વેપારીને મદદ કરવાનું મોંઘું પડ્યું:અકસ્માત થતાં દોડીને બચાવવા ગયા અને ગણતરીની સેકન્ડોમાં જ મોબાઈલ ગયો, ઈન્દોરના CCTV ફૂટેજ વાઈરલ

4 મહિનો પહેલા

ઈન્દોર શહેરના એમઆઈજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સાઈકલ સવાર બે બાળકો બાઈક સાથે અથડાતા રોડ પર પટકાયા હતા. જેમાં બંને બાળકો અને બાઈક સવારને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત થતાં સ્થળ પર હાજર એક વેપારી મદદ માટે દોડ્યો હતો. આ દરમિયાન તેનો મોબાઈલ અને કેટલાક પૈસા નીચે પડી ગયા હતા. એક બાળક પર અકસ્માત સ્થળ પર આવે છે અને નીચે પડેલો મોબાઈલ પોતાના હાથમાં ઉઠાવે છે અને તરત જ તે મોબાઈલ એક બીજા યુવકને પકડાવી દે છે ને ત્યાંથી જતો રહો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, જે યુવક પાસે મોબાઈલ હતો તે વેપારીને પરત ન કર્યો અને થોડીવારમાં ત્યાંથી નાસી જાય છે. ઘટના બાદ વેપારીએ પોતાનો મોબાઈલ ચેક કરતા ખબર પડી કે મોબાઈલ નથી. આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.