દેશ-દુનિયામાં કોરોનાનું જોખમ:સાઉથ કોરિયાની હોટલમાંથી સંક્રમિત ચીની ગાયબ, ભારતમાં XBB.1.5ના 5 કેસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત, ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. ચીન અને બ્રિટનમાં કોરોનાના વધતા મામલાને લીધે લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. ચીનના શાંઘાઇની 70% વસ્તી સંક્રમિત થઇ ચૂકી છે. આના વચ્ચે ભારતમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ XBB.1.5ના 5 કેસ સામે આવ્યા છે. એમાંથી 3 ગુજરાતમાં જ્યારે કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક કેસ મળ્યા છે.

આ બાજુ સાઉથ કોરિયામાં ચીનથી આવેલો કોરોના સંક્રમિત શખ્સ ગાયબ થઇ ગયો છે. હકીકતમાં ચીનથી આવ્યા પછી તેની તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ તેને આઇસોલેટેડમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. દર્દીને સિયોલની એક હોટલમાં મોકલી આપવામાં આવ્યો હતો, ત્યાંથી તે ગાયબ થઇ ગયો.

અધિકારીઓનું કહેવું છે કે દર્દીને વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરી લીધો છે. તેણે કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન કરવા માટે એક વર્ષની સજા થઇ શકે છે અથવા 6.5 લાખનો દંડ આપવો પડશે. સાઉથ કોરિયાએ મંગળવારથી જ ચીનના યાત્રીઓ માટે ટેસ્ટિંગ ફરજિયાત કર્યું છે.

હવે ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે જાણી લો....
દેશમાં કોરોનાના મામલા વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 175 નવા કેસ સામે આવ્યા છે. અત્યારે કોરોનાના 2 હજાર 570 એક્ટિવ કેસ છે. આની વચ્ચે ન્યૂઝ એજન્સી ANIના સરકારી સૂત્રો ના હવાલોથી જણાવ્યું છે હજી દેશમાં બીજો બુસ્ટર ડોઝ નહીં આપવામાં આવે. જ્યાં સુધી બધા નાગરિકોને પ્રિર્કોશન નથી આપવામાં આવતો, ત્યાં સુધી સરકાર પર આના પર કોઇ ફેંસલો નહીં લે.

હવે રાજ્યોમાં કોરોનાની સ્થિતિ જાણી લો...

યુપીના સીએમએ કોરોના સ્થિતિ પર બેઠક કરી
યુપીના સીએમ યોગી આદિત્યનાથે સોમવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. તેમણે કહ્યું કે કેટલાક દેશોમાં કોરોનાના મામલા વધી રહ્યા છે., પરંતુ રાજ્યમાં સ્થિતિ સામાન્ય છે. સીએમએ અધિકારીઓને નવા મામલા પર નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. મંગળવારે રાજ્યામાં કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. અત્યારે પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 46 છે.

હરિયાણામાં કોરોના
કોરોનાના વધતા જોખમની વચ્ચે હરિયાણા એક વાર ફરી બુસ્ટર ડોઝ પ્રત્યે બેદરકાર થઇ ગયું છે. પ્રાંતના 11 જિલ્લા એવા છે જ્યાં 24 કલાકમાં એક પણ વ્યક્તિએ બુસ્ટર ડોઝ નથી લગાવ્યો. રાજ્યમાં 3 નવા કેસ આવ્યા છે, જ્યાર એક્ટિવ કેસની સંખ્યા 19 થઇ ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં દુનિયામાં કોરોનાની શું સ્થિતિ છે...

જર્મનીઃ માસ્ક ન પહેરવાની સલાહ પર ડોક્ટરને જેલ
જર્મનીની એક મહિલા ડોક્ટરને મહામારી દરમિયાન 4 હજારથી વધુ લોકોને માસ્ક ન પહેરવાની સલાહ આપવા માટે 2 વર્ષ 9 મહિનાની જેલ થઇ છે. સુનાવણી દરમિયાન મહિલા ડોક્ટરે તર્ક આપ્યો કે માસ્ક પહેરવું લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોર્ટે મહિલા ડોક્ટર પર ત્રણ વર્ષની પ્રેક્ટિસ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ 29 હજાર 550 ડોલરનો દંડ વસૂલવામાં આવશે.

યુક્રેનઃ કોરોનાથી દર અઠવાડિયે 50થી 70 મૃત્યુ
યુક્રેન હેલ્થ એક્સપર્ટ ફેડિર લૈપીનું કહેવું છે કે યુક્રેનમાં કોરોનાથી ગર અઠવાડિયે 50થી 70 મોત ઝઇ રહી છે. એમાં 90% લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. લૈપીએ જણાવ્યું કે આ આંકડા હજુ વધી શકે છે, પરંતુ લોકો સારવાર માટે ડોક્ટર સુધી નથી પહોંચી રહ્યા. ત્યાં એક્સપર્ટ મિખાઇલો રેડુટ્સ્કીએ કહ્યું કે દેશમાં ઝડપથી કોરોના અને હોસ્પિટલાઇઝેશનના મામલા વધી રહ્યા છે.

યુક્રેનમાં કોરોના અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
યુક્રેનમાં કોરોના અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

યુરોપીય સંઘે ચીનને ફ્રી વેક્સિન ઓફર કરી
યુરોપીય સંઘ (EU)એ ચીનને ફ્રી વેક્સિન ઓફર કરી છે. આ સમયે ચીન કોરોનાથી બેહાલ છે. લંડનની ગ્લોબલ હેલ્થ ઇન્ટેલિજન્સ કંપની એરફિનિટીનું માનીએ તો ચીનમાં રોજ કોરોનાથી 9 હજાર મોત થઇ રહ્યાં છે. અહીં 13 જાન્યુઆરીએ પીક આવશે, જેમાં એક દિવસમાં 37 લાખ કેસ આવશે. 23 જાન્યુઆરીએ 25 હજાર મોત થવાનું અનુમાન લગાવવામાં આવે છે.

ચીનમાં 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ
ચીનમાં તામિલનાડુનો રહેવાસી અબ્દુલ શેખનું મૃત્યુ થયું છે. તેની ઉંમર 22 વર્ષ હતી. મૃત્યુનું કારણ કોઇ બીમારી બતાવવામાં આવી રહ્યું છે, જોકે સાફ રીતે બીમારીનું નામ નથી જણાવ્યું. અબ્દુલના શબને દેશમાં પરત લાવવા માટે પરિવારે વિદેશ મંત્રાલયની મદદ માગી છે.

ચીનના યાત્રિકો પર 13 દેશોએ લગાવ્યા પ્રતિબંધ
ચીનથી આવનારા યાત્રિકો પર અત્યાર સુધીમાં 13 દેશ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરક્કો, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, અમેરિકા, જાપાન, ઇઝરાયલ, ભારત, ઇટાલી, સાઉથ કોરિયા અને પાકિસ્તાન સામેલ છે. તાઇવાને પણ ચીનથી આવનારા માટે કોવિડ ટેસ્ટિંગ કમ્પલસરી કર્યું છે. મોટા ભાગના દેશોમાં ચીનના યાત્રિકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. મોરક્કોએ તો ચીનથી આવનારા લોકો પર 3 જાન્યુઆરીથી પ્રતિબંધ લગાવી દીધો છે.

દુનિયામાં 66 કરોડ 53 લાખથી વધુ મામલા
કોરોના worldometer અનુસાર દુનિયામાં અત્યાર સુધીમાં 66 કરોડ 53 લાખ 36 હજાર 842 મામલા સામે આવી ચૂક્યા છે. 11 જાન્યુઆરી 2020ના ચીનના વુહાનમાં 61 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થઇ ગયું હતું. આ દુનિયામાં કોરોનાથી થયેલું પહેલું મૃત્યુ હતું. આના પછી મોતનો સિલસિલો વધવા લાગ્યો. અત્યાર સુધીમાં 66 લાખ 98 હજાર 470 મોત થઇ ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...