અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના કબજા પછી અહીં રહેતા ભારતીય નાગરિકોની મુશ્કેલી ઘણી જ વધી ગઈ છે. આ લોકો વતન પરત ફરવા માગે છે, પરંતુ ગેરવ્યવસ્થાને કારણે નારાજ જોવા મળી રહ્યાં છે. આ લોકોને એક વીડિયો પણ સામે આવ્યો છે.
જેમાં તેઓ કહે છે કે- અહીં કોઈ સાંભળવાવાળું નથી. અમારો ફોન પણ કોઈ ઉપાડતા નથી અને ફ્લાઈટ્સ અંગે પણ કંઈ જ ખબર નથી. બહાર જુઓ, ફાયરિંગ થઈ રહ્યું છે.
આ લોકો એરપોર્ટના એક ખૂણે બેઠા છે અને ફ્લાઈટ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યાં છે. અહીં હાજર તમામ લોકોએ પોતાના પાસપોર્ટ અને વીઝા કેમેરાની સામે દેખાડ્યા. જેમાં કેટલીક મહિલાઓ પણ છે.
રિપોર્ટ્સ મુજબ ભારતે પોતાના નાગરિકોને કાઢવા માટે C17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ કાબુલ મોકલ્યું છે. રવિવારે પણ 129 ભારતીયોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. કેટલાંક અફઘાન સાંસદ અને ડિપલોમ્ટેસ પણ ભારત પહોંચી ગયા છે.
ચારેબાજુ મુશ્કેલી, ચોર-લુટેરાઓથી લઈને જીવ જશે તેવો ડર
એક ભારતીયએ વીડિયો જાહેર કરી કહ્યું કે, 'મારી સાથે અનેક ભારતીયો છે. અમે બહારે પણ ન જઈ શકીએ, કેમકે ત્યાં ફાયરિંગ થઈ રહ્યું છે. અહીં ચોર-લુટારાઓનો પણ ડર છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્યારે આવે છે, અમને કંઈ જ ખબર નથી. બપોરે 12,30નો સમય આપ્યો હતો. એમ્બેસીમાં કોઈ ફોન નથી ઉઠાવતું. અમારી પાસે હાલ કોઈ જ જાણકારી નથી. એરપોર્ટની બહારે 4 લાખ લોકો ઊભા છે. તમે લોકો પ્લીઝ અમારી હેલ્પ કરો.'
પંજાબના મુખ્યમંત્રી બોલ્યા- ભારતીયોને તાત્કાલિક ત્યાંથી કાઢવામાં આવે
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વિદેશ મંત્રી એસ જયશંકરને અપીલ કરી છે કે તેઓ અફઘાનિસ્તાનમાંથી 200 શીખ સહિત તમામ ભારતીયોને તાત્કાલિક પરત લાવવાની વ્યવસ્થા કરે. તો અફઘાનિસ્તાનમાંથી શીખ અને હિંદુઓને કાઢવા માટે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તેઓ વિદેશ મંત્રાલય અને બીજા જવાબદાર અધિકારી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી રહ્યાં છે.
જર્મની અને ડેનમાર્કે પોતાના નાગરિકોને કાઢ્યા
જર્મની અને ડેનમાર્કે પણ પોતાના નાગરિકોને કાબુલથી કાઢવાનું કામ ઝડપી બનાવ્યું છે. ડેનમાર્કે આ મામલે પાકિસ્તાન પાસે મદદ માગી છે. આજે કેટલાંક નાગરિક કાબુલથી ઈસ્લામાબાદ પહોંચ્શે. જે બાદ તેઓને ડેનમાર્ક લઈ જવાશે. જર્મન એરફોર્સના કેટલાંક એરક્રાફ્ટ પણ કાબુલ પહોંચી ગયા છે.
તાલિબાનના સંપર્કમાં રશિયા, પાકિસ્તાનના બે વિમાન ફસાયા
પાકિસ્તાને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કાબુલમાં પોતાની એમ્બેસી બંધ નહીં કરે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સમય આવશે ત્યારે તાલિબાન સરકારને ઈન્ટરનેશનલ સહમતિ, ગ્રાઉન્ડ લેવલની હકિકત અને પોતાના દેશના રાષ્ટ્રીય હિત મુજબ માન્યતા આપશે.
આ વચ્ચે કાબુલ એરપોર્ટના રનવેના ઉપયોગની મંજૂરી ન મળવાને કારણે પાકિસ્તાનના 2 વિમાન ફસાય ગયા છે. આ વિમાન પાકિસ્તાની નાગરિકોને પરત લેવા ગયા હતા. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ એમ્બેસી બંધ કરવાને લઈને હજુ કોઈ જ નિર્ણય લેવાયો નથી.
ચીને કહ્યું કે તેઓ અફઘાનિસ્તાન, તાલિબાનની સાથે 'મૈત્રીપૂર્ણ સંબંધ' બાંધવા તૈયાર છે. તાલિબાનના કબજા બાદ આ ચીન તરફથી પહેલી ટિપ્પણી છે.
રશિયા પણ તાલિબાનના સંપર્કમાં છે. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના વિશેષ પ્રતિનિધિએ કહ્યું- અમે કાબુલ સાથે વાતચીત કરી રહ્યાં છીે. એમ્બેસી તેમના સંપર્કમાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.