• Gujarati News
  • National
  • Indian Navy Deploys Warship In South China Sea After Clashes In Galvan Valley, Also Approaches US Navy

ભારતની કાર્યવાહી:ભારતીય નૌસેનાએ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પછી સાઉથ ચાઈના સીમાં વોરશીપ તહેનાત કર્યા, અમેરિકન નેવીનો પણ સંપર્ક કર્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાઉથ ચાઈના સીમાં ભારતીય નૌસેનાના વોરશીપની તહેનાતી પર ચીનની નૌસેનાએ વિરોધ વ્યક્ત કર્યો
  • અમેરિકાની નૌસેનાએ પણ આ દરમિયાન પોતાના વોરશીપ સાઉથ ચાઈના સીમાં તહેનાત કર્યા હતા

ગલવાન ઘાટીમાં 15 જૂનના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યાર પછી ભારતીય નૌસેનાએ સાઉથ ચાઈના સીમાં વોરશીપ તહેનાત કરી દીધા છે. બન્ને દેશ વચ્ચે ડિપ્લોમેટિક સ્તરે વાતચીત શરૂ થઈ તો ચીને સૌથી પહેલા ભારતના આ પગલાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

વાસ્તવમાં 2009થી લઈ અત્યાર સુધી ચીન સતત આ ક્ષેત્રમાં પોતાના સૈનિકોની હાજરી વધારી રહ્યું છે. બીજી તરફ તે ભારતના સૈનિકોની હાજરીનો વિરોધ પણ કરી રહ્યું છે.

આ વિસ્તારમાં ચીન હંમેશા પોતાનો દાવો કરતું રહ્યું છે
આ અંગે સરકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ કહ્યું કે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યાર પછી ભારતીય નૌસેનાએ પોતાના વોરશીપ સાઉથ ચાઈના સીમાં તહેનાત કરી દીધા હતા. જો કે આને લઈને પીપલ્સ લિબરેશન આર્મીએ વિરોધ વ્યક્તિ કર્યો હતો. કારણ કે આ વિસ્તારને લીને ચીન હંમેશા પોતાનો દાવો કરતું રહ્યું છે.

ભારતીય નૌસેનાએ અમેરિકાની નૌસેના સાથે સંપર્ક જાળવી રાખ્યો
ભારતીય નૌસેનાની વોરશીપની સાઉથ ચાઈના સીમાં તહેનાતી પછી ચીનની નૌસેના અને રક્ષા સેનાએ ભારત સામે આ મુદ્દાને લઈને ફરીયાદ પણ કરી હતી. આ દરમિયાન અમેરિકાની નૌસેનાએ પણ પોતાની વોરશીપ સાઉથ ચાઈના સીમાં તહેનાત કરી હતી. આ દરમિયાન ભારતીય નૌસેનાએ અમેરિકાની નૌસેના સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.

વાસ્તવમાં આ નિયમિત ડ્રિલ હતી, તે અંતર્ગત ભારતીય નૌસેનાની વોરશીપને આ વિસ્તારમાં હાજર બીજા દેશોની વોરશીપ વિશે અપડેટ કરાઈ હતી. ભારતીય નૌસેનાએ આ મિસનને સંતુલિત પણે પાર પાડ્યું હતું. તેમા કોઈપણ પ્રકારની પબ્લિસિટી કરાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...