તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં પર્યાવરણ સ્વચ્છ:ભારતમાં 40 વર્ષમાં પ્રથમવાર કાર્બન ઉત્સર્જન ઓછું થયું, લોકડાઉનમાં વીજળીની ખપત અને ઈંધણની માંગ પણ ઘટી

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • દેશમાં માર્ચમાં કાર્બન ઉત્સર્જન 15% ઓછું થયું, એપ્રિલમાં 30% ઓછું થયાની સંભાવના
  • વિશેષજ્ઞોનું કહેવું છે કે લોકડાઉન હટ્યા પછી થર્મલ પાવરની ખપત અને કાર્બન ઉત્સર્જન વધશે

ભારતમાં કાર્બન ઉત્સર્જન 40 વર્ષમાં પ્રથમવાર ઓછું થયું છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ)ના રિસર્ચર્સે મંગળવારે જણાવ્યું કે લોકડાઉનના કારણે વીજળીની ખપત ઓછી થઈ છે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધવાથી ઈંધણની માંગ ઘટી છે.રિસર્ચર્સ મુજબ તેણે ભારતમાં કાર્બન ઉત્સર્જનના 37 વર્ષના ટ્રેન્ડને બદલી નાખ્યો છે. 2019ની શરૂઆતથી જ ભારતમાં થર્મલ પાવરની માંગ ઘટી છે. દેશમાં માર્ચમાં કાર્બન ઉત્સર્જન 15 ટકા ઘટ્યું છે. એપ્રિલમાં 30 ટકા ઘટવાની સંભાવના છે.
કાલસાથી ઉત્પન થનાર વીજળીના ઉત્પાદનમાં ઘટાડો
શોધકર્તાઓના કહ્યા મુજબ લોકડાઉન પછી ભારતમાં વીજળીના ઉપયોગમાં ઘટાડો થયો છે. આ કારણે કોલસાની જરુરીયાતમાં પણ ઘટાડો થયો છે. કોલસાથી ઉત્પન થનાર વીજળીનું ઉત્પાદન માર્ચમાં 15 ટકા અને એપ્રિલના ત્રણ સપ્તાહમાં  31 ટકા ઘટ્યું  છે. જ્યારે રિન્યુએબલ એનર્જીની માંગમાં 6.4 ટકા વધી અને એપ્રિલમાં 1.4 ટકા ઘટી છે.સીઆરઈએના શોધકર્તાઓના જણાવ્યા મુજબ કોલસાની માંગ લોકડાઉન પહેલા જ ઓછી થવા લાગી હતી. આ વર્ષે માર્ચમાં સમાપ્ત થનાર વર્ષમાં  કોલસાનું વેંચાણ 2 ટકા ઘટ્યું છે. ત્યારથી એમાં અત્યાર સુધીમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આયાતમાં 27.5 ટકાનો ઘટાડો થયો છે. 

વિશ્વભરમાં કોલસાની ખપતમાં 8%નો ઘટાડો
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી તરફ એપ્રિલમાં બહાર પડાયેલા આંકડા મુજબ વિશ્વભરમાં કોલસાની ખપતમાં 8 ટકાનો ઘટાડો થયો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ઈંધણની ખપતમાં ઘટાડો હંમેશા નહીં રહે. લોકડાઉન હટ્યા પછી થર્મલ પાવરની ખપત અને કાર્બન ઉત્સર્જનમાં ફરી ઉછાળો જોવા મળશે.

દેશમાં તેની ખપતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચમાં ગત વર્ષની તુલનામાં તેલની ખપતમાં 18%નો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ દરમિયાન ખપત માત્ર બે ટકા વધી, જે 22 વર્ષમાં ધીમો વધારો છે. આ દરમિયાન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન પણ 5.9 ટકા અને રિફાયનરીનું ઉત્પાદન 1.1 ટકા ઘટ્યું છે.

પહેલા પણ કાર્બન ઉત્સર્જનમાં સામાન્ય ઘટાડો થયો
કોલસો, તેલ અને ગેસની ખપતના આંકડાના આધારે શોધકર્તાઓએ અનુમાન કર્યું છે કે કાર્બન ઉત્સર્જન 30 મેટ્રિક ટન સુધી ઘટ્યું છે.ભારતમાં 1970, 1974, 1980 અને 1984માં પણ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ વર્ષના ઘટાડાની સરખામણીમાં તે ન્યૂનતમ હતી. જોકે એ સ્પષ્ટ નથી કે દેશ ખૂલ્યા પછી પર્યાવરણમાં આ સુધારો યથાવત રહેશે કે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો