્પેન્ડ છે.

ફ્લાઈટ બેનથી કંપનીઓની નાણાકીય સ્થિતિ બગડી
શિડ્યૂલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લાંબા સમયથી સસ્પેન્શનને કારણે મોટા ભાગની એરલાઈન્સની નાણાકીય સ્થિતિને અસર થઈ છે. વિસ્તારાએ કહ્યું હતું કે એવિએશનક્ષેત્રના રિવાઈવલની તમામ ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ છે. એ કહેવું વહેલું ગણાશે કે એવિએશન ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે સંકટમાંથી બહાર આવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...