આ નેતાઓના જીવનમાં ફરી શરણાઈ ગુંજી:કોઈએ 50 પછી તો કોઈએ 88 વર્ષે કર્યા લગ્ન, મોટી ઉંમરે 6 ચર્ચિત નેતા બન્યા વરરાજા

એક મહિનો પહેલા
  • ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ છૂટાછેડાની રાહ જુએ છે, ફરી લગ્ન માટે તૈયાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને ફરી ચર્ચામાં છે. આ વિશે ભરતસિંહ સોલંકીએ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી કે તેઓ છૂટેછેડાની રાહ જુએ છે અને જો કોઈ તેમને અપનાવવા માટે તૈયાર હોય તો તેઓ ત્રીજા લગ્ન માટે પણ તૈયાર છે. જોકે 68 વર્ષની ઉંમરે ભરતસિંહ સોલંકી લગ્ન કરે તો એમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે ભારતીય રાજનીતિમાં આ પહેલાં પણ અમુક નેતાએ 50 પાર કર્યા પછી લગ્ન કરી ચૂક્યા છે. તો આવો... જાણીએ એવા નેતાઓ વિશે, જેમને ઉંમરની કોઈ સીમા નડી નથી અને તેમણે વનપ્રવેશ કર્યા પછી પણ લગ્ન કર્યા છે...

મુલાયમ સિંહ યાદવ: મુલાયમ સિંહ યાદવે પણ બે લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીના નિધન પછી 64 વર્ષની ઉંમરે તેમણે તેમની પાર્ટીની કાર્યકર સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા છે. સાધના મુલાયમ સિંહ કરતાં 20 વર્ષ નાનાં છે. મુલાયમ સિંહે જ્યારે બીજા લગ્ન કર્યા ત્યારે તેમના અખિલેશ યાદવના પણ લગ્ન થઈ ગયા હતા.

મુલાયમ સિંહ પત્ની સાધના સાથે.
મુલાયમ સિંહ પત્ની સાધના સાથે.

દિગ્વિજય સિંહ: મધ્યપ્રદેશના પૂર્વ મંખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્વિજય સિંહે 68 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. પત્રકાર અમૃતા રાય સાથ દિગ્વિજય સિંહનું અફેર ચાલતું હતું. બંનેના સંબંધ ખૂબ ચર્ચામાં રહ્યા પછી અંતે 2015માં દિગ્વિજય સિંહ અને અમૃતા રાયે લગ્ન કરી લીધા હતા. અમૃતાએ તેના લગ્નની માહિતી ફેબસુક દ્વારા લોકોને આપી હતી. નોંધનીય છે કે અમૃતા દિગ્વિજય સિંહ કરતાં 24 વર્ષ નાની છે. અમૃતા સાથે લગ્ન સમયે દિગ્વિજ સિંહનો દીકરો જયવર્ધન પણ લગ્નની ઉંમરે પહોંચી ગયો હતો. પિતાના લગ્નના થોડાં જ વર્ષોમાં જયવર્ધનના પણ લગ્ન થયા હતા.

દિગ્વિજય સિંહ પત્ની અમૃતા રાય સાથે.
દિગ્વિજય સિંહ પત્ની અમૃતા રાય સાથે.

શશિ થરૂર: શશિ થરૂરે 22 ઓગસ્ટ 2010ના રોજ સુનંદા પુષ્કર સાથે ફરી લગ્ન કર્યા હતા. એ સમયે 54 વર્ષના શશિ થરુરના આ ત્રીજા લગ્ન હતા. તેમના લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. થરૂરને પહેલી પત્નીથી બે દીકરા છે. થરૂરના સુનંદા સાથેના લગ્ન સમયે આ બંને દીકરા વ્યસ્ક હતા. જોકે શશિ થરૂરનું સુનંદા સાથેનું લગ્નજીવન બહુ લાંબું ના ટકી શક્યું. લગ્નના 4 વર્ષ પછી જ સુનંદાનું રહસ્યમય રીતે મોત થઈ ગયું છે અને હજી પણ આ રહસ્યમય અકબંધ છે કે તેની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે.

શશિ થરૂર સાથે સુનંદા.
શશિ થરૂર સાથે સુનંદા.

મનોજ તિવારી: બીજેપી સાંસદ મનોજ તિવારીએ 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. તેમણે પહેલી પત્નીથી ડિવોર્સ લીધાનાં 10 વર્ષ પછી 2020માં ફરી લગ્ન કર્યા હતા. મનોજ તિવારીએ કોરોનાના સમયગાળામાં લોકડાઉન દરમિયાન સુરભિ સાથે લગ્ન કર્યા હતા. અત્યારે મનોજ તિવારી અને સુરભિને એક દીકરી પણ છે. મનોજ તિવારીને પહેલી પત્ની રાનીથી પણ એક દીકરી છે. તેનું નામ જિયા છે. મનોજ તિવારીએ લગ્ન પછી કહ્યું હતું કે જિયાની જીદને કારણે જ તેણે લોકડાઉનમાં જ સુરભિ સાથે લગ્ન કર્યા હતા.

મનોજ તિવારી સાથે સુરભિ સાથે.
મનોજ તિવારી સાથે સુરભિ સાથે.

મુકુલ વાસનિક: કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે 60 વર્ષની ઉંમરે માર્ચ 2020માં તેમની જૂની ખાસ મિત્ર રવિના ખુરાના સાથે લગ્ન કર્યા હતા. મુકુલ વાસનિક ત્યાં સુધી અનમેરિડ જ હતા. દિલ્હીમાં યોજાયેલા આ લગ્નમાં મોટા ભાગના રાજનેતાઓએ હાજરી આપી હતી. નોંધનીય છે કે કોંગ્રેસના પ્રમુખ દલિત ચહેરામાં એક મુકુલ વાસનિક મહારાષ્ટ્રના પ્રમુખ નેતા બાલકૃષ્ણના પુત્ર છે.

એન.ડી. તિવારી: ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યંમત્રી રહેલા અને કોંગ્રેસનેતા સ્વર્ગસ્થ નારાયણ દત્ત તિવારીએ 88 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. 2014માં 70 વર્ષની ઉંમરે ઉજ્જવલા શર્મા સાથે એન.ડી તિવારીએ લગ્ન કર્યા હતા. હકીકતમાં એન.ડી તિવારીને ઉજ્જવલાથી એક દીકરો પણ હતો, પરંતુ તિવારીએ તે દીકરાને તેનું નામ નહોતું આપ્યું. કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો. 6 વર્ષ કેસ ચાલ્યા પછી કોર્ટે પણ રોહિત શેખરને એનડી તિવારીનો દીકરો માન્યો હતો. ત્યાર પછી એનડી તિવારીએ ઉજ્જવલાને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા.

એન.ડી.તિવારીએ 88 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા.
એન.ડી.તિવારીએ 88 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...