તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશની પ્રથમ કોરોનાની દર્દી ફરી સંક્રમિત:વુહાનથી પરત આવેલી મેડિકલ વિદ્યાર્થિનીએ દોઢ વર્ષ પછી પણ વેક્સિન લીધી ન હતી, દિલ્હી જવા ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

તિરુવનંતપુરમ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત પરત ફર્યા પછી તે વુહાન પરત ગઈ નથી અને ઓનલાઈન અભ્યાસ કરી રહી છે

દેશની કોરોનાની પ્રથમ દર્દી દોઢ વર્ષ પછી ફરી સંક્રમિત થઈ છે. પ્રથમવાર તે સંક્રમિત થઈ ત્યારે વુહાનથી ભારત પરત આવી હતી. કેરળના ત્રિશૂરમાં રહેનાર મેડિકલ વિદ્યાર્થિની દિલ્હી જવા ઈચ્છતી હતી, આથી તેણે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. ત્રિશૂરના ડીએમઓ ડો. કેજે રીનાએ જણાવ્યું હતું કે તે સંક્રમિત છે પણ કોઈ લક્ષણો નથી. 20 વર્ષની આ વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પણ આઘાત લાગ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ મેડિકલ વિદ્યાર્થિનીએ અત્યાર સુધી વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. તે ત્રિશૂર જિલ્લાના માથિલાકમ ગામની રહેવાશી છે અને ચીનના વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. જોકે 23 જાન્યુઆરી 2020ના રોજ ભારત પરત ફર્યા પછી તે વુહાન પરત ગઈ નથી અને ઓનલાઈન અભ્યાસ કરી રહી છે.

ગત વર્ષે 30 જાન્યુઆરીના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રિશૂર સરકારી મેડિકલ કોલેજમાં સારવાર પછી તે સાજી થઈ ગઈ હતી.

કોલકાતાથી તે કેરળ પરત ફરી હતી
માથિલાકમ ગામના હેલ્થ ઈન્સ્પેક્ટર શીબાએ કહ્યું હતું કે વુહાનથી જે વિદ્યાર્થિની પરત આવી તેણે સૌથી પહેલા મને જાણ કરી હતી. તે કલકતાના માર્ગેથી પરત આવી હતી. પ્રથમ દિવસે જ્યારે તે ઘરે પરત આવી ત્યારે હું તેના સંપર્કમાં હતો.

શીબાએ વધુમાં જણાવ્યું હતું કે દિવસમાં તે 2થી 3 વાર વિદ્યાર્થિનીને ફોન કરી હતી. શરૂઆતમાં તેને કોઈ લક્ષણ નજેર પડતા ન હતા. પરંતુ ત્રણ-ચાર દિવસ પછી તેણે જણાવ્યું કે તેને ગળામાં દુખે છે. મેં તરત જિલ્લા મથકે વાત કરી અને તેને હોસ્પિટલમાં લઈ જવાઈ. પાછળથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે દેશનો પ્રથમ કેસ હતો.

અન્ય સમાચારો પણ છે...