અમેરિકામાં કોરોના XBB.1.5નું નવો સબ વેરિયન્ટ મળી આવ્યો છે. આ અત્યારસુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ હોવાનું જણાવાઈ રહ્યું છે. એની ફેલાવાની ગતિ અગાઉના વેરિયન્ટ કરતાં 104 ગણી વધુ ઝડપી છે.
કોરોનાનો આ નવો વેરિયન્ટ શું છે, એની રચના કેવી રીતે થઈ અને ભારતમાં એના ફેલાવાની કેટલી શક્યતા છે? આવા 7 સવાલના જવાબ ભાસ્કરે હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર રામશંકર ઉપાધ્યાયને પૂછ્યા હતા. ચાલો... હવે જાણીએ સુપર વેરિયન્ટ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ...
સવાલ- 1: અમેરિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ શું છે?
જવાબ: અમેરિકામાં જોવા મળતા કોરોનાના નવા વેરિયન્ટનું નામ XBB.1.5 છે. ખરેખર એ કોરોનાના બે વેરિયન્ટ ફરી મળીને બનેલો છે. હવે જાણો આ વેરિયન્ટ બનાવાની આખી પ્રક્રિયા...
જ્યારે BJ1 અને BM1.1.1 નામના બે કોરોના વેરિયન્ટ્સ એકસાથે મળ્યા, ત્યારે બંનેના DNA એટલે કે જિનેટિક મટીરિયલનું જોડાણ થયું. એનાથી XBB બન્યો. પછી XBB વેરિયન્ટ પરિવર્તિત થયો, એટલે કે એનું સ્વરૂપ બદલાયું અને XBB1 બન્યો.
ત્યાર પછી XBB1માં ફરી એકવાર G2502V મ્યૂટેશન થયું, જે પછી એ XBB.1.5 વેરિયન્ટ બન્યો છે.
સવાલ- 2: નવા વેરિયન્ટ આપણા શરીરને કેવી રીતે એનો શિકાર બનાવે છે?
જવાબ: આપણા શરીરમાં પ્રવેશ્યા પછી આ વાઇરસ સૌપ્રથમ સેલના પ્રોટીન (HACE રિસેપ્ટર)ને અસર કરે છે. શરીરની અંદર સંક્રમણ ફેલાવવાનો આ પ્રથમ તબક્કો છે. આ વાઇરસના કોષને વળગી રહેવાની ક્ષમતા બાકીના વેરિયન્ટ્સ કરતાં વધુ છે. આ જ કારણ છે કે એ વધુ ને વધુ લોકોને સંક્રમિત કરે છે.
ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ હોવાને કારણે એ આપણી છાતીના ઉપરના ભાગને વધુ અસર કરે છે, પરંતુ ડેલ્ટાની જેમ એ ફેફસાંને સીધી અસર કરતો નથી. જ્યાં સુધી આવું થાય ત્યાં સુધી આ વેરિયન્ટ આપણા માટે કોઈ મોટો ખતરો નહીં બને. જોકે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે.
સવાલ-3: કોરોનાના નવા વેરિયન્ટ અન્ય વેરિયન્ટની સરખામણીમાં કેટલો જોખમી છે અને કેવી રીતે?
જવાબ: આ વેરિયનેટ એટલો ખતરનાક છે કે એ વેક્સિનેશન અને કુદરતી રીતે બનાવેલી એન્ટિબોડીઝને ચકમો આપીને આપણા શરીરમાં સંક્રમણ ફેલાવે છે. માત્ર આટલું જ નહીં, એ સંક્રમણ આપણા શરીરમાં અત્યારસુધીના વેરિયન્ટ કરતાં 104 ગણી ઝડપથી ફેલાય છે. અત્યારસુધી આપણી પાસે એવી કોઈ વેક્સિન કે ઈમ્યુનિટી નથી, જે આ વાઇરસના સંક્રમણ સામે રક્ષણ આપી શકે છે.
સવાલ- 4: આ વેરિયન્ટ સામે વેક્સિન કેટલી અસરકારક રહેશે?
જવાબ: વિશ્વમાં બનેલી તમામ વેક્સિનોમાં માત્ર 30થી 40 ટકા જ કોરોના વાઇરસના સંક્રમણ સામે રક્ષણ કરવાની ક્ષમતા છે. મોટા ભાગની વેક્સિન કોરોનાના પ્રથમ વેરિયન્ટ આલ્ફા વાઇરસથી બચાવવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ ત્યારથી કોરોના વાઇરસે એનું સ્વરૂપ ઘણી વખત બદલ્યું છે. જોકે કેટલીક વેક્સિનને અપડેટ કરીને BA5 સબ-વેરિયન્ટ સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે. એમ છતાં જેમ જેમ નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે, આ વેક્સિનની પ્રોટેક્શન ઇન્ડેક્સ એટલે કે રક્ષણ પૂરું પાડવાની ક્ષમતા ઘટી રહી છે.
સવાલ- 5: આ વેરિયન્ટની ભારત પર શી અસર થશે?
જવાબ: ભારતમાં નવા ડેલ્ટા વેરિયન્ટથી આવેલી બીજી લહેરની જેમ તબાહી મચાવી શકશે નહીં. એનું કારણ એ છે કે ભારતમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લગભગ 95 ટકા લોકોને મળી ગયો છે. આ સિવાય 90 ટકા લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. આવી સ્થિતિમાં સંક્રમણ ફેલાય તોપણ હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો રહેશે.
આ ઉપરાંત બૂસ્ટર ડોઝ થોડો ઓછો લગાવાયો છે, પરંતુ હર્ડ ઈમ્યુનિટી, કોમ્યુનિટી ઈમ્યુનિટી, વેક્સિન ઈમ્યુનિટીને કારણે ભારત નવા વેરિયનેટનો સામનો કરવા તૈયાર છે.
સવાલ- 6: નવા વેરિયન્ટના સંક્રમણથી બચવા માટે ભારતે શું કરવું જોઈએ?
જવાબ: ભારતમાં આ નવા વેરિયન્ટને ફેલાતો અટકાવવા માટે આ 4 પગલાં તરત જ લેવા જોઈએ...
આ સિવાય એક્સપર્ટે કહ્યું હતું કે જો અમેરિકામાં ચીનથી આવતી ફ્લાઈટમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે સરેરાશ 38 ટકાથી 52 ટકા લોકો સંક્રમિત મળ્યા છે. આવી સ્થિતિમાં વૈશ્વિક વિશ્વના આ યુગમાં કોઈ એક દેશને બદલે તમામ દેશોમાંથી આવતા લોકો પર નજર રાખવાની જરૂર છે.
સવાલ- 7: શું માત્ર વેક્સિન કે બૂસ્ટર ડોઝથી કોરોનાને રોકી શકાય છે?
જવાબઃ કોરોના વાઇરસ ક્યારેય ખતમ નહીં થાય. આપણે એની સાથે જીવતા શીખવું પડશે. દરેક નવા વેરિયન્ટ સાથે નવી વેક્સિન અથવા બૂસ્ટર ડોઝ એ ઉકેલ નથી, કારણ કે એ શરીરમાં હાઇપર ઇમ્યુનિટી બનાવે છે.
હાઈપર ઇમ્યુનિટી માનવ શરીર માટે સંક્રમણ કરતાં વધુ ખતરનાક છે. સૌથી શ્રેષ્ઠ નેચરલ ઈન્યુનિટી છે, જે આપણા શરીરમાં લાંબા સમય સુધી રહે છે. એ બૂસ્ટર ડોઝથી મેળવેલી ઈન્યુનિટી કરતાં ઘણી સારી છે. જેઓ વૃદ્ધ છે અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત છે તેમના માટે બૂસ્ટર ડોઝ એકમાત્ર ઉપાય છે.
હાઈપર ઈમ્યુનિટીના કેસમાં આપણા શરીરમાં સામાન્ય કરતાં વધુ એન્ટિબોડીઝ બનવાનું શરૂ થઈ જાય છે. જ્યારે આવું થાય છે તો આપણી ઈન્યુન સિસ્ટમ તે ચીજો પર પણ એટેક કરવા લાગે છે, જે આપણા શરીર માટે હાનિકાર હોતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.