તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • International Day Of Women And Girls In Science;Female Scientists Instrumental In Developing COVID 19 Vaccines Around The World

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજ્ઞાન ક્ષેત્રે પણ મહિલાઓ નથી પાછળ:જાણો કોરોના સામે ભાંગેલી દુનિયામાં અડગ રહેલી મહિલા વૈજ્ઞાનિકોનોએ કોરોના વેક્સિન બનાવવામાં કેવું યોગદાન આપ્યું

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈબોલા, ચિકનગુનિયા અને ઝીકા વાયરસની રસીમાં પણ મહિલા વૈજ્ઞાનિકોનો મોટો ફાળો

વિજ્ઞાનક્ષેત્રે દીકરીઓ અને મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 11મી ફેબ્રુઆરીના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસને ઊજવવા માટે 22 ડિસેમ્બર, 2015ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સંકલ્પ પસાર કરવામાં આવ્યો હતો. આ દિવસે વિજ્ઞાનક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા ભજવનાર મહિલાઓ અને દીકરીઓને યાદ કરવામાં આવે છે. દુનિયામાં આવેલી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી છે. એવામાં એની સામે પહોંચી વળવા માટે માસ્ક અને સેનિટાઈઝરને જ વેક્સિન ગણાતી હતી, પરંતુ હવે એ વેક્સિનનું સપનું ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે. હવે દેશ અને દુનિયામાં વેક્સિન બની રહી છે. આ વેક્સિનમાં દેશ અને દુનિયાની ઘણી મહિલા વૈજ્ઞાનિકોએ પણ પોતાનો ભોગ આપ્યો છે. આવો જાણીએ દેશ અને દુનિયાની આવી મહિલા વૈજ્ઞાનિકો વિશે.

ડો. સુમતિ
ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડની બનાવેલી વેક્સિનના અપ્રૂવલ પછી એમાં કામ કરતા વૈજ્ઞાનિકોનાં ખૂબ વખાણ થયાં હતાં, જેના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિંગનાં મુખ્ય હેડ ડો. સુમતિએ કોવેક્સિન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. તેમણે જુનિયર વૈજ્ઞાનિકો સાથે સતત ઘણા કલાકો સુધી લેબમાં કામ કર્યું છે. ડો. સુમતિએ દિલ્હીની જાણીતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી લાઈફ સાયન્સમાં PhD કર્યું છે. હાલ તેઓ ભારત બાયોટેકની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમનાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે. આટલું જ નહીં, તેમણે ચિકનગુનિયા, ઝીકા વાયરસ જેવા રોગો સામે પહોંચી વળવા માટે પણ રસી બનાવવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો છે.

ડો. સુમતિએ કોવેક્સિન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. તેમણે જુનિયર વૈજ્ઞાનિકો સાથે સતત ઘણા કલાકો સુધી લેબમાં કામ કર્યું.
ડો. સુમતિએ કોવેક્સિન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. તેમણે જુનિયર વૈજ્ઞાનિકો સાથે સતત ઘણા કલાકો સુધી લેબમાં કામ કર્યું.

સારા ગિલ્બર્ટ કોરોનાવાયરસ વિરુદ્ધના જંગમાં વેક્સિન કાર્યક્રમ માટે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે જે મહિલાના નેતૃત્વમાં શોધ કરી તેમનું નામ સારા ગિલ્બર્ટ(58 વર્ષ) છે. તેઓ એક બ્રિટિશ વેક્સિનોલોજિસ્ટ છે. તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ વેક્સિનોલોજીના પ્રોફેસર છે. ઓક્સફોર્ડમાં જોબ મળ્યા પછી સારાએ પ્રોફેશનલ લાઈફમાં પાછળ વળીને જોયું નથી. જેનર ઈન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર બનવાથી માંડી પોતાની રિસર્ચ ટીમ બનાવીને આખી દુનિયા માટે ફ્લૂ વેક્સિન બનાવવાની જવાબદારી નિભાવી. પછી 2014માં ઈબોલા વેક્સિનની ટ્રાયલ તેમના નેતૃત્વમાં જ થઈ હતી.

કોરોનાવાયરસ વિરુદ્ધના જંગમાં વેક્સિન કાર્યક્રમ માટે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે સારા ગિલ્બર્ટના નેતૃત્વમાં શોધ કરી.
કોરોનાવાયરસ વિરુદ્ધના જંગમાં વેક્સિન કાર્યક્રમ માટે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે સારા ગિલ્બર્ટના નેતૃત્વમાં શોધ કરી.

કટાલિન કારિક
તેઓ બાયોએનટેક (BioNTech RNA Pharmaceuticals)ના સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ છે. એક રિસર્ચર અને વેક્સિન ડેવલપર તરીકે આ હંગેરિયન મહિલાએ ફાઈઝર બાયોએનટેક રસી વિકસિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એક રિસર્ચર અને વેક્સિન ડેવલપર તરીકે આ હંગેરિયન મહિલાએ ફાઈઝર બાયોએનટેક રસી વિકસિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
એક રિસર્ચર અને વેક્સિન ડેવલપર તરીકે આ હંગેરિયન મહિલાએ ફાઈઝર બાયોએનટેક રસી વિકસિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમણે મેસેન્જર-MRNA ટેક્નિક વિકસિત કરી, જેના આધારે દુનિયાને 94 ટકા અસરકારક કોરોનાવાયરસની વેક્સિન મળી. આ વેક્સિનને અમેરિકન કંપની ફાઈઝર-બાયોએનટેકે બનાવી છે. કેન્ટિક તેમની રિર્સચ માટે અમેરિકા ચાલ્યા ગયાં હતાં અને તમામ સ્પર્ધક પુરુષો વચ્ચે તેમણે પોતાના કામમાં સફળતા મેળવી હતી. તેઓ વેક્સિન નિંર્માણમાં બાયોએનટેક કંપનીનો ભાગ પણ રહ્યાં હતાં. MRNA ટેક્નિકથી બનાવાયેલી વેક્સિન શરીરમાં કોષિકાઓને એવું પ્રોટીન બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે, જેનાથી ઈમ્યુન સિસ્ટમ સક્રિય થાય.

ઓલજેમ ટુરેસી
ઓલજેમ ટુરેસી તુર્કીના એક ડોક્ટરનાં દીકરી છે, જે પછી તેઓ જર્મની ચાલ્યાં ગયાં હતાં. તેમણે તેમના પતિ સાથે મળીને સંક્રમિત બીમારીઓ અને કેન્સરની સારવાર શોધવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. તેમણે અને તેમના પતિએ કોરોનાવાયરસની એ વેક્સિનના વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે, જેનું નિર્માણ ફાઈઝરે કર્યું છે. ટુરેસીના પતિ ઉગુર સાહિન બાયોએનટેકના ચીફ એક્ઝિક્યુટિવ છે અને ટુરેસી તેમાં કંપનીના બોર્ડના સભ્યોમાંના એક છે.

ઓલજેમ ટુરેસી અને તેમના પતિએ કોરોનાવાયરસની એ વેક્સિનના વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
ઓલજેમ ટુરેસી અને તેમના પતિએ કોરોનાવાયરસની એ વેક્સિનના વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

ટુરેસીના જીવનનો સૌથી રસપ્રદ કિસ્સો તો એ છે કે તેમણે તેમના પતિ સાથે લગ્નના દિવસે પણ લેબમાં પોતાના કામ માટે સમય કાઢ્યો હતો.

ઓલજેમ ટુરેસી તેમના પતિ સાથે મળીને સંક્રમિત બીમારીઓ અને કેન્સરની સારવાર શોધવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું.
ઓલજેમ ટુરેસી તેમના પતિ સાથે મળીને સંક્રમિત બીમારીઓ અને કેન્સરની સારવાર શોધવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું.

કિઝમેકિયા કોર્બેટ
અમેરિકાનાં ડો. કિઝમેકિયા કોર્બેટ મેરીલેન્ડના બેથેસ્ડામાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિઝીઝ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં વાઈરલ ઈમ્યુનોલોજિસ્ટ છે. તેઓ VRCની કોરોનાવાયરસની ટીમના અગ્રણી વૈજ્ઞાનિક હતાં, સાથે જ તેઓ બાયોટેકનોલોજી કંપની મોડર્ના સાથે કોવિડ-19ની બે વેક્સિન બનાવવા માટે કામ કરી રહેલી ટીમનો ભાગ પણ હતાં.

કિઝમેકિયા કોર્બેટ બાયોટેકનોલોજી કંપની મોડર્ના સાથે કોવિડ-19ની બે વેક્સિન બનાવવા માટે કામ કરી રહેલી ટીમનો ભાગ પણ હતાં.
કિઝમેકિયા કોર્બેટ બાયોટેકનોલોજી કંપની મોડર્ના સાથે કોવિડ-19ની બે વેક્સિન બનાવવા માટે કામ કરી રહેલી ટીમનો ભાગ પણ હતાં.

નીતા પટેલ
ગુજરાતના ગરીબ પરિવારમાં ઊછરેલી નીતા પટેલ એક પ્રતિષ્ઠિત વેક્સિન વૈજ્ઞાનિક છે. તેઓ નોવાવેક્સ કંપનીની કોરોના વેક્સિન બનાવવાની ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે અમેરિકાની મેરીલેન્ડની કંપની છે. રસપ્રદ વાત તો એ છે કે તેમની ટીમમાં તમામ સહયોગી વૈજ્ઞાનિક મહિલાઓ છે. નીતા ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું ટીબીને કારણે નિધન થયું હતું ત્યારે તેઓ 4 વર્ષના હતાં. તેમને બસનું ભાડું પણ ઉછીનું લેવું પડતું હતું. પિતાની બીમારીએ તેમના મનમાં ચિકિત્સા પ્રત્યે રસ જગાડ્યો. તેઓ લગ્ન પછી અમેરિકામાં જ વસી ગયાં.

નીતા પટેલ નોવાવેક્સ કંપનીની કોરોના વેક્સિન બનાવવાની ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે અમેરિકાની મેરીલેન્ડની કંપની છે.
નીતા પટેલ નોવાવેક્સ કંપનીની કોરોના વેક્સિન બનાવવાની ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે અમેરિકાની મેરીલેન્ડની કંપની છે.

લિસા એ. જેક્સન
અમેરિકન વેક્સિન નિર્માતા કંપની ફાઈઝરની બનાવેલી વેક્સિનને સફળ બનાવવામાં મહિલા વૈજ્ઞાનિક એ. જેક્સનનું મહત્ત્વનું યોગદાન છે. જેક્સનનો અભ્યાસ વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયમાં થયો હતો. તેમના નેતૃત્વમાં જ ફાઈઝર કંપનીના વેક્સિન ઉમેદવારના પહેલા તબક્કાની ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી થઈ હતી. ફાઈઝર અને તેની સહયોગી કંપની બાયોએનેટેકે બનાવેલી વેક્સિન 94 ટકા અસરકારક સાબિત થઈ છે.

અમેરિકન વેક્સિન નિર્માતા કંપની ફાઈઝરની બનાવેલી વેક્સિનને સફળ બનાવવામાં મહિલા વૈજ્ઞાનિક એ. જેક્સનનું મહત્ત્વનું યોગદાન છે.
અમેરિકન વેક્સિન નિર્માતા કંપની ફાઈઝરની બનાવેલી વેક્સિનને સફળ બનાવવામાં મહિલા વૈજ્ઞાનિક એ. જેક્સનનું મહત્ત્વનું યોગદાન છે.

ચંદ્રબલી દત્તા
અમેરિકાના ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન શોધવાની એક ટીમ બનાવી હતી. આ ટીમમાં મૂળ ભારતની એક વૈજ્ઞાનિક ચંદ્રબાલી દત્તા પણ હતી. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો. 34 વર્ષની ચંદ્રબલી વિશ્વવિદ્યાલની જેન્નેર ઈન્સ્ટિટ્યૂટમાં ક્લિનિકલ બાયોમેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં કામ કરે છે. અહીં કોરોનાથી લડવા માટેની CHADOX1 NCOV-19 નામની વેક્સિનના માનવીય પરીક્ષણનો બીજા અને ત્રીજા તબક્કો ચાલ્યો હતો. ચંદ્રબલીનું કામ આ વેક્સિનના તમામ સ્તરોની તપાસ કરવાનું હતું.

અમેરિકાના ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન શોધવાની એક ટીમ બનાવી હતી. આ ટીમમાં મૂળ ભારતની એક વૈજ્ઞાનિક ચંદ્રબાલી દત્તા પણ હતી.
અમેરિકાના ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન શોધવાની એક ટીમ બનાવી હતી. આ ટીમમાં મૂળ ભારતની એક વૈજ્ઞાનિક ચંદ્રબાલી દત્તા પણ હતી.

એક ઈન્ટરવ્યુમાં ચંદ્રબાલીએ જણાવ્યું હતું કે તે ભારત છોડીને બીજા દેશમાં જવું એક પડકાર હતો. દેશ છોડીને બીજે જવાથી માતા ખુશ ન હતી. પિતાએ સપનું બતાવ્યું અને કહ્યું હતું કે સપના સાથે ક્યારેય સમજૂતી ન કરવી. ચંદ્રબલીએ અભ્યાસ સાથે સાથે નોકરી પણ કરી. ઘણી વખત તો તેમને જમવાનો પણ સમય નહોતો મળતો. મહેનત અને જુસ્સાને કારણે તેમને ઓક્સફોર્ડ જેવી યુનિવર્સિટીમાં પોતાની સેવાઓ આપી અને હવે કોરોના સામે લડવાની વેક્સિનમાં પણ પોતાનો મહત્ત્વનો ફાળો આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો