• Gujarati News
  • National
  • India's Brahmastra Against Pakistan China, Russia Begins Supply Of S 400 Missile System; Tehenat Will Be On The Border Of Pakistan

હવે આકાશ અભેદ બનશે:પાકિસ્તાન-ચીન સામે ભારતનું બ્રહ્માસ્ત્ર, રશિયાએ S-400 મિસાઇલ સિસ્ટમનો સપ્લાય શરૂ કર્યો; પાકિસ્તાની સરહદે તહેનાત થશે

દુબઈ, નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એર ડિફેન્સ સિસ્ટમ 400 કિમી ક્ષેત્રમાં શત્રુનાં ફાઇટર વિમાન, મિસાઇલ, ડ્રોનને તોડી પાડવા સક્ષમ

શત્રુનાં ફાઇટર વિમાન અને લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલને આકાશમાં જ તોડી પાડવા સક્ષમ એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ રશિયાએ ભારતને સપ્લાય કરવાની શરૂઆત કરી દીધી છે. ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે ત્યારે આધુનિક બ્રહ્માસ્ત્ર કહેવામાં આવતી આ મિસાઇલ સિસ્ટમ ભારતની સૈન્ય ક્ષમતા માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

રશિયાની ફેડરલ સર્વિસ ફૉર મિલિટરી-ટેક્નિકલ કૉ-ઓપરેશનના ડાયરેક્ટર દિમિત્રિ શુગાએવે દુબઈ એર-શૉમાં આ જાહેરાત કરી હતી. શુગાએવે કહ્યું હતું કે ભારતને એસ-400 સિસ્ટમનો સપ્લાય શરૂ કરી દીધો છે. ભારતના સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે હવાઈ તથા સમુદ્રના માર્ગે એર ડિફેન્સ સિસ્ટમના પાર્ટ્સ ભારત પહોંચી રહ્યા છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સૌથી પહેલા પશ્ચિમ સરહદે તહેનાત કરવામાં આવશે. જે વ્યૂહાત્મક સ્થળે આ સિસ્ટમ તહેનાત થશે ત્યાંથી પાકિસ્તાન અને ચીન બન્નેનો સામનો કરવામાં સરળતા રહેશે.

ભારત પહેલાં આ ડિફેન્સ સિસ્ટમ તુર્કી અને ચીનના સૈન્યમાં સામેલ થઈ ચૂકી છે. લદાખ સરહદે તણાવને પગલે ચીને તિબેટમાં આ સિસ્ટમ તહેનાત કરી છે. ભારત અને રશિયા વચ્ચે 35 હજાર કરોડ રૂપિયાની કિંમતની એસ-400 સિસ્ટમ માટે ઓક્ટોબર 20218માં કરાર થયા હતા. આ કરાર હેઠળ 400 કિમી વિસ્તારના આકાશને અભેદ્ય બનાવી શકે એવી કુલ 5 સ્ક્વોડ્રન સપ્લાય કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં પ્રથમ સ્ક્વોડ્રનનો સપ્લાય પૂરો થઈ જશે.

ચાર પ્રકારની મિસાઇલથી સજ્જ એસ-400
આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે, જે શત્રુ દેશના એરક્રાફ્ટને આકાશમાં જ તોડી પાડવા માટે સક્ષમ છે. એસ-400ને રશિયાની સૌથી એડવાન્સ લૉન્ગ રેન્જ સર્ફેસ-ટુ-સર્ફેસ મિસાઇલ સિસ્ટમ માનવામાં આવે છે. આ ચાર પ્રકારની મિસાઇલથી સજ્જ છે. જે શત્રુ દેશના એરક્રાફ્ટ, બેલિસ્ટિક મિસાઇલ, અવાક્સ વિમાનોને 400 કિમી, 250 કિમી અને મિડિયમ રેન્જ 120 કિમી તથા શૉર્ટ રેન્જ 40 કિમી સુધીમાં તોડી પાડવા માટે સક્ષમ છે. આ સિસ્ટમ રશિયાની જ એસ-300 સિસ્ટમનું અપગ્રેડેડ વર્ઝન છે. આ મિસાઇલ સિસ્ટમને અલ્માઝ આન્તેએ તૈયાર કરી હતી. આ સિસ્ટમ એક રાઉન્ડમાં 36 ફાયર કરવા માટે સક્ષમ છે.

અમેરિકાના પેટમાં તેલ કેમ રેડાયું?
અમેરિકા ઈચ્છે છે કે ભારત એસ-400ના બદલે તેની એર ડિફેન્સ સિસ્ટમ પેટ્રિયટ ખરીદે, પણ ભારતના નિષ્ણાતોના મતે અમેરિકી સિસ્ટમ એસ-400ની તુલનામાં પૂરતી સક્ષમ નથી.

અમેરિકા પ્રતિબંધો મૂકે એવી શક્યતા
રશિયા દ્વારા ભારતને એસ-400 સિસ્ટમ સપ્લાય થતા હવે અમેરિકા ભારત પર કાટ્સો પ્રતિબંધ મૂકે એવી આશંકા છે. અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે જો ભારત આ અત્યાધુનિક રશિયન ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી મેળવશે તો તેણે કાટ્સા પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. જોકે અમેરિકામાં ભારત પર પ્રતિબંધો નહીં મૂકવાની માગણી તેજ થઈ રહી છે.

શું છે કાટ્સા પ્રતિબંધ?
અમેરિકી કોંગ્રેસના કૉંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ) રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રશિયા દ્વારા નિર્મિત એસ-400 સિસ્ટમ ખરીદવાની ભારતની યોજના પર અમેરિકાા એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA)ની કલમ 231 હેઠળ અમેરિકા પ્રતિબંધ મૂકી શકે છે. આ કાયદા હેઠળ અમેરિકા પોતાના સાથી દેશોને રશિયા પાસેથી કોઈપણ પ્રકારની સૈન્ય સંબંધિત લેણદેણ નહીં કરવાનો આગ્રહ કરે છે.

36 વિમાન એકસાથે તોડી પાડી શકે છે
આ પાક.-ચીનના હવાઈ હુમલાઓને એકસાથે ધ્વસ્ત કરી શકે છે. એનું ઇન્સ્ટોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

મિસાઇલ સિસ્ટમની ક્ષમતા

  • 600 કિમી દૂર વિમાન-મિસાઇલને તોડી પાડવા સક્ષમ.
  • 30 કિમી ઊંચાઈ સુધીના લક્ષ્યને આંબી શકે છે.
  • 4.8 કિમી પ્રતિ સેકન્ડની ગતિથી વાર કરશે.
  • 36 ટાર્ગેટ એકસાથે તોડી શકે છે, કારણ કે તેની 12 ગન 3-3 ફાયર કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...