લોકસભાની વાત:લોકસભામાં સોમવારે મોંઘવારી પર ચર્ચા થશે

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાણા મંત્રી સીતારમણ જવાબ આપશે

લોકસભામાં સોમવારે મોંઘવારી પર ચર્ચા થશે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણ ચર્ચાનો જવાબ આપશે. વિપક્ષ મોંઘવારી પર ચર્ચાની માંગ સતત કરી રહ્યું હતું. તેના કારણે બે સપ્તાહથી સંસદમાં સતત હોબાળો થઈ રહ્યો હતો અને ગૃહનું કાર્ય યોગ્ય રીતે નહોતું ચાલતું.

નોંધનીય છે કે મોંઘવારીના મુદ્દા પર ચર્ચાને લઈને હોબાળો અને નારેબાજીના કારણે વિપક્ષના દોઢ ડઝનથી વધુ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિપક્ષી નેતાઓએ સભ્યોને સસ્પેન્સનને પરત લેવાની માંગ કરી છે.

મોંઘવારીના મુદ્દે વિપક્ષે સતત આક્રમણ વલણ અપનાવેલું છે અને ભાવવધારા સહિત અન્ય મુદ્દાઓ પર સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરી છે. સરકારના જણાવ્યા મુજબ, ખાવા-પીવાની આવશ્યક વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.

સરકાર તરફથી ડુંગળી, ખાવાનું તેલ, વનસ્પતિ ઘી, ટામેટાં અને ચા સહિત વિવિધ સામાન્ય જરૂરિયાતની વસ્તુઓના 6 મહિનાના આંકડા જાહેર કરીને આવો દાવો કર્યો છે. સરકારે કહ્યું કે તેમના પ્રયાસોથી ખાવા-પીવાની જરૂરી વસ્તુઓના ભાવમાં સતત ઘટાડો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...