ભારતીયો થઈ રહ્યા છે ઠિંગણા:અમીર વર્ગની મહિલાઓ કરતાં આદિવાસી અને ગરીબ વર્ગની મહિલાઓની ઉંચાઈ વધારે ઘટી: સર્વે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2005-06ની સરખામણીએ 2015-16માં ભારતીયોની સરેરાશ લંબાઈ ઘટી
  • ભારતમાં આદિવાસી અને ગરીબ વર્ગના લોકોની સરેરાશ લંબાઈમાં વધારે ઘટાડો થયો

ભારતમાં છેલ્લાં અમુક વર્ષોમાં ભારતીયોની ઉંચાઈમાં ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. જોકે આ સર્વેમાં જોવા મળ્યું છે કે, દુનિયાના મોટા ભાગના દેશોમાં છેલ્લાં અમુક વર્ષોમાં લોકોની એવરેજ ઉંચાઈ વધી છે પરંતુ ભારતમાં તેનાથી ઉંધુ રિઝલ્ટ જોવા મળ્યું છે. 2005-2006થી 2015-16 વચ્ચેના દશકા દરમિયાન દેશમાં વયસ્ક મહિલાઓ અને પુરુષોની સરેરાશ ઉંચાઈમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, આ સમયમાં આદિવાસી મહિલાઓ અને ગરીબ વર્ગની મહિલાઓની ઉંચાઈમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે.

ઉંચાઈમાં પણ અમીરી-ગરીબીની ખાઈ જોવા મળી
ભારતીયો ઠિંગણા હોવાનું કારણ પણ આંકડાઓમાં જ છુપાયું હોય તેવુ લાગે છે. સર્વેના આ સમયગાળા દરમિયાન અમીર વર્ગની મહિલાઓની એવરેજ ઉંચાઈમાં કોઈ ફેર નથી. સર્વેમાં જોવા મળ્યું છે કે એક 5 વર્ષની એસ.ટી બાળકની એવરેજ લંબાઈ જનરલ કાસ્ટની એ જ ઉંમરની બાળકીથી 2 સેન્ટીમીટર ઓછી છે. હકીકતમાં ઓપન એક્સેસ સાયન્સ જર્નલ PLOS Oneના રિસર્સમાં આ વાત સામે આવી છે. પ્લોસ વને 1998-99, 2005-06 અને 2015-16માં થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આધાર પર વ્યસક મહિલાઓ અને પુરુષોની એવરેજ ઉંચાઈની સરખામણી કરતો એક સર્વે કર્યો છે.

ગરીબ વર્ગની મહિલાઓની ઉંચાઈ વધારે ઘટી
જો 2005-06 અને 2015-16ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા પ્રમાણે 15થી 25 એજ ગ્રુપની મહિલાઓની વાત કરીએ તો આ દરમિયાન સૌથી વધારે ગરીબ મહિલાઓની એવરેજ લંબાઈ 150.37 સેન્ટીમીટરથી ઘટીને 149.74 સેન્ટીમીટર થઈ ગઈ છે. એટલે કે એવરેજ ઉંચાઈમાં 0.63 સેન્ટીમીટરનો ઘટાડો થયો છે. મિડલ ક્લાસ મહિલાઓની ઉંચાઈ 0.17 સેમી વધ્યો છે. અમીર મહિલાઓની સરેરાશ ઉંચાઈમાં 0.23 સેમીનો વધારો થયો છે. જ્યારે સૌથી અમીર વર્ગની મહિલાઓની ઉંચાઈ 0.06 સેમી ઘટી છે.

25થી 50 એજ ગ્રુપની મહિલાઓની પણ સરેરાશ લંબાઈમાં આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. સૌથી ગરીબ વર્ગની મહિલાઓની સરેરાશ લંબાઈ 0.56 સેન્ટીમીટર ઘટી છે. આ જ ગ્રુપમાં ગરીબ, મિડલ, અમીર અને સૌથી અમીર વર્ગની મહિલાઓની સરેરાશ ઉંચાઈમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.

લંબાઈમાં પણ અમીર-ગરીબીનું અંતર દેખાયું
આ સર્વેના આંકડા પરથી ખ્યાલ આવે છે કે, જેમની આર્થિક અને સામાજિક સ્થિતિ સારી છે તેમની એવરેજ લંબાઈ આર્થિક-સામાજિક રીતે નબળા વર્ગની સરખામણીએ વધારે છે. એસટી અને સૌથી ગરીબ વર્ગના લોકોની એવરેજ લંબાઈમાં સૌથી વધારે ઘટાજો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મત પ્રમાણે પૌષ્ટીક ભોજનની અછત અને કુપોષણના કારણે આવું શક્ય છે. આજે પણ આ વર્ગના લોકો માટે બે ટાઈમ જમવાનું મળવું મુશ્કેલ માનવામાં આવે છે.

આદિવાસી પુરુષોની હાઈટ પણ ઘટી
જો વાત પુરુષોની કરીએ તો આદિવાસી પુરુષોની ઉંચાઈમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે 2005-06 અને 2015-16 વચ્ચેની જનરલ કેટેગરી અને અહીં સુધી કે અમીર વર્ગના પુરુષોની સરેરાશ હાઈટમાં પણ થોડો ઘટાડો થયો છે.

ન્યૂટ્રિશિયન અને પબ્લિક હેલ્થ પર કામ કરતાં સંગઠન પબ્લિક હેલ્થ રિસોર્સ નેટવર્કના ડોક્ટર વંદના પ્રસાદે જણાવ્યું કે, આંકડા માત્ર ફૂડ ઈનસિક્યુરિટી જ નહીં પરંતુ સામાજિક-આર્થિક વિકાસની વિસંગતતા પણ દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...