તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SIIની નવી વેક્સિન:નાના બાળકોને કોરોનાના ગંભીર લક્ષણોથી બચાવે છે ન્યુમોનિયાની સ્વદેશી રસી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિશ્વભરમાં તૈયાર થનારી કોવિડ-19 વેક્સિનના ટેસ્ટ નાના બાળકો પર નથી કરવામાં આવ્યા. એવામાં આ વેક્સિન નાના બાળકોને કોરોના ગંભીર લક્ષણોથી બચાવી શકે છે. - Divya Bhaskar
વિશ્વભરમાં તૈયાર થનારી કોવિડ-19 વેક્સિનના ટેસ્ટ નાના બાળકો પર નથી કરવામાં આવ્યા. એવામાં આ વેક્સિન નાના બાળકોને કોરોના ગંભીર લક્ષણોથી બચાવી શકે છે.

વિશ્વના સૌથી મોટા વેક્સિન મેન્યુફેક્ચરર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)એ ભારતની પહેલી સ્વદેશી નિમોકોક્કલ વેક્સિન-નિમોસિલ લોંચ કરી છે. કંપનીએ કહ્યું કે કોવિડ-19ના ગંભીર લક્ષણો પૈકી એક છે-ન્યુમોનિયા. અત્યારે વિશ્વભરમાં જે કોવિડ-19 વેક્સિન તૈયાર થઈ રહી છે તેના ટેસ્ટ નાના બાળકો પર કરવામાં આવશે નહી. તેમા આ વેક્સિન નાના બાળકોને કોરોનાના ગંભીર લક્ષણોથી બચાવે છે.

SIIના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ડો. રાજીવ ઢેરેએ કહ્યું કે કોવિડ-19ના ગંભીર લક્ષણો પૈકી એક ન્યુમોનિયા છે. આ સંજોગોમાં અમને આશા છે કે નિમોકોક્કલ વેક્સીન બાળકોમાં ગંભીર ન્યુમોનિયાને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આમ પણ આ સમયમાં કોવિડ-19 માટે જે વેક્સિન તૈયાર કરવામાં આવી છે તે બાળકો માટે નથી. આમ તો વેક્સિન-નિમોસિલ બાળકોને કોવિડ-19ના ગંભીર લક્ષણોથી બચાવી શકે છે.

વેક્સીનથી બાળકોને લાંબા સમય સુધી સુરક્ષા મળશે
નિમોસિલને SIIએ PATH અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળી વિકસિત કર્યા છે. તે ભારત સહિત ઓછી અને માધ્યમ આવકવાળા દેશોમાં વેક્સિનને સરળતાથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મોટી સફળતા છે. નવી વેક્સિન બાળકોને નિમોકોક્કલ બીમારી સામે અસરકારક અને લાંબા સમય સુધી પ્રોટેક્શન આપશે.

SII PCVનો ત્રીજો સૌથી મોટો સપ્લાયર બન્યું SII
નવી વેક્સિન સાથે એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ (AMC) હેઠળ SII નિમોકોક્કલ કંજુગેટ વેક્સિન (PCV) માટે વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા સપ્લાયર બની છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન પબ્લિક હેલ્થ માટે મહત્વની
વેક્સિના લોંચિંગ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે તે દેશના પબ્લિક હેલ્થકેર માટે મોટી ઉપલબ્ધિ છે. તે યોગ્ય કિંમતથી અને ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી વેક્સિન બાળકોને નિમોકોક્કલ બીમારીથી રક્ષણ આપશે.

SIIના CEO અદાર પુનાવાલાએ કહ્યું કે નિમોકોક્કલ બીમારીથી વિશ્વભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જોખમ રહે છે. વર્ષ 2018માં નિમોક્કલને લીધે 67 હજાર 800 બાળકોના મૃત્યુ 5 વર્ષથી ઓછી ઉંમરમાં થાય છે. આ બાળકો માટે આ વેક્સિન અસરકારક રહેશે.

કોવીશીલ્ડને પણ જલ્દી મળશે મંજૂરી
SIIના CEO અદાર પુનાવાલાએ દાવો કર્યો છે કે કોવિડ-19 માટે એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવીશીલ્ડને દેશમાં જાન્યુઆરીની શરૂઆતી સપ્તાહોમાં ઈમર્જન્સી મંજૂરી મળશે. અત્યારે 4-5 કરોડ વેક્સિનનો સ્ટોક તૈયાર છે. જુલાઈ-2021 સુધી કંપની 10 કરોડ વેક્સિન ઉપલબ્ધ કરાવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો