તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની તૈયારી જેલ-પ્રશાસને શરૂ કરી દીધી છે. આ ફાંસી અમરોહાની રહેનારી મહિલા શબનમે અપાઈ શકે છે. તેણે એપ્રિલ 2008માં પ્રેમી સલીમની સાથે મળીને પોતાના જ પરિવારના 7 સભ્યોની કુહાડીથી કાપીને હત્યા કરી હતી. મથુરા જેલ-પ્રશાસનને દોરડાનો ઓર્ડેર આપ્યો છે. નિર્ભયાકાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. જોકે ફાંસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમે ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે.
દોષિત શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો
જોકે દોષિત શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. એ પછી શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિભવને તેની અરજીને ફગાવી દીધી. આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે, જેને ફાંસી આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ફાંસી ઘર એકમાત્ર છે, જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી જ્યારે સલીમ આગ્રા જેલમાં છે.
150 વર્ષ પહેલાં મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું
મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી અત્યારસુધીમાં અહીં કોઈપણ મહિલાને ફાંસીએ લટકાવવામાં આવી નથી. વરિષ્ઠ જેલ-અધિક્ષકના જણાવ્યા મુજબ, હાલ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી. જોકે અમે તૈયારી શરૂ કરી દીધી છે. દોરડા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. ડેથ વોરન્ટ ઈસ્યુ થતાં જ શબનમ-સલીમને ફાંસ આપવામાં આવશે. જોકે સલીમને ફાંસી ક્યાં આપવામાં આવશે એ હજી નક્કી કરવામાં આવ્યું નથી.
પરિવાર બની રહ્યો હતો પ્રેમમાં અડચણ
અમરોહાના ગામ બાવનખેડીમાં વર્ષ 2008ની 14-15 એપ્રિલ દરમિયાન થયેલી ઘટનાને કોઈ ભૂલ્યું નથી. અહીં શિક્ષામિત્ર શબનમે રાતે પોતાના પ્રેમી સલીમની સાથે મળીને પોતાના પિતા માસ્ટર શૌકત, મા હાશમી, ભાઈ અનીસ અને રશિદ, ભાભી અંજુમ અને પિતરાઈ બહેન રાબિયાની કુહાડીથી હત્યા કરી દીધી હતી. ભત્રીજા અર્શનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. આ લોકો તેમના પ્યારના માર્ગમાં અડચણ હતાં.
2010માં સંભળાવવામાં આવી હતી ફાંસીની સજા
આ મામલમાં અમરોહા કોર્ટમાં બે વર્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી. એ પછી 15 જુલાઈ 2010એ જિલ્લા જજ એસ. એ. હુસૈનીએ શબનમ અને સલીમને ત્યાં સુધી ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો હતો, જ્યાં સુધી તેમનો જીવ ન નીકળે.
કઈ રીતે મળ્યા હતા પુરાવા
શબનમ અને તેનો પ્રેમી કદાચ ક્યારેય જેલમાં ન પહોંચત, પરંતુ કેટલાંક મામૂલી કારણોને કારણે તેમને જેલમાં જવાનો વારો આવ્યો. શબનમે લગ્ન કર્યા ન હતા. જોકે તે રોજ તેના પ્રેમીને ઘરે બોલાવતી હતી. ઘટના પછી સલીમની પાસેથી કુહાડી મળી હતી. બંનેના લોહીથી લથપથ કપડાં મળ્યા ંહતાં. ત્રણ સિમ પણ તેમની પાસેથી મળ્યાં હતાં. એની પર અલગ-અલગ સમયે બંનેએ આ કૃત્ય કરવા અંગે વાત કરી હતી.
નિર્ભયાના દોષિતોને ફાંસીએ લટકાવનાર જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત લીધી
નિર્ભયાકાંડના દોષિતોને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. અગાઉ પવને નિર્ભયાના દોષિતોને ફાંસીએ લટકાવ્યા હતા. નિર્ભયાના દોષિતોને 20 માર્ચે ફાંસીની સજા આપવામાં આવી હતી. આ મામલામાં 7 વર્ષ 3 મહિના અને 3 દિવસ પછી ન્યાય મળ્યો હતો. દોષિતોએ ફાંસીથી બચવા માટે વિવિધ અરજીઓ કરી હતી, પરંતુ આ તમામ અરજીઓને ફગાવવામાં આવી હતી. 6 ડિસેમ્બર 2012ના રોજ આ ઘટના દિલ્હીમાં બની હતી.
કઈ રીતે પહોંચ્યા જેલના સળિયાની પાછળ
આ ઘટના પછી ધરપકડ થયા પછી શબનમ અને સલીમે એકબીજાની પર આરોપ લગાવ્યા હતા. સર્વિલન્સથી બંનેની વચ્ચે વાતચીત ચાલી રહી હોવાની માહિતી મળી. પછી શબનમની પાસે દવાનું ખાલી રેપર મળ્યું હતું અને ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો હતો. શબનમની ભાભી અંજુમના પિતા લાલ મોહમ્મદે કોર્ટમાં સલીમ સાથે તેના ગેરકાયદે સંબંધ હોવાની વાતને ખુલ્લી પાડી હતી. સલીમ આ કૃત્ય પછી હસનપુર બ્લોક પ્રમુખ મહેન્દ્ર પાસે ગયો હતો અને પોતાની વાત જણાવી હતી.
કેટલી સુનાવણી થઈ
શબનમ-સલીમના કેસમાં લગભગ 100 જેટલી તારીખો પડી. એમાં 27 મહિના લાગ્યા. નિર્ણયના દિવસે જજે 29 સાક્ષીનાં નિવેદનો સાંભળ્યાં. 14 જુલાઈ 2010ના રોજ જજે બંનેને દોષી ઠેરવ્યાં હતાં. આગામી દિવસે 15 જુલાઈ 2010ના રોજ જજ એસ. એ. હુસૈનીએ માત્ર 29 સેકન્ડમાં બંનેને ફાંસીની સજા સંભળાવી હતી. આ મામલામાં 29 લોકોને 649 સવાલ પૂછવામાં આવ્યા હતા. 160 પાનાંમાં જજમેન્ટ લખવામાં આવ્યું. ત્રણ જજે સમગ્ર મામલાની સુનાવણી કરી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.