ટાઇમ મેગેઝિને 2023માં દુનિયાનાં 50 શ્રેષ્ઠ સ્થળોની યાદી જાહેર કરી છે તેમાં ભારતના લદ્દાખ અને ઓડિશાના મયૂરભંજ પણ સામેલ છે. 2023માં દુનિયાભરમાં ટ્રાવેલ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ઝડપી ગતિએ વધી રહી છે. તેને કારણે આ યાદી મહત્ત્વપૂર્ણ છે. યાદીમાં સહેલાણીઓને સૌથી રોમાંચક અનુભવ આપતાં 50 મહત્ત્વપૂર્ણ સ્થળ છે. મેગેઝિને મયૂરભંજને પ્રાચીન મંદિરો તેમજ દુર્લભ વાઘોનું સ્થળ ગણાવ્યું છે.
સાથે જ મયૂરભંજ છાઉનો પણ ઉલ્લેખ કરાયો છે. યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સામેલ છાઉ નૃત્ય ઉત્સવ મહામારીને કારણે મોટા અંતર બાદ આ વર્ષે એપ્રિલમાં મોટા પાયે યોજાશે. તદુપરાંત લદ્દાખના હનલે ગામ વિશે જણાવાયું છે કે મોડા તો મોડા પરંતુ દેશનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ અથવા નાઇટ સેન્ચ્યૂરી તૈયાર છે. યાદીમાં વિયેના, બુડાપેસ્ટ, બાર્સેલોના, ઇજિપ્ત અને ગીઝા પણ સામેલ છે.
હિમાલયી જડીબટ્ટુીઓનું સલાડ ખાવાની સલાહ
તુરતુક જનારા સહેલાણીઓ માટે સૂચન છે કે જુલાઇ 2022માં શરૂ થયેલા ફાર્મર્સ હાઉસ કેફે જવાનું ન ભૂલે. ત્યાં સ્થાનિક પનીરની સાથે હિમાલયી જડીબુટ્ટીઓનું સલાડ અને હેન્ડ રોલ્ડ પાસ્તા, અખરોટની ચટણીનો પણ સ્વાદ માણો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.