તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Council Of Medical Research ICMR । Issues Advisory For COVID19 Testing । Second Wave Of Pandemic

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICMRની નવી એડ્વાઈઝરી:કોરોના પોઝિટિવ દર્દીએ ડિસ્ચાર્જ વખતે RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી, એકથી બીજા રાજ્યોમાં જતી વખતે પણ જરૂરિયાત વગર ટેસ્ટ ના કરવા

10 દિવસ પહેલા

દેશમાં દિવસેને દિવસે વધતા કોરોનાના કેસની સાથે ટેસ્ટિંગમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકો હવે મોટી માત્રામાં ટેસ્ટ કરાવી રહ્યા છે. તેના કારણે સમગ્ર દેશની લેબોરેટરી ઉપર પણ પ્રેશર ઉભુ થઈ રહ્યું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોના ટેસ્ટિંગ વિશે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

તેમાં લેબ પર દબાણ ઓછુ કરવા અને RT-PCR ટેસ્ટ ઘટાડવા અને રેપિડ એન્ટિજન ટેસ્ટ વધારવાનું સુચન આપ્યું છે. ICMRનું કહેવું છે કે, સંક્રમણની બીજી લહેરમાં ટેસ્ટિંગ લેબ્સ પર ખૂબ ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં ટેસ્ટિંગનો ટાર્ગેટ પૂરો કરવામાં મુશ્કેલી થઈ રહી છે. પરિણામે લેબ કર્મચારીઓ પણ સતત સંક્રમિત થઈ રહ્યા છે.

ICMRએ એડ્વાઈઝરીમાં કહ્યું છે કે, રેપિટ એન્ટિજન ટેસ્ટને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. તેને 2020માં માન્યતા આપવામાં આવી છે. હવે તેનો ઉપયોગ ઓછો કરવામાં આવી રહ્યો છે. કન્ટેન્ટમેન્ટ ઝોન અથવા અમુક હેલ્થ સેન્ટરમાં જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી માત્ર 20 મિનિટમાં જ કોરોના સંક્રમણનો ખ્યાલ આવી જાય છે. આ ટેસ્ટને પ્રોત્સાહન આપવામાં આવે તો લેબોરેટરી ઉપરનું ભારણ ઓછું થઈ શકે છે.

લેબ્સમાં દબાણ ઓછું કરવા માટે ICMRનું સુચન

 • એક વાર કોઈ એક વ્યક્તિ પોઝિટિવ આવે તે પછી તેને ફરી RT-PCR અથવા રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાની જરૂર નથી.
 • કોરોનાથી સાજા થયા પછી દર્દીને ડિસ્ચાર્જ વખતે ટેસ્ટ જરૂરી નથી.
 • એક સ્વસ્થ વ્યક્તિ જો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરતો હોય તો તેને ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તેનાથી લેબ પર પ્રેશર વધે છે.
 • જેમને કોરોનાના લક્ષણ હોય તેમણે બિનજરૂરી ટ્રાવેલ ના કરવું જોઈએ. તેના કારણે સંક્રમણ ફેલાય છે
 • જે લોકોમાં કોરોના લક્ષણ નથી તેમણે પણ ટ્રાવેલિંગ દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.
 • રાજ્યોને્ મોબાઈલ સિસ્ટમ દ્વારા RT-PCR ટેસ્ટ વધારવા પર ભારણ આપવું જોઈએ.
 • ભારતમાં રોજની 15 લાખ ટેસ્ટની ક્ષમતા

ભારતમાં ટેસ્ટિંગનો ઓવરઓલ પોઝિટિવ રેટ 20 ટકા કરતા વધારે છે. મોત ઘણી વધારે થઈ રહી છે. તેના પર નિયંત્રણ મેળવવા આઈસોલેશન અને હોમ બેસ્ડ ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવું જરૂરી છે. ભારતમાં અત્યારે 2506 મોલિક્યુલર ટેસ્ટિંગ લેબોરેટરી ચે. તેમાં ઘણાં પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરેકને ભેગા કરીને ભારતમાં 15 લાખ ટેસ્ટ રોજ કરવામાં આવી રહ્યા છે.

રેપિડ ટેસ્ટ વિશે ICMRએ કહ્યું

 • શહેરો અને ટાઉનમાં ઘણી જગ્યાએ રેપિડ એન્ટિજન ટેસ્ટ માટે બુથની વ્યવસ્થા કરવામાં આવે
 • આ બુથ પર સાત દિવસ 24 કલાક ટેસ્ટિંગ કરવામાં આવે
 • સ્કૂલ-કોલેજ અને કોમ્યુનિટિ સેન્ટરમાં પણ રેપિડ એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવે
 • ખાનગી અને સરકારી હેલ્થકેર ફેસિલિટીમાં રેપિડ ટેસ્ટને સામેલ કરવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો