તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Infected 23 Corona Missing From Hindu Rao Hospital In Delhi While 13 Inmates Escaped From Corona Jail In Haryana

સંક્રમિતો ભાગ્યા:દિલ્હીની હિંદુ રાવ હોસ્પિટલમાંથી 23 કોરોના સંક્રમિત ગુમ જ્યારે હરિયાણાની કોરોના જેલમાંથી 13 કેદી ભાગી ગયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસ્વીર) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસ્વીર)

કોરોના વાયરસની મહામારી વચ્ચે જ્યાં હોસ્પિટલોમાં બેડની ભારે અછત સર્જાઈ છે ત્યારે દિલ્હીની એક હોસ્પિટલમાંથી કોરોનાના 23 દર્દીઓ ગુમ થઈ ગયા છે. કોરોનાના આ દર્દી 19 એપ્રિલથી 7 મે દરમિયાન ગુમ થયા છે. આ ઘટના સામે આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી બાજુ હરિયાણાના રેવાડી જિલ્લામાં બનેલી કોરોના જેલમાંથી 13 જેટલા કેદી ભાગી ગયા છે. તમામ કેદીની શોધખોળ કરવામાં આવી રહી છે. આ તમામ કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે દિલ્હી નગર નિગમની હિન્દુ રાવ હોસ્પિટલમાંથી 23 કોરોના દર્દી અચાનક જ ગાયબ થઈ ગયા હતા. આ દર્દીઓ ક્યારે અને ક્યાં ગયા છે તે અંગે હોસ્પિટલ પાસે કોઈ જ માહિતી નથી. આ તમામ 23 દર્દી 19 એપ્રિલથી 7 મે દરમિયાન ગુમ થઈ ગયા છે. તેઓ હોસ્પિટલમાંથી કોઈને કોઈ બહાનાથી બહાર ગયા હતા અને પરત ફર્યાં ન હતા.

મળેલી માહિતી પ્રમાણે આ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. જોકે અવ્યવસ્થાને પગલે તેઓ અહીંથી જતા રહ્યા હતા. હોસ્પિટલમાં ન તોદવા મળી રહી હતી અને ન તો સફાઈની કોઈ વ્યવસ્થા હતી. સ્થિતિ ત્યાં સુધી બગડેલી હતી કે ઓક્સિમીટર અને થર્મોમીટર પણ બહારથી ખરીદીને લાવવો પડતો હતો.

હરિયાણામાં 13 સંક્રમિત કેદીઓ ભાગી ગયા
હરિયાણાના રેવાડી જિલ્લામાં કોરોના જેલમાં સવારે જ્યારે ગણતરી શરૂ કરવામાં આવી ત્યારે 13 જેટલા કેદીઓ ઓછા હતા. ઘટનાની જાણ થતા જ SP અભિષેક જોરવાલને ઘટનાની જાણ થતા આવી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગામ ફિદેડીમાં નવી જેલ બનાવી છે. કોરોનાના વધી રહેલા કેસને જોતા ફિદેડી જેલને આશરે એક સપ્તાહ અગાઉ કોવિડ જેલ બનાવવામાં આવી હતી. આ જેલમાં રાજ્યની જેલોમાંથી શિફ્ટ કરી આશરે 450 કોવિડ સંક્રમિત કેદીઓને રાખવામાં આવ્યા છે. શનિવાર રાત્રે એક બેરકમાં બંધ 13 કારાવાસની ગ્રીલ કાપીને બહાર નિકળી ગયા અને ચાદરનું દોરડુ બનાવવાની જેલની દિવલ કૂદીને ભાગી ગયા હતા.