તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીજાપુરમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 24 જવાનોની શહાદત ઓપરેશનલ પ્લાનિંગ નિષ્ફળતા તરફ ઈશારો કરી રહ્યું છે. 700 જવાનોને ઘેરીને નક્સલીઓએ 3 કલાક સુધી ફાયરિંગ કર્યું હતુ. 24 કલાક પછી જવાનોના મૃતદેહ લેવા માટે રેસ્ક્યૂ ટીમ પહોંચી નથી. આ બધું ત્યારે બન્યું, જ્યારે 20 દિવસ પહેલા જ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની ઉપસ્થિતિ હોવાની જાણકારી મળી હતી.જે વિસ્તારમાં અથડામણ થયું છે, તે નક્સલીઓની પહેલી બટાલિયનનો વિસ્તાર છે. 20 દિવસ પહેલા UAVની તસવીરો દ્વારા જાણ થઈ હતી કે અહીં મોટી સંખ્યામાં નક્સલીઓ ઉપસ્થિત છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોથી ક્યાં થઈ ચૂક સમજો 5 પોઈન્ટમાં...
1. ઓપરેશનલ પ્લાનિંગ પર સવાલ
CRPFની એડીડીપી ઓપરેશંસ ઝુલ્ફિકાર હંસમુખ, કેન્દ્રના વરિષ્ઠ સુરક્ષા સલાહકાર અને CRPFના પૂર્વ ડીજીપી વિજય કુમાર અને હાલના આઇજી ઓપરેશંસ નલિન પ્રભાત છેલ્લા 20 દિવસથી જગદલપુર, રાયપુર અને બીજાપુરના વિસ્તારમાં પોતે ઉપસ્થિત છે. આ છતાં આટલી મોટી સંખ્યામાં જવાનોનું શહીદ થવું તે સમગ્ર ઓપરેશનલ પ્લાનિંગ પર સવાલ ઉભા કરી રહ્યું છે. નક્સલ ઓપરેશન સાથે જોડાયેલા સૂત્રોનું માણીએ તો આ પ્રકારે એક જ વિસ્તારમાં ત્રણ-ત્રણ મોટા અધિકારીઓની ઉપસ્થિતિ નક્સલીઓને પણ એલર્ટ કરી દે છે. તેમને મોટા અધિકારીઓએની સતત મુવામેંટની જાણ થઈ જાય છે, જે મુજબ તેઓ પોતાનું પ્લાનિંગ કરે છે. બીજાપુર નક્સલી હુમલામાં પણ આમ જ થયું.
2. સમયની સાથે રણનીતિ બદલવી જોઈએ
છત્તીસગઢના ગોરિલા વોરફેર વિસ્તારોમાં સુરક્ષા દળો લાંબા સમય સુધી એક જ રણનીતિથી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. અહીં વર્ષોથી કોઈ એક જ પ્રકારની રણનીતિ ચાલુ રાખવી તે જવાનો માટે જીવલેણ થઈ શકે છે. મોટા અધિકારીઓનું કામ આ જ હોય છે કે તેઓ રણનીતિક બદલાવ કરીને નકસલ મુવમેંટને નબળી કરે. ઉપરથી બનવાયેલી આ રણનીતિઓ પર ગ્રાઉન્ડ પર હાજર અધિકારીઓ પાસે તેમના વિસ્તારની ટોપોગ્રાફી અને માંગ મુજબ ઓપરેશન પ્લાન કરે છે. પરંતુ, જો લાંબા સમય સુધી રણનીતિમાં કોઈ પરિવર્તન ન આવે, તો સુરક્ષા દળોના જવાનો સામે મુશ્કેલીઓ વધે છે. આવી સ્થિતિમાં નક્સલીઓને પોતાના પર થનારા હુમલાનો અંદાજ કાઢવો સરળ થઈ જાય છે અને જવાનોના જીવ જોખમમાં મૂકાય છે.
3. વધુ પડતાં ટેક્નોલોજી પર નિર્ભર
બીજાપુરમાં નક્સલવાદી હુમલા પૂર્વે અહીં અન સશસ્ત્ર વાહન (યુએવી) અથવા ડ્રોનનાં ફોટા અને વીડિયોના આધારે ઓપરેશનનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. પરંતુ, નક્સલ ઓપરેશનના સૂત્રો જણાવે છે કે 100-200 નક્સલવાદીઓની હિલચાલ નજરે પડાવી તે સામાન્ય વાત છે. તેને આપ કોઈ ઓપરેશનનું પ્લાન કરવા માટે ઇન્ટેલિજન્સ ઇનપુટ માની શકતા નથી.
4. હ્યુમન ઇંટેલિજેન્સનો અભાવ
સ્થાનિક સ્તરે નક્સલવાદી જૂથો સાથે સંકળાયેલા લોકો સુરક્ષા દળો માટે કોઈપણ હથિયાર કરતા મોટો સહારો હોય છે. તેમની પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે પિનપોઇન્ટ ઓપરેશન પ્લાન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નક્સલ ઓપરેશનમાં સામેલ અધિકારીઓ વાહવાહી લૂંટવા માટે આત્મસમર્પણ કરવા પર ભાર મૂકી રહ્યા છે. શરણાગતિ કર્યા બાદ નક્સલી અથવા બાતમીદાર પાસેથી મળેલી માહિતી છ મહિનાથી વધુ કામની હોતી નથી આવી સ્થિતિમાં સુરક્ષાદળોની અંદરથી મળતી માહિતીમાં ઘટાડો થયો છે.
5. અલગ કમાન્ડ અને ટ્રેનિંગ
આવા ઓપરેશનમાં 5 વિવિધ પ્રકારનાં દળોની હાજરી એ કમાન્ડ અને કંટ્રોલ માટે એક મોટો પડકાર છે. ફાયરિંગની સ્થિતિમાં તે બધા પોત-પોતાના પ્રશિક્ષણ અનેરચના અનુસાર કાર્યવાહી કરે છે. યૂનિફાર્મિટી નથી રહી શકતી, પરંતુ બીજી બાજુ નક્સલીઓની ટ્રેનિંગ અને કમાન્ડ હંમેશાં એક જ હોય છે. તેમનું યુનિટ ગમે તે હોય, પરંતુ એકશનના સમયે તેમની યૂનિફાર્મિટી ક્યારેય બગડતી નથી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.