તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને કારણે માગણી:બ્રિટનમાં ચેપ 38% વધ્યો, વિજ્ઞાનીઓની દેશભરમાં લૉકડાઉન લગાવવાની માગ

લંડન2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વેક્સિનવાળી સેલ્ફી : અમેરિકામાં વેક્સિન લગાવતી વખતે સેલ્ફી લેતા વૃદ્ધ. - Divya Bhaskar
વેક્સિનવાળી સેલ્ફી : અમેરિકામાં વેક્સિન લગાવતી વખતે સેલ્ફી લેતા વૃદ્ધ.
 • નવા સ્ટ્રેઈનને કારણે બ્રિટનમાં ચાલુ મહિને 6 લાખથી વધુ નવા કેસ
 • ફ્રાન્સ, સ્વિટ્ઝરર્લેન્ડ અને સ્વિડનમાં પણ કોરોનાનો નવો સ્ટ્રેઈન મળ્યો

કોરોના વાઈરસનો નવો સ્ટ્રેઈન બ્રિટનમાં તબાહી મચાવી રહ્યો છે. આ સ્ટ્રેઈન આશરે 70થી 100 ટકા વધુ ચેપી છે. તેના લીધે આખા દેશમાં ઝડપથી કેસ વધ્યા છે. 30 નવેમ્બરે ત્યાં કુલ 16,26,656 કેસ હતા. 26 ડિસેમ્બરે આ સંખ્યા 22,56,005 પર પહોંચી ગઈ. એટલે કે ડિસેમ્બરમાં 38 ટકા કેસ વધી ગયા. ગત સપ્તાહે ત્યાં દરરોજના કેસની સરેરાશ 32,725 હતી. આ એક સપ્તાહ પહેલાની તુલનાએ 46.6 ટકા વધુ છે. તેને ધ્યાનમાં રાખી બ્રિટનના વિજ્ઞાનીઓએ આખા દેશમાં સૌથી કડક સ્તરનું લૉકડાઉન લગાવવાની માગ કરી છે. બ્રિટને પહેલાથી જ પૂર્વ અને દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ચોથા સ્તરનું લૉકડાઉન લગાવ્યું છે. ચોથું સ્તર ઈંગ્લેન્ડમાં લૉકડાઉનનું સૌથી કડક સ્તર છે. સ્કૉટલેન્ડ અને ઉત્તર આયરલેન્ડમાં પણ લૉકડાઉન છે. એટલે કે બ્રિટનની આશરે 35થી 40 ટકા વસતી પહેલાથી જ કડક લૉકડાઉનમાં છે.

દર સપ્તાહે 10 લાખ લોકોને વેક્સિન આપવી પડશે
બ્રિટનમાં 8 ડિસેમ્બરથી રસીકરણ ચાલુ છે. ત્યારથી અત્યાર સુધી 6 લાખ લોકોને વેક્સિન અપાઈ છે. વિજ્ઞાનીઓ કહે છે કે જો દેશમાં કોરોનાન ચેપને અટકાવવો હોય તો દર અઠવાડિયે ઓછામાં અોછા 10 લાખ લોકોને વેક્સિન આપવી પડશે. આ કારણે ત્યાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને જલ્દી મંજૂરી આપવાની માગ ઝડપી બની છે. આશા છે કે આગામી દિવસોમાં આ વેક્સિનને ત્યાં મંજૂરી
મળી જશે.

યુરોપિયન યુનિયને પણ રસીકરણ અભિયાન શરૂ કર્યું

 • યુરોપિયન યુનિયને રવિવારે રસીકરણ અભિયાન શરૂ કરી દીધું. ઈયુના 27 દેશોમાં કુલ 45 કરોડ લોકોને વેક્સિન અપાશે. હાલ ત્યાં ફાઈજરની વેક્સિન અપાઈ રહી છે.
 • ઈટાલીમાં વેક્સિનનો પ્રથમ ડૉઝ 29 વર્ષની નર્સને અપાયો છે.
 • ઈયુમાં અત્યાર સુધી 3.5 લાખ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. સમગ્ર યુરોપની વાત કરીને તો 5.19 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
 • જાપાને વિદેશી નાગરિકો માટે સરહદ સીલ કરી છે.

અમેરિકા : વેક્સિન અંગે આશંકાઓ ઓછી થઇ, હવે 60% લોકો તૈયાર
અમેરિકામાં કોરોના રસીકરણ અંગે શરૂઆતમાં આશંકાઓ વધુ હતી પણ જેમ જેમ રસીકરણ અભિયાન ઝડપી બની રહ્યું છે તેના પર લોકોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. ગેલપના એક સરવે મુજબ હવે ત્યાં 60 ટકાથી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર છે. ગત સરવેમાં આ આંકડો 50 ટકાથી ઓછો હતો. એક અન્ય સરવેમાં 73 ટકાથી વધુ લોકોએ કહ્યું કે તે રસી લેવા માટે તૈયાર છે. અમેરિકામાં ફાઈજર અને મોર્ડનાની વેક્સિનના બે વિકલ્પ ઉપલબ્ધ છે. ઉપરાંત અહીં માસ્ક પહેરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. કેસર પોલ અનુસાર હવે અમેરિકામાં 75 ટકા લોકો ઘરેથી માસ્ક પહેરી નીકળે છે. અગાઉ આ આંકડો 50 ટકાની આજબાજુ હતો. અમેરિકામાં દરરોજ કોરોનાના 2 લાખથી વધુ કેસ મળી રહ્યાં છે. અહીં દરરોજ 3000 જેટલા લોકો મૃત્યુ પામી રહ્યાં છે. અમેરિકામાં વેક્સિન અંગે સૌથી વધુ આશંકા અશ્વેત લોકોમાં હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો