તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Indo Pak Border Open For Farmers Now Be Able To Farming And Irrigation After 28 Year; BSF

પાકિસ્તાન બોર્ડર પર ખેતી:રાજસ્થાનની સરહદ પર ઝીરો પોઇન્ટ બાદ 28 વર્ષના અંતરાળે ખેડુતો ખેતી કરી શકશે, BSF પાસ આપશે

25 દિવસ પહેલાલેખક: લાખારામ જાખડ઼
  • કૉપી લિંક

BSFની પહેલથી 28 વર્ષ પછી રાજસ્થાનમાં પાકિસ્તાનની બોર્ડર પર તારબંદી અને ઝીરો પોઇન્ટ વચ્ચે ફસાયેલી લાખો વીઘા જમીન પર હવે ખેડૂતોનો હક હશે. 1992માં શરૂ થયેલી તારબંધી પછી ખેડૂતોની જમીન ઝીરો પોઇન્ટ અને તારબંદી વચ્ચે જતી રહી હતી. હવે BSFએ ખેડૂતોને તેમની જમીન પર ખેતી કરવાની છૂટ આપી દીધી છે. BSFએ ખેડૂતોને આઈડી કાર્ડ આપ્યું છે, જે બતાવ્યા પછી ખેતી કરવાની છૂટ અપાઈ છે.

બોર્ડર પર ખેતી કરતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી નહીં કરે, પરંતુ સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા માટે પાઇપલાઇન પણ લઇ જઇ શકશે. પંજાબની રીત પ્રમાણે હવે ચૌહટન જાટના બેરા, સારલા વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટે દરવાજા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. BSF પણ ખેડૂતોને અલગ પાસ આપશે. સુરક્ષાનો પ્રશ્ન ના ઉદ્ભવે તે માટે BSFના જવાનો સતત ત્યાં નજર રાખશે.

1992માં ભારત-પાક બોર્ડર પર તારબંધી થઈ
1992માં ભારત-પાક બોર્ડર પર તારબંધી કરવામાં આવી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર 100 મીટર અંદર સુધી તારબંધી કરી હતી, પરંતુ ખેડૂતોને તારબંધીમાં આવેલી 4 મીટર જમીનનું વળતર આપવામાં આવ્યું હતું. અન્ય જમીન 28 વર્ષથી તો ખેડૂતોની જ છે, પરંતુ તેમાં તેઓ ખેતી કરી શકતા નહોતા. BSF ડીઆઇજી વિનીત કુમારે કેટલાક દિવસો પહેલા સારલા વિસ્તારમાં ખેડૂતો સાથે બેઠક કરી હતી અને ખેતી કરવા માટે તારબંધીની બીજી બાજુ જવાનું નિવેદન કરવાનું કહ્યું હતું.

બોર્ડર પર તારબંધીની બીજી બાજુ ખેતી કરવાની શરતોઃ

1. ખેતી માટે નિવેદન કરીને પાસ લેવો પડશે
જે ખેડૂતોની જમીન તારબંધી અને ઝીરો પોઇન્ટ વચ્ચે આવે છે તેઓ ફોટો આઇડી અને સમાધાન અર્થે કેટલાક દસ્તાવેજો આપીને પાસ લઈ શકે છે. આ પાસ નજીકની BSFની સંબંધિત પોસ્ટ્સ પર મળશે. BSF ફોટો આઇડી અને બધી વિગતો ચેક કરીને પાસ આપશે.

2. જેમની પાસે ટ્યૂબવેલ છે, તે પાઇપથી સિંચાઈ કરશે
જે ખેડૂતો પાસે બોર્ડર તારબંધી પહેલા ટ્યૂબવેલ છે અને તે પાકની સિંચાઈ કરવા માગે છે તેમને પાઇપલાઇન મૂકવાની પણ અનુમતિ આપી છે. ખેડૂતો 4 ફુટ સુધી ખેતરમાં જાળી પણ બાંધી શકશે, જેથી પાકને નુકસાન ના પહોંચે. આવી રીતે ખેડૂતો તારબંધીની બીજી બાજુ જશે.

3. સવારે 9 વાગ્યે પ્રવેશ, સાંજે 5 વાગ્યે પરત ફરવું પડશે
BSFનો પાસ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી એક્ટિવ રહેશે. 8 કલાક માટે ખેતી કરવાની અનુમતિ આપવામાં આવશે. BSF મહિલાઓ માટે દરેક પોસ્ટ પર રૂમ તૈયાર કરાયા છે. મહિલા ખેડૂતોનું મહિલા BSF અધિકારી ચેકિંગ કરશે.

તારબંધી પાછળ 100 મીટર જમીન જતી રહી
વર્ષ 1992-93માં તારબંધી અને ઝીરો પોઇન્ટ વચ્ચે 100 મીટર જમીન જતી રહી. તેમાં તહસીલ શિવની 76.81 કિમી. જમીન માટે 2 લાખ 85 હજાર 450 રૂપિયા, રામસરની 34.15 કિમી. જમીન માટે 2 લાખ 25 હજાર 265 રૂપિયા અને ચૌહટનની 114.211 કિમી. જમીન માટે 17,22,725 રૂપિયાનું વળતર આપ્યું હતું.

આ નકશાને સમજીએ- ખેડૂત રૂપારામ પાસે 1992 પહેલા 50 વીઘા જમીન હતી, 14 વીઘા તારબંધીમાં જતી રહીં. 27 વીઘા જમીન તારબંધીની બીજી બાજુ ઝીરો પોઇન્ટ વચ્ચે છે. અત્યારે આમની પાસે ખેડવા માટે ભારતમાં માત્ર 7 વીઘા જમીન છે.

ખેડૂતોની મુશ્કેલી- 80% જમીન તારબંધી-ઝીરો પોઇન્ટ વચ્ચે
લગભગ 11 હજાર 468 વીઘા ખેડુતોની જમીન સરહદ તારબંધી અને ઝીરો લાઇનની વચ્ચે અટવાઇ છે. 28 વર્ષથી આ જમીન માટે ન તો વળતર મળ્યું છે, ન ખેડુતો આ જમીનનું વાવેતર કરી શક્યા છે. અત્યારે સરકારી રેકોર્ડમાં આ જમીન ખેડૂતોના ખાતામાં છે. આવી સ્થિતિમાં ખેડૂતો તેમની જમીનના હક મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારથી હાઇકોર્ટ પણ ગયા હતા. 2013માં હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં નિર્ણય લેતા ખેડૂતોને જમીન અથવા વળતર આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આજદિન સુધી ખેડુતોને તેમની રકમ મળી શકતી નથી.

ખેતી માટે જાટનો બેરા પર નવો ગેટ તૈયાર
15 જૂન 2020એ ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો હતો કે ગેટ નં. 97 અને 97ની વચ્ચે એક નવો ગેટ બનાવવો જોઈએ. હવે ગેટ તૈયાર છે. ગૃહ મંત્રાલયના બોર્ડર મેનેજમેન્ટ ડિવિઝને 27 સપ્ટેમ્બર 2019ના રોજ જવાબ આપતા કહ્યું હતું કે જમીન પર માત્ર ખેડૂતોનો જ અધિકાર છે.

28 વર્ષ પછી આ ખેડુતો તેમની જમીન પર પગ મૂકશે
બોર્ડર તારબંધી પર દરેક 4-5 કિમી. પર એક ગેટ છે. જ્યારે ખેડૂતો માટે આ ગેટ ખુલશે તો 28 વર્ષ પછી તારબંધીની બીજી બાજુની જમીન પર ખેડૂતો પગ મૂકી શકશે. બોર્ડર નજીક થોડેક ઊંડે મીઠા પાણીનો સ્ત્રોત પણ છે.ગૃહ મંત્રાલયની સૂચના પર, ખેડૂતોને તેમની જમીનનો અધિકાર આપવામાં આવી રહ્યો છે.

DIGએ કહ્યું - ખેડૂતોને ખેતી કરવા માટેના ગેટ ખોલશે
બાર્મેરના ખેડૂતો ઝીરો પોઇન્ટ પર ખેતી કરવાની માગ કરી રહ્યા છે. ખેડૂતો સાથે મીટિંગ કરી છે. હવે તારબંધી અને ઝીરો પોઇન્ટ વચ્ચે ખેડૂતો ખેતી માટે જઈ શકશે.
- વિનીત કુમાર, DIG, BSP બાર્મેર

અન્ય સમાચારો પણ છે...