સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો ડેટા:ઓગસ્ટમાં ભારતનો બેરોજગારીદર 8.3%, એક વર્ષની સૌથી ઊંચી સપાટી

મુંબઇ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજગારી 20 લાખના ઘટાડા સાથે 39.46 કરોડ થતાં બેરોજગારીદર વધ્યો

ભારતનો બેરોજગારીદર ઓગસ્ટમાં 8.3%ની એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ રહ્યો હોવાનું સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના ડેટામાં જણાવાયું છે. ઓગસ્ટમાં રોજગારી 20 લાખના ઘટાડા સાથે 39.46 કરોડ થતાં બેરોજગારીદર વધ્યો છે. જુલાઇમાં બેરોજગારીદર 6.8% હતો અને રોજગારી 39.70 કરોડ હતી.

CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું કે શહેરી બેરોજગારીદર 8% સાથે ગ્રામીણ બેરોજગારીદર (7%)થી વધુ છે. ઓગસ્ટમાં શહેરી બેરોજગારીદર વધીને 9.6% રહ્યો અને ગ્રામીણ બેરોજગારીદર પણ વધીને 7.7% થયો છે. અનિયમિત વરસાદને કારણે વાવણી પર અસર થઇ છે.

ગ્રામીણ ભારતમાં બેરોજગારી વધવાનું આ પણ એક કારણ છે. જુલાઇમાં ગ્રામીણ ભારતમાં બેરોજગારીદર 6.1% હતો. જોકે, ચોમાસુ લંબાતા તેના અંતે કૃષિપ્રવૃત્તિઓ વધવાથી ગ્રામીણ ભારતમાં બેરોજગારીદર ઘટી શકે છે.

અન્ય સમાચારો પણ છે...