તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Indian Spending 83% More Time On The OTT Platform; Lockdown Had The Highest Number Of Viewers Of The Original Series, Spending The Most Time Watching The Movie

ભાસ્કર ડેટા સ્ટોરી:ભારતીયો OTT પ્લેટફોર્મ પર 83% વધુ સમય પસાર કરી રહ્યા છે; લોકડાઉનમાં ઓરિજિનલ સિરીઝ જોનારા લોકોની સંખ્યા સૌથી વધુ હતી, સૌથી વધુ સમય મૂવી જોવામાં પસાર કર્યો

એક વર્ષ પહેલા
  • 2020ના શરૂઆતના ત્રણ મહિનામાં ભારતમાં OTT પ્લેટફોર્મને 2019ના છેલ્લા ત્રણ મહિનાની સરખામણીએ 13% વ્યૂઝ મળ્યા
  • લોકડાઉનમાં zee5ના સબ્સ્ક્રાઇબર સૌથી વધારે 80% વધ્યા, એમેઝોન પ્રાઈમ 67% નવા સબ્સ્ક્રાઇબરની સાથે બીજા નંબરે

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા'નું પ્રીમિયર 24 જુલાઈએ OTT પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર થયું હતું. ટ્રેડ એનાલિસ્ટ્સના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસમાં જ આ ફિલ્મને 7.5 કરોડથી વધુ લોકોએ જોઈ છે. કોરોનાકાળમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ બીજી સૌથી મોટી ફિલ્મ છે. અગાઉ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરનાની ગુલાબો-સિતાબો પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

છેલ્લા ચાર મહિનામાં OTT પ્લેટફોર્મસ પર ન માત્ર યુઝર વધ્યા છે પરંતુ યુઝર ટાઈમ સ્પેન્ડ પણ વધ્યો છે. લોકો મૂવી જોવામાં સૌથી વધારે સમય પસાર કરી રહ્યા છે. વિવિધ પ્લેટફોર્મસ પર આવનારી ઓરિજનલ સીરિઝ જોનારા લોકોની સંખ્યા પણ વધી છે.

કોરોનાકાળમાં OTT પ્લેટફોર્મ્સ પર 83% વધારે સમય પસાર કરી રહ્યા છે લોકો
ઈન્વેસ્ટ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાકાળમાં એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર જેવા OTT પ્લેટફોર્મ પર યુઝર્સનો ટાઈમ સ્પેન્ડ 82.63% વધ્યો છે. આ દરમિયાન યુ-ટ્યૂબ જેવા ફ્રી એક્સેસ પ્લેટફોર્મ પર દેશના લોકોએ 20.5 ટકાથી વધુ સમય પસાર કર્યો છે.

લોકડાઉનની શરૂઆતમાં 13% વ્યૂઝ વધ્યા
વર્ષ 2020ના પ્રથમ 3 મહિનામાં ભારતમાં OTT પ્લેટફોર્મ્સને 30 હજાર કરોડ વ્યૂઝ મળ્યા હતા. વર્ષ 2019માં ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાની સરખામણીએ આ આંકડો 13% વધારે છે. આ આંકડાઓ તે સમયના છે જ્યારે કોરોનાવાઈરસની શરૂઆત થઈ હતી અને દેશમાં લોકડાઉનની શરૂઆત થઈ હતી. વર્ષ 2020ના બીજા ત્રિમાસિકગાળામાં અર્થાત એપ્રિલથી જૂન મહિનામાં આ આંકડાઓ વધારે હોઈ શકે છે.

લોકડાઉનમાં zee5ના સબસ્ક્રાઈબર્સ 80% વધ્યા, એમેઝોન પ્રાઈમ બીજા નંબરે
માર્કેટ રિસર્ચ વેબસાઈટ વેલોસિટી MRના રિસર્ચ અનુસાર, 25 માર્ચથી 8 જૂન દરમિયાન zee ગ્રૂપના OTT પ્લેટફોર્મ zee5ના 80% સબસ્ક્રાઈબર્સ વધ્યા છે. 67% યુઝર્સના વધારા સાથે એમેઝોન પ્રાઈમ બીજા નંબરે છે. નેટફ્લિક્સના 65% સબસ્ક્રાઈબર્સ વધ્યા છે. ALT બાલાજીને પણ આ દરમિયાન ફાયદો થયો છે. આ OTT પ્લેટફોર્મના 60% નવા સબસ્ક્રાઈબર્સ વધ્યા છે.

સ્પોર્ટ્સ ટેલિકાસ્ટ બંધ થવા પર OTTના દર્શકોની સંખ્યા વધી
લોકડાઉનને લીધે સ્પોર્ટ્સની ગતિવિધિઓ પર રોક લાગી છે. તેની અસર OTT પ્લેટફોર્મ પર જોવા મળી છે. સ્પોર્ટ્સ ટેલિકાસ્ટ જોનારા દર્શકોનો સમય લગભગ શૂન્યએ પહોંચી ગયો છે. ટીવી સિરિયલ્સની શૂટિંગ બંધ હોવાથી ટીવી શૉ જોનારા દર્શકોની સંખ્યા પણ ઘટી છે. તેને લીધે સિંડિકેટેડ કન્ટેન્ટના યુઝર્સમાં 44%નો ઘટાડો આવ્યો છે.

OTT પ્લેટફોર્મનું માર્કેટ આવનારા 3 વર્ષમાં 12 હજાર કરોડનું બનશે
વર્ષ 2018 સુધી ભારતમાં OTT પ્લેટફોર્મનું માર્કેટ 2150 કરોડ રૂપિયાનું હતું. વર્ષ 2019ના અંત સુધીમાં તે વધીને 2185 કરોડ રૂપિયાનું થયું હતું. અર્થાત 1 વર્ષમાં માર્કેટને 35 કરોડનો ફાયદો થયો હતો. અકાઉન્ટિંગ ફર્મ પ્રાઈસવૉટર હાઉસ કૂપર્સે વર્ષ 2023 સુધી આ માર્કેટ 11 હજાર 977 કરોડ રૂપિયાનું થાય તેવું અનુમાન કર્યું છે, પરંતુ કોરોનાકાળમાં OTT પ્લેટફોર્મ્સ પર યુઝર્સની સંખ્યા વધી છે. તેથી આ આંકડો વધી પણ શકે છે.

અન્ય સમાચારો પણ છે...