• Gujarati News
  • National
  • Indian Soldiers Opened Fire And Shot Dead; The Army Said That The Pakistan Army Should Take Away The Body Of Its Soldier

LOC પર પાકિસ્તાની ઠાર:ભારતમાં ઘૂસવાની ફિરાકમાં હતો ત્યાં જ ભારતીય જવાનોએ પળનોય વિલંબ કર્યા વિના ઉડાવી દીધો; સેનાએ કહ્યું- હિંમત હોય તો પાકિસ્તાન આર્મી સૈનિકનો મૃતદેહ લઈ જાય

શ્રીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનાના એક સીનિયર અધિકારીએ કહ્યું- ઘુસણખોરની ઓળખ મોહમ્મદ શબ્બીર મલિક તરીકે થઈ છે, જે પાકિસ્તાની સૈનિક છે

જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં LOC પાર કરીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા પાકિસ્તાની સૈનિકને ભારતીય જવાનોએ ઠાર કર્યો છે. રવિવારે ભારતીય સેનાએ શનિવાર સાંજે થયેલી ઘુસણખોરીના આ પ્રયાસની જાણકારી મીડિયાને આપી છે. સેનાના એક સીનિયર અધિકારીએ કહ્યું- ઘુસણખોરની ઓળખ મોહમ્મદ શબ્બીર મલિક તરીકે થઈ છે. તે પાકિસ્તાની સૈનિક છે. મોતને ભેટેલો પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)નો મેમ્બર હોય શકે છે.

પાકિસ્તાનની BATના મેમ્બર્સ પહેલાં પણ ભારતીય સરહદમાં ઘુસીને હુમલાઓ કરવાના પ્રયાસો કરતા રહ્યાં છે.

મીડિયાને ઘુસણખોર ઠાર થયો બાદ આ તસવીર સૈન્ય સોર્સે આપી છે.
મીડિયાને ઘુસણખોર ઠાર થયો બાદ આ તસવીર સૈન્ય સોર્સે આપી છે.

મેજર જનરલ એએસ પંઢારકરે કહ્યું- અમને જેવી જ ઘુસણખોરીની જાણ થઈ અમે ઘુસણખોરોને ઠાર કર્યો. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી આ હરકત ગત વર્ષે ફેબ્રુઆરીમાં કરાયેલી સીઝફાયર સમજૂતીનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.

મૃતકની પાસેથી એકે-47 રાયફલ સહિત બીજા હથિયારો અને 7 હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા. ભારતે હોટલાઈનથી પાકિસ્તાનને પોતાના સૈનિકની લાશને લઈ જવાનું કહ્યું છે. પાકિસ્તાની સેનાએ આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.

ઘુસણખોરની પાસે હતું પાકિસ્તાની ID કાર્ડ

ઘુસણખોરની ઓળખ પાકિસ્તાની ID કાર્ડ અને વેક્સિનેશન સર્ટિફિકેટથી થઈ.
ઘુસણખોરની ઓળખ પાકિસ્તાની ID કાર્ડ અને વેક્સિનેશન સર્ટિફિકેટથી થઈ.

પંઢારકરે જણાવ્યું- શનિવારે સાંજે LACની પાસે પાકિસ્તાની વિસ્તારમાં એક વ્યક્તિને હથિયારની સાથે નોટિસ કર્યો. જે બાદ સતત તેની મૂવમેન્ટને મોનિટર કરવામાં આવી અને જ્યારે તે ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કર્યો તો ઠાર થયો. તપાસ દરમિયાન તેની પાસેથી પાકિસ્તાની ID કાર્ડ અને કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ મળ્યું. આ ઘટનાથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાન સતત ભારતીય સરહદમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.

TTPની સાથે પણ તણાવ યથાવત
પાકિસ્તાની સેના હાલ અનેક મોરચે એક સાથે લડી રહી છે. હાલમાં જ પાકિસ્તાની સેનાના સિક્યોરિટી ફોર્સે ઉત્તરી વજીરિસ્તાનના મીર અલી શહેરમાં તાલિબાનના ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તાલિબાનોએ ફાયરિંગ કરતા 4 સૈનિકોના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અફઘાન તાલિબાનની સાથે ડૂરંડ લાઈન અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે.

મોટા દેવાં હેઠળ છે પાકિસ્તાન
ઈમરાન સરકારના સાડા 3 વર્ષના કાર્યકાળમાં દેશ આર્થિક રીતે એકદમ બરબાદ થઈ ગયો છે. તો બીજી બાજુ તેઓ જેમને પોસી રહ્યાં છે તે આતંકીઓ જ હવે તેમના માટે ગળાનું હાડકું બની રહ્યાં છે. આટલું થયું હોવા છતા પાકિસ્તાની સેના બીજા દેશોમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...