તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India's Strength In The World Requires More Focus On Neighbors, Rethinking Foreign Trade Policy And Active Diplomacy: Menon

ભાસ્કર વિશેષ:વિશ્વમાં ભારતની મજબૂતાઇ માટે પડોશીઓ પર વધુ ધ્યાન, વિદેશ વ્યાપાર નીતિ તથા સક્રિય કૂટનીતિ અંગે ફરી વિચારવું પડશે: મેનન

નવી દિલ્હી12 દિવસ પહેલાલેખક: શોમા ચૌધરી
  • કૉપી લિંક
  • ભૂતપૂર્વ NSAશિવશંકર મેનને કહ્યું- ભારતે વિશ્વ સાથે જોડાયેલા રહેવું જરૂરી

ભારત બાકી દુનિયા સાથે જોડાયેલું રહીને આગળ વધે તો જ બહેતર પ્રદર્શન કરી શકે પણ કેટલાક વર્ષોથી આપણે અંતરમુખી થઇ રહ્યા છીએ. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન આમ કહે છે. તેમના કહેવા મુજબ, આપણે પોતાને વિલક્ષણ માનવા લાગ્યા છીએ. તે શક્ય છે પણ તેનો અર્થ એ નથી કે આપણે કોઇની જરૂર નથી. પડોશીઓ સાથેના સંબંધો, વિદેશનીતિ, વેક્સિન ડિપ્લોમસી તથા પોતાની બુક ‘ઇન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ’ અંગે મેનને મીડિયા પ્લેટફોર્મ ઇન્કવાયરી સાથે વિશેષ ચર્ચા કરી. મુખ્ય અંશો વાંચો...

અસાધારણતાની ભાવના: આપણે આપણી ભૌગોલિક રચના તથા ઇતિહાસના આધારે વિલક્ષણ તો છીએ જ. વિશ્વમાં બધા સાથે જોડાયેલો બીજો કોઇ દેશ નહીં હોય પણ ઇતિહાસ સાક્ષી છીએ કે આપણે દુનિયા સાથે જોડાઇને કંઇ કરીએ તો બહેતર કરીએ છીએ. આપણે દુનિયાની જરૂર છે, પછી વાત ઊર્જા, રોકાણ, ટેક્નોલોજીની હોય કે નિકાસની. એશિયા-પેસિફિકમાં નેવિગેશન ફ્રીડમ કે પછી ક્લાઇમેટ ચેન્જ, એકલા કંઇ ન કરી શકીએ. દેશ બદલવો હોય તો દુનિયા સાથે જોડાવું જ પડશે પણ તાજેતરના વર્ષોમાં આપણે તેમ નથી કર્યું.

વિશ્વમાં ભારતની સ્થિતિ:વર્તમાન પરિસ્થિતિઓ જોતાં 3 બાબત અંગે ફરી વિચારવું પડશે. પડોશીઓ સાથે એકાગ્રતા, સુસંગત વિદેશ વ્યાપાર નીતિ તથા સક્રિય કૂટનીતિ અંગે ઘણું ધ્યાન આપવું પડશે. પડોશી દેશો સાથે સંબંધો મજબૂત કરવા પડશે. વૈશ્વિક અર્થતંત્ર નાજુક સમયમાંથી પસાર થઇ રહ્યું છે.

તેથી આપણે વ્યાપારની બહેતર નીતિ ઘડવી પડશે. વિશ્વભરમાં પાવર બેલેન્સ ઝડપથી બદલાઇ રહ્યું છે. તેથી સક્રિય કૂટનીતિ જરૂરી છે. તે માટે મહેનત કરવી પડશે. આપણે ઇમેજની ચિંતા કર્યા વિના ફાયદા પાછળ ધ્યાન આપવું પડશે. દેશની સંપન્નતા, સુરક્ષા માટે તે જરૂરી છે.

અમેરિકા સાથે નિકટતા: આપણા માટે ફાયદાકારક રહી છે. ટ્રમ્પના કાર્યકાળમાં થોડી સંકુચિત હતી પણ હવે આપણે સુધારી રહ્યા છીએ. અર્થતંત્રની મજબૂતાઇ અને સુરક્ષાની દૃષ્ટિએ આ જરૂરી છે. ઇરાન મુદ્દે પણ આપણે અમેરિકાને સમજાવવામાં સફળ રહ્યા છીએ. મધ્ય-પૂર્વના દેશો સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને ઇજિપ્ત સાથે પણ આપણે સંબંધો સુધાર્યા છે.

પડોશીઓ સાથેના સંબંધો:પડોશી તકલીફમાં હોય તો આપણે પણ પ્રતિક્રિયા આપવી પડશે. મ્યાનમાર-બાંગ્લાદેશ રોહિંગ્યાની સમસ્યાથી પીડિત છે. આપણે તેને ઘરઆંગણાની સ્થિતિના હિસાબે ન જોઇ શકીએ. નેપાળ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

ચીનના ચાલ-ચરિત્ર: ચીન પહેલીવાર સુપરપાવર બનવા સાથે નિર્ભરતાની સ્થિતિમાં છે. તેનો 40% જીડીપી બાહ્ય સેક્ટર્સ પર નિર્ભર છે. તે નિર્ભરતા ઘટાડવા તે સીપીસી અને ઓબીઓઆર લાવ્યું છે. તે દર્શાવવા માગે છે કે દુનિયા તેની ઉપેક્ષા નહીં કરી શકે. તેથી તે અમેરિકા અને ભારત પણ દબાણ લાવી રહ્યું છે પણ તેનાથી તેને ભવિષ્યમાં ઝાઝો ફાયદો નથી થવાનો.

વેક્સિન કૂટનીતિ: હાલના સંજોગો જોતાં આપણને જ્યાંથી જેટલી મદદ મળી શકતી હોય તે લેવી જોઇએ. વેક્સિન એવી વસ્તુ છે કે જેનો લાંબા સમય સુધી સંગ્રહ ન થઇ શકે. ત્યારે આપણને વેક્સિનની જરૂર નહોતી પણ જે અનુમાન કર્યા હતા તે ખોટા સાબિત થયા.

અન્ય સમાચારો પણ છે...