તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Indigenous Corona Vaccine Steps To WHO Approval; The International Health Organization Approved The Expression Of Interest

કોવેક્સિન બાબતે મોટા સમાચાર:WHOની મંજૂરી તરફ સ્વદેશી કોરોના વેક્સિને ભર્યાં પગલાં; આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટને મંજૂરી આપી

3 મહિનો પહેલા
  • WHO દ્વારા કોવેક્સિનને મંજૂરી મળવાની આશા

કોરોનાની સ્વદેશ વેક્સિન કોવેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા મંજૂરી મળવાની આશા વધી છે. વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI)ને WHOએ સ્વીકાર્યું છે. કોવેક્સિનની મંજૂરી મેળવવા માટે કંપની 19 એપ્રિલે EOI રજૂ કર્યું હતું. આ મામલે હવે પ્રી-સબ્મિશન બેઠક 23 જૂને યોજાશે.

WHOના ઈમર્જન્સી ઉપયોગના મંજૂરીનું શું મહત્ત્વ છે?

  • WHOના ઈમર્જન્સી ઉપયોગના લિસ્ટિંગમાં મહામારી જેવી પબ્લિક હેલ્થ ઈમર્જન્સીમાં હેલ્થ પ્રોડક્ટની સેફ્ટી અને અસરકારકતાને તપાસવામાં આવે છે. WHOએ ફાઇઝરની વેક્સિનને 31 ડિસેમ્બર 2020ના રોજ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને 15 ફેબ્રુઆરી 2021એ અને જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનને 12 માર્ચે ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી હતી.
  • WHO અનુસાર, ઈમર્જન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલી તકે દવાઓ, વેક્સિન અને ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસિત અને મંજૂરી આપવી જરૂરી છે. એ પણ સલામતી, કાર્યક્ષમતા અને ગુણવત્તાનાં ધોરણોને પૂરાં કર્યાં. આ એસેસમેન્ટ મહામારી દરમિયાન વિશાળ શ્રેણીમાં લોકો માટે આ ઉત્પાદનોની ઉપયોગની ખાતરી આપે છે.

વેક્સિન પાસપોર્ટની ચર્ચા વચ્ચે દલીલ શરૂ
હાલમાં જ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સને સંકેત આપ્યો છે કે G-7 કોન્ફરન્સ દરમિયાન વેક્સિન પાસપોર્ટ અંગે સર્વસંમતિ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે. તેમનો પ્રસ્તાવ આંતરરાષ્ટ્રીય યાત્રા સરળ બનાવવાનો છે, પરંતુ એમાં હજી ઘણી સમસ્યાઓ છે. એવા પણ ઘણા દેશો છે જ્યાં ઉત્પાદન અથવા અન્ય સમસ્યાઓને કારણે વેક્સિનેશન પૂર્ણ ગતિએ પહોંચી શક્યું નથી.

આમાં કોવેક્સિન વિશે વાત એટલા માટે કરવામાં આવી રહી છે, કારણ કે એને ડબ્લ્યુએચઓ દ્વારા મંજૂરી નથી મળી. વિદેશી યુનિવર્સિટીઓ અને ઘણા દેશોએ આવા નિયમો બનાવ્યા છે, જેને ડબ્લ્યુએચઓ દ્વારા માન્ય વેક્સિન લઈ ચૂકેલા લોકોને પ્રતિબંધ વિના વિદેશ પ્રવાસની છૂટ આપવામાં આવશે. એનાથી સૌથી વધુ અસર વિદેશી યુનિવર્સિટીઓમાં ભણતા સ્ટુડન્ટોને થશે, જેમણે ભારતમાં કોવેક્સિન લીધી છે.

જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે મંજૂરી મળવાની આશા
કોવેક્સિનને જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે WHOઓ તરફથી ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. કંપનીએ કહ્યું હતું કે 60 દેશમાં કોવેક્સિન માટેની નિયમનકારી મંજૂરીઓ ચાલી રહી છે. એમાંથી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકા અને બ્રાઝિલ પણ છે. મંજૂરી માટે WHO-જીનિવા ખાતે પણ અરજી આપવામાં આવી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, કોવેક્સિનને અત્યારસુધીમાં 13 દેશોમાં મંજૂરી આપવામાં આવી છે. મોટા ભાગના દેશો અહીં આવતા લોકોને વેક્સિનેશન પર ભાર આપી રહ્યા છે. જેમને વેક્સિન આપવામાં આવી નથી, તેઓ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે મુસાફરી કરી શકે છે.