ઇન્ડિગો ફ્લાઇટના વોશરૂમમાં વ્યક્તિએ સિગરેટ પીધી:બેંગ્લુરુ એરપોર્ટ પર ધરપકડ; 5 માર્ચે આ જ કંપનીના વિમાનમાં મહિલાએ સ્મોકિંગ કર્યું હતું

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેંપેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટ લેન્ડ કરતાં જ આરોપીને પોલીસને સોંપી દેવાયો - Divya Bhaskar
કેંપેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટ લેન્ડ કરતાં જ આરોપીને પોલીસને સોંપી દેવાયો

અસમથી બેંગ્લુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં સિગરેટ પીવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની ઓળખ 20 વર્ષના સેહરી ચૌધરી તરીકે થઈ છે. તે અસમના કચર જિલ્લાના ગોવિંદપુરા ગામનો રહેવાસી છે. તેને ફ્લાઇટ ક્રૂએ ટોયલેટમાં સ્મોક કરતી સમયે પકડ્યો હતો.

ફ્લાઇટના કેંપેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ કરતા જ આ વ્યક્તિને પોલીસના હવાલે કરી દીધો હતો. આરોપી પેસેન્જરને જ્યૂડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યો છે. તેના ઉપર અન્ય પેસેન્જર્સનું જીવન જોખમમાં મુકવાનો આરોપ છે. તેના ઉપર IPC કલમ 336 અને સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ્સ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટની કલમ 3(1)(c) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

બેગની તપાસમાં સિગરેટ ડિટેક્ટ ન થવી સિક્યોરિટીમાં ચૂક
આરોપીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તેનો સામાન જ્યારે ચેકિંગ માટે ગયો હતો ત્યારે બેગમાં સિગરેટ હતી, જે ફ્લાઇટ બોર્ડ કર્યા પછી તેણે પોતાના ટ્રાઉઝરની પોકેટમાં રાખી લીધી હતી. આ અંગે પોલીસનું કહેવું છે કે સિગરેટ કોઈપણ પોકેટમાં રાખવામાં આવી હોય, તે બેગ ચેકિંગ સમયે ખૂબ જ સરળતાથી ડિટેક્ટ થઈ જાય છે. આ મામલે એરપોર્ટ ઉપર સામાનની ચેકિંગ દરમિયાન સિગરેટને ટ્રેસ ન કરી શકવું સિક્યોરિટીમાં મોટી ચૂક છે.

પોલીસે જણાવ્યું કે આરોપી યુવક બેગ્લુરુના એક મોલમાં કપડાની દુકાન ઉપર આસિસ્ટન્ટ મેનેજર હતો. તે ગયા વર્ષે બેંગ્લુરુ છોડીને પોતાના હોમ-ટાઉનમાં સેટલ થયો હતો. તે નવી જોબ મેળવવાની આશાએ ફરી બેંગ્લુરુ જઈ રહ્યો હતો.

15 દિવસમાં ઇન્ડિગો ફ્લાઇટમાં સ્મોકિંગની બીજી ઘટના
5 માર્ચે રાતે કોલકાતાથી બેંગ્લુરુ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટના વોશરૂમમાં એક મહિલા સ્મોક કરતા પકડાઇ ગઈ હતી. 24 વર્ષની મહિલાનું નામ પ્રિયંકા ચક્રવર્તી હતું તે પશ્ચિમ બંગાળના સિયાલદાહની રહેવાસી હતી.

ઉડાન દરમિયાન મહિલા વોશરૂમ ગઈ હતી. ક્રૂએ લેવેટરીમાંથ ધુમાડો ઉડતો જોયો ત્યારે તેને પકડી હતી. તેણે સિગરેટ પીધા પછી તેને ઓલવ્યા વિના ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી, જેને ક્રૂએ પાણી નાખીને ઓલવી હતી. ફ્લાઇટના બેંગ્લુરુ લેન્ડ થયા પછી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અમેરિકી યાત્રીએ સિગરેટ પીધી:પ્લેનનો દરવાજો ખોલવાની કોશિશ કરી, ક્રૂ મેમ્બર્સે હાથ-પગ બાંધીને બેસાડી દીધો

એર ઇન્ડિયાના વિમાનમાં એક યાત્રીને સિગરેટ પીતો પકડાયો. ઘટના 11 માર્ચની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે લંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટમાં એક અમેરિકી યાત્રી ટોયલેટમાં સિગરેટ પી રહ્યો હતો. ક્રૂ મેમ્બર્સે જ્યારે તેને રોક્યો ત્યારે તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. ફ્લાઇટનો દરવાજો ખોલવાની પણ કોશિશ કરવા લાગ્યો. તે પછી ક્રૂ મેમ્બર્સે તેના હાથ-પગ બાંધીને તેને બેસાડી દીધો. આ સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો...

ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન આ અધિકાર હોય: જો ફ્લાઈટમાં કોઈ ગેરવર્તન કરે છે તો પાઇલટ ફ્લાઇટમાંથી ઉતારી શકે છે, હવાઈ મુસાફરીમાં શું છે કાયદાઓ?

છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટમાં મુસાફરો સાથે અનેક પ્રકારની ઘટના બનતી હોય છે, જે મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. થોડા દિવસ પહેલાં એક મહિલા પર મુસાફર પેશાબ કરી દીધો હતો. તો વિસ્તારા એરલાઇનની ફ્લાઇટમાં એક મહિલાએ બધા મુસાફરોની સામે કપડાં કાઢી નાખ્યાં હતાં. આ બાદ તો આ મહિલાએ તમામ હદ પાર કરી દઇને ક્રુ મેમ્બર સાથે મારપીટ, ગાળો અને થૂંકવા લાગી હતી. આ બાદ અબુધાબીથી મુંબઇ જતી વિસ્તારા એરલાઇનમાં મુસાફરી કરતી 45 વર્ષીય ઇટલીની મહિલા યાત્રી પર એક ક્રુ સભ્યને કથિત રીતે મારવા અને બીજા મેમ્બર પર થૂંકવાના આરોપને કારણે બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. અહીં ક્લિક કરીને જાણો હવાઈ મુસાફરીમાં કાયદાઓ અંગે...

અન્ય સમાચારો પણ છે...