• Gujarati News
  • National
  • India's Population Will Reach 1.6 Billion By 2050, Urban Population Growth Slows To 1.6%

વસતીનો વૃદ્ધિદર:2050 સુધીમાં ભારતની વસતી 1.6 અબજ હશે, શહેરી વસતીનો વૃદ્ધિદર ઘટીને 1.6%

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનવ સંસાધન બહેતર બનાવવા પર ધ્યાન આપવું પડશે

વર્ષ 2050 સુધીમાં ભારતની વસતી 1.6 અબજ થવાનો અંદાજ છે. નિષ્ણાતોના મતે આ એ વર્ષ હશે કે જ્યારે ભારતનો વસતીવૃદ્ધિ દર ઘટવાનું શરૂ થઇ જશે. આ સદીની શરૂઆતમાં ભારતની વસતી અંદાજે એક અબજ હતી. આજે ભારત યુવાઓનો દેશ ગણાય છે. ભારતની સરેરાશ ઉંમર સાડા 28 વર્ષ છે પણ 2050 સુધીમાં ભારતની વસતી ચીનથી લગભગ 25 કરોડ જેટલી વધુ હશે.

ભારત 2050 સુધી પણ લગભગ જવાન દેશ રહેશે પણ વસતી વિષયક આંકડા અનુસાર, ભારતની વસતીની ઉંમર વધવાની ઝડપ અંદાજથી ઘણી તેજ છે. મતલબ કે આવનારા સમયમાં ભારત ઝડપથી વૃદ્ધ થશે, જેથી મોટો સવાલ એ છે કે ભારત ધનવાન દેશોની યાદીમાં સામેલ થાય ત્યાં સુધી જવાન દેશ રહી શકશે? હાલ ભારતમાં શહેરી વસતીનો વૃદ્ધિદર 1.6% જ છે.

ભારતમાં ગ્રેજ્યુએટ્સનો બેરોજગારી દર 19.3%
સેન્ટર ફોર મોનિટરિંગ ધ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ મુજબ, ભારતમાં ગ્રેજ્યુએટ્સનો બેરોજગારી દર 19.3% છે. વર્લ્ડ બેન્કના આંકડા મુજબ ભારતમાં દર પાંચમાંથી માત્ર એક જ મહિલા વર્કફોર્સમાં છે. આ દિશામાં જલદી ધ્યાન નહીં અપાય તો આર્થિક વિકાસદર ઘટવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...