• Gujarati News
  • National
  • Indian Diaspora Extends A Warm Welcome To PM Modi In Berlin, Germany. PM Narendra Modi With Kids

PMની બાળકો સાથે મસ્તી:'ભારત મા, તેરે લિયે જિયેંગે તેરે લિયે મરેંગે', જર્મનીમાં બાળકે ગાયું દેશભક્તિનું ગીત; મોદીએ ચપટી વગાડી સાથ આપ્યો

22 દિવસ પહેલા
  • માન્યાને વડાપ્રધાને પૂછ્યું તેં મારું સ્કેચ કેમ બનાવ્યું? જવાબ મળ્યો- તમે મારા આઇકન છો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશોના ત્રણ દિવસના પ્રવાસ પર છે. PM મોદી આજે જર્મની પહોંચ્યા છે. અહીં પાટનગર બર્લિનમાં ભારતીયોએ ઉત્સાહપૂર્વક વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત સમયે અમુક બાળકોએ તેમનું દિલ જીતી લીધું હતું. અહીં એક બાળક પાસે મોદીએ દેશભક્તિનું ગીત સાંભળ્યું હતું. બાળકે 'ભારત મા, તેરે લિયે જિયેંગે તેરે લિયે મરેંગે' ગીત ગાયું હતું અને વડાપ્રધાને ચપટી વગાડીને સાથ આપ્યો હતો. આ ઉપરાંત એક બાળકી વડાપ્રધાનનો સ્કેચ બનાવીને લઈને આવી હતી.

મોદીનો બાળક પ્રેમ દેખાયો
બર્લિન પહોંચ્યા પછી વડાપ્રધાન મોદીનો બાળક પ્રેમ પણ જાગી ગયો. ભારતીય સમુદાયના લોકોને મળ્યા એ દરમિયાન મોદી બાળકોને જોઈને તેમનો બાળક પ્રેમ ના રોકી શક્યા. તેઓ બાળકો સાથે મસ્તી કરતા અને વાતો કરતા દેખાયા હતા. અહીં એક છોકરાએ મોદીને દેશભક્તિનું ગીત સંભળાવ્યું હતું અને એ દરમિયાન મોદીએ ચપટી વગાડીને તેને સાથ પણ આપ્યો હતો. ભારતીય મૂળના બાળકે મોદીને જન્મભૂમિ ભારત, હૈ કર્મભૂમિ ભારત- હૈ વંદનીય ભારત, અભિનંદનીય ભારત જીવન સુમન ચઢા કર, આરાધના કરેંગે તેરી જનમ-જનમ ભર, હમ વંદના કરેંગે...ગીત સાંભળ્યું હતું. ત્યાર પછી તેમણે એક બાળકને ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

બાળકીએ મોદીને કહ્યું- તમે મારા ફેવરિટ આઈકન છો
વડાપ્રધાન મોદીના સ્વાગતમાં આવેલી એક બાળકીએ મોદીનો સ્કેચ બનાવ્યો હતો. આ બાળકીનું નામ માન્યા છે. વડાપ્રધાન મોદીએ માન્યા સાથે વાત કરતાં પૂછ્યું કે તમે આ શું બનાવ્યું છે? ત્યારે માન્યાએ કહ્યું કે તમારી તસવીર. એ જોઈને વડાપ્રધાને પૂછ્યું- કેમ? તો માન્યાએ જવાબ આપ્યો હતો કે તમે મારા ફેવરિટ આઈકન છો. વડાપ્રધાને આગળ માન્યાને પૂછ્યું હતું કે- આ તસવીર બનાવતા કેટલો સમય લાગ્યો? ત્યારે માન્યાએ જવાબ આપ્યો કે એક કલાક. ત્યાર પછી વડાપ્રધાને આ સ્કેચ પર માન્યાને ઓટોગ્રાફ પણ આવ્યો હતો.

આ સિવાય પણ વડાપ્રધાને સ્વાગત સમયે એક બાળકી સાથે વાત કરી હતી અને વાતચીતમાં બેવાર તેના માથા પર ટપલી મારીને તેને આશીર્વાદ પણ આપ્યા હતા.

વડાપ્રધાન 3 દિવસના વિદેશપ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ત્રણ દિવસની યુરોપ મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત માટે તેઓ પહેલા જર્મની પહોંચ્યા છે. ત્યાર પછી તેઓ ડેનમાર્ક અને ત્યાર પછી ફ્રાન્સની મુલાકાતે જશે. યુરોપના ત્રણ દેશની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુલ 65 કલાકમાં 25 મીટિંગ્સમાં સામેલ થવાના છે. આ દરમિયાન તેઓ 8 વૈશ્વિક નેતાની પણ મુલાકાત કરશે.

નોંધનીય છે કે વર્ષ 2022ની વડાપ્રધાનની આ પહેલી વિદેશયાત્રા છે. તેમની આ ત્રણ દિવસની વિદેશયાત્રામાં વડાપ્રધાન મોદી ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ સાથે પણ મુલાકાત કરવાના છે. મોદી એક રાત જર્મની અને એક રાત ડેનમાર્ક રોકાવાના છે. ત્યાર પછી ફ્રાન્સ જઈને ફરી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંક્રોન પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...