CBIની એક વિશેષ કોર્ટે ગુવાહાટી એરપોર્ટને નોટિસ મોકલી CCTV ફૂટેજ આપવાનો આદેશ કર્યો છે. હકીકતમાં, શીના બોરા હત્યાકાંડની આરોપી તેની મા ઈન્દ્રાણી મુખર્જીએ અરજી દાખલ કરી કહ્યું હતું કે, તેમના વકીલએ ગુવાહાટી એરપોર્ટ પર એક યુવતીને જોઈ હતી જે તેની પુત્રી શીના બોરા જેવી જણાતી હતી.
કોર્ટે ગુવાહાટી એરપોર્ટને તે દિવસના CCTV ફૂટેજ આપવાનું કહ્યું છે. જ્યારે વકીલ સવીના બેદીએ શીના બોરા જેવી દેખાતી યુવતીને જોઈ હોવાનો દાવો કર્યો હતો. આ મામલે સુનાવણીની આગામી તારીખ 2 ફેબ્રુઆરી છે. INX મીડિયાની કો-ફાઉન્ડર ઈન્દ્રાણી મુખર્જી પર એપ્રીલ 2012માં પોતાની પુત્રી શીના બોરાની હત્યાનો આરોપ લાગ્યો હતો. તેમના પૂર્વ પતિ પીટર મુખર્જી, સંજીવ ખન્ના અને ડ્રાઈવર શ્યામવર રાય પણ કેસમાં સહ-આરોપી છે.
દાવો કરવાવાળી વકીલ INX મીડિયાની કાયદાકીય સહલાકાર રહી છે
એડવોકેટ સવીના બેદી સચ્ચરે કહ્યું હતું કે, તેને ઈન્દ્રાણી મુખર્જીને વીડિયો મોકલ્યો હતો. 5 જાન્યુઆરી, 2023એ, જ્યારે હું ગુવાહાટી એરપોર્ટથી મુંબઈ જવાની હતી, ત્યારે મેં એક મહિલાને જોઈ, જે મને લાગે છે કે, તે શીના બોરા જેવી દેખાતી હતી. એક વકીલના રૂપમાં હું તેની પુષ્ટિ કરવા માગું છું. હું INX મીડિયા પ્રાઈવેટ લિમિટેડની કાયદાકીય સલાહકાર રહી ચૂકી છું અને 2007થી શીનાને જાણું છું.
અગાઉ પણ થયો હતો શીનાનો જીવીત હોવાનો દાવો
આ પહેલીવાર નથી કે, જ્યારે ઈન્દ્રાણી મુખર્જીએ શીના બોરા જીવીત હોવાનો દાવો કર્યો હોય. આ અગાઉ ઈન્દ્રાણીએ કોર્ટને કહ્યું હતું કે, તેની પાસે એ માનવાનું કારણ છે કે, શીના જીવીત છે, કેમકે ભાયખલા જેલમાં એક મહિલા પોલીસકર્મીએ તેને જણાવ્યું હતું કે, તેણે તેને 2021માં શ્રીનગરમાં જોઈ હતી, પરંતુ CBIએ ઈન્દ્રાણીના દાવા પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
શું છે શીના બોરા હત્યાકાંડ
6 તારીખોમાં ખુલ્યું શીનાની હત્યાનું રહસ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.