તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Intelligence Or Security Related Organisation, No Publication Without Govt Permission, Ministry Of Personnel, Public Grievances And Pensions​​​​​​​

દેશની સુરક્ષા પર મોટો નિર્ણય:ખાનગી અને સુરક્ષા એજન્સીના નિવૃત્ત અધિકારી વિભાગના વડાની મંજૂરી વગર કોઈ પણ માહિતી લીક કરશે તો પેન્શન કપાશે

21 દિવસ પહેલા

દેશની સુરક્ષા વિશે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ખાનગી એજન્સીઓ અથવા સુરક્ષા સાથે જોડાયેલા સીનિયર રિટાયર્ડ અધિકારીઓ પોતાના અથવા અન્ય અધિકારીઓ સાથે જોડાયેલી વાતો જાહેર કરી શકે નહીં. આ પહેલાં તેમણે તેમના વિભાગ, તેના અધ્યક્ષની મંજૂરી લેવી જરૂર છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે 31 મેના રોજ આ આદેશ જાહેર કર્યો છે.

એવી કોઈ સંવેદનશીલ માહિતી જેની સાથે દેશની સુરક્ષા અને સંપ્રભુતાનું જોખમ ઉભુ થઈ શકે છે. આ સિવાય દેશની સુરક્ષા, રાજનીતિ, વૈજ્ઞાનિક અથવા આર્થિક હિત સાથે જોડાયેલી કોઈ પણ માહિતી જાહેર કરતાં પહેલાં મંજૂરી લેવી પડશે. આ માહિતીમાં વિભાગમાં કામ કરવા દરમિયાન તેમનો અનુભવ પણ સામેલ છે. બીજા દેશો સાથેના સંબંધોની પણ કોઈ માહિતી મંજૂરી વગર જાહેર કરી શકાશે નહીં.

વિભાગના હેડ જ નક્કી કરશે કે જે માહિતી જાહેર કરવાની મંજૂરી માંગવામાં આવે છે તે સંવેદનશીલ છે કે નહીં. તે ઉપરાંત તે સૂચના વિભાગ અંતર્ગત આવે છે કે નહીં.

નિયમ તોડશે તો પેન્શન રોકવામાં આવી શકે છે
મંત્રાલયોએ આ નવા આદેશની સાથે જ પેન્શન માટે પણ એક નવો નિયમ નક્કી કર્યો છે. તેમાં અધિકારી નિવૃત્ત થતી વખતે એક શપથપત્ર પર સહિ કરવી પડશે. અધિકારીએ તે વાતની મંજૂરી આપવી પડશે કે, સર્વિસમાં રહેશે ત્યારે અથવા નિવૃત્ત થતાં સમયે સંસ્થા અથવા અનુભવને લગતી માહિતી ત્યાં સુધી જાહેર નહીં કરી શકે જ્યાં સુધી તે વિભાગના વડાની મંજૂરી ના મળે. જો તેઓ આ નિયમનું પાલન નહીં કરી શકે તો તેમનું પેન્શન અડધુ અથવા આખું રોકવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...