સુપર્બ:INS તલવારમાં મધદરિયે US નેવીના ટેન્કરમાંથી ઈંધણ પુરાવ્યું

અમદાવાદએક વર્ષ પહેલા

આ દૃશ્યો ભારત અને અમેરિકાના મજબૂત થઈ રહેલા સંરક્ષણ સંબંધોની સાક્ષી પૂરી રહ્યા છે. અરબી સમુદ્રમાં ઈન્ડિયન નેવીના યુદ્ધ જહાજે અમેરિકન નેવીના ટેન્કરમાંથી ઈંધણ પુરાવી આ વાત સાબિત કરી બતાવી છે. બન્ને દેશો વચ્ચે થયેલી સંરક્ષણ સમજૂતી અંતર્ગત બન્ને દેશ એકબીજા સાથે નિકટતાથી કામ કરશે અને અને બન્ને દેશ એકબીજાના બેઝનો પણ ઉપયોગ કરશે. આ જ સમજૂતી અંતર્ગત સોમવારે ઈન્ડિયન નેવીના યુદ્ધ જહાજ INS તલવારે અરબી સમુદ્રમાં અમેરિકન નેવીના ટેન્કર USNS યૂકોનમાંથી ઈંધણ પૂરાવ્યું હતું. મધદરિયે જ્યારે ઈંધણ ભરવામાં આવી રહ્યું હતું એ નજારો ખરેખર જોવા જેવો હતો. ખુદ ઈન્ડિય નેવીના અધિકારીઓએ જ આ વીડિયો શૅર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...