તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Indian B.1.617 Variant Of Corona Found In 44 More Countries Who Calls This Variant Worrisome

B.1.617:ભારતમાં ફેલાયેલો આ વેરિયન્ટ દુનિયા માટે જોખમી, WHOએ કહ્યું - 44 દેશો સુધી પહોચ્યો; એન્ટિબોડિ લેયર તોડવા પણ સક્ષમ

2 મહિનો પહેલા
  • દેશમાં B.1.617 વેરિયન્ટ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો
  • ભારતમાં ઝડપથી ફેલાયેલી બીજી લહેરનું કારણ આ વેરિયન્ટને માનવામાં આવે છે

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. જોકે છેલ્લાં કેટલાક દિવસોથી રોજના કેસ, બોઝિટિવટી રેટ, એક્ટિવ દર્દીઓ સાથે જોડાયેલા આંકડા રાહત આપનારા છે. તેમ છતાં કોરોના વાયરસનો આ વેરિયન્ટ હવે દુનિયાના 44 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. દેશમાં B.1.617 વેરિયન્ટ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)નું કહેવું છે કે, કોરોનાનો આ વેરિયન્ટ 44 દેશોમાં ડિટેક્ટ થયો છે. આ દરેક દેશ વિશ્વ સ્વાસ્થય સંગઠનના દરેક 6 રીજનમાં આવેલા છે.

WHOના જણાવ્યા પ્રમાણે ભારતમાં નોંધાયેલો B.1.617 વેરિયન્ટ ખૂબ જોખમી છે. ભારતમાં ઝડપથી ફેલાયેલી બીજી લહેરનું કારણ આ વેરિયન્ટને માનવામાં આવે છે. તો આવો જાણીએ કે, ભારતીય વેરિયન્ટ હાલના સમયમાં ચિંતાનું કારણ કેમ છે.

ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ વધારે સરળતાથી સંક્રમણ ફેલાવે છે B.1.617
આ વેરિયન્ટ વાયરસના ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ વધારે સરળતાથી ફેલાઈ રહ્યો છે. કોરોના પર કામ કરતાં WHOના વૈજ્ઞાનિક મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે, કોરોના B.1.617 વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. WHOના જણાવ્યા પ્રમાણે B.1.617 વેરિયન્ટ વાયરસની સંક્રમણ ક્ષણતા ઘણી વધારે છે.

આ વેરિયન્ટના અમુક મ્યુટેશન એવા છે જે ટ્રાન્સમિશન વધારે છે
આ વેરિયન્ટના અમુક મ્યુટેશન એવા છે જે ટ્રાન્સમિશન વધારે છે

એન્ટિબોડી થતાં રોકે છે આ વેરિયન્ટ
અમેરિકા અને બ્રિટન સહિત ઘણી નેશનલ હેલ્થ ઓથોરિટીઝ ભારતીય વેરિયન્ટ B.1.617 વિશે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વેરિયન્ટના અમુક મ્યુટેશન એવા છે જે ટ્રાન્સમિશન વધારે છે અને વેક્સિન અથવા નેચરલ ઈન્ફેક્શન પછી પણ એન્ટિબોડીઝ બનતા રોકે છે.

એન્ટિબોડીનું લેયર તોડવાની ક્ષમતા
કોવિડ-19ના ભારતીય વેરિયન્ટ B.1.617માં વેક્સિનથી ડેવલપ થયેલી એન્ટીબોડી ઉપર પણ અસર કરવાની ક્ષમતા છે. કોરોનાનો આ વેરિયન્ટ વેક્સિનના કારણે તૈયાર થયેલા સુરક્ષાત્મક લેયરથી બચી જાય છે. ભારત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ મોટા ભાગના લોકો માટે વેક્સિનને જ સુરક્ષિત ગણાવી છે.

WHOએ કોવિડના ભારતીય વેરિયન્ટને વૈશ્વિક સ્તર પર ચિંતાજનક કેટેગરીમાં દર્શાવ્યો
WHOએ કોવિડના ભારતીય વેરિયન્ટને વૈશ્વિક સ્તર પર ચિંતાજનક કેટેગરીમાં દર્શાવ્યો

આ વેરિયન્ટ 2.6 ગણો વધારે ઝડપથી ફેલાય છે
ગ્લોબલ ઈનિશેટિવ ઓન શેરિંગ ઓલ ઈન્ફ્લુઅન્ઝ ડેટા (GISAID) પ્રમાણે કોરોનાનો ભારતીય વેરિયન્ટ કોરોનાના ઓરિજિનલ વેરિયન્ટની સરખામણીએ 2.6 ગણો વધુ ઝડપથી ફેલાય છે. WHOએ પણ આ વાત સ્વીકારી છે. આ જ કારણ છે કે, ભારતમાં કોરોના સંક્રમણના કેસ અને તેનાથી થતાં મૃત્યુની સંખ્યા ઝડપથી વધી રહી છે.
1.3 બિલિયન લોકોનો દેશ ભારત અમેરિકા પછી દુનિયામાં સૌથી વધારે સંક્રમિત દેશ છે. B.1.617 વેરિયન્ટ સિવાય કોરોનાના ઘણાં વેરિયન્ટ ભારતમાં ફેલાયેલા છે. WHOએ કોવિડના ભારતીય વેરિયન્ટને વૈશ્વિક સ્તર પર ચિંતાજનક કેટેગરીમાં દર્શાવ્યો છે.

આ વેરિયન્ટ પણ ચિંતાનો વિષય
ભારતીય વેરિયન્ટ સિવાય કોરોનાનો યુકે વેરિયન્ટ B.1.1.7 પહેલીવાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્ટમાં જોવા મળ્યો હતો. આ વેરિયન્ટની અસર યુરોપમાં વધારે જોવા મળી હતી. ભારતમાં પણ આ વેરિયન્ટ વાળા સંક્રમિત મળ્યા હતા. તે સિવાય સાઉથ આફ્રિકાનો B.1.351 અને બ્રાઝિલનો B.1.1.248 વેરિયન્ટ પણ ચિંતા જનક માનવામાં આવે છે. સાઉથ આફ્રિકાના વેરિયન્ટથી યુવાનોમાં વધારે સંક્રમણ જોવા મળ્યું હતું.

આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 32.9 લાખ લોકોના મોત થયાં
આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 32.9 લાખ લોકોના મોત થયાં

કોરોના વાયરસથી થતી મોત ચિંતાજનક
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને દેશમાં સંક્રમણનો દર અને મોતને ચિંતાજનક ગણાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં સ્વામીનાથને કહ્યું છે કે, ભારતમાં ઓગસ્ટ સુધીમાં 10 લાખ લોકોના મોતનો અંદાજ છે. તેમણે સરકારને ભલામણ કરી છે કે, તેઓ દેશમાં કેસ અને મોતના સાચા આંકડા રજૂ કરે.

કોરોનાના B.1.617 વેરિયન્ટ સાથે ભારતનું નામ જોડતા સરકારનો ખુલાસો
કોરોનાના નવા સ્ટ્રેનને ભારતીય ગણાવતા સરકારે વિરોધ વ્યક્ત કર્યો છે. સરકાર તરફથી બુધવારે કહેવામાં આવ્યું છે કે, B.1.617 વેરિયન્ટને દુનિયા માટે ચિંતાજનક ગણાવનાર વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના નિવેદનને ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં કવર કરવામાં આવ્યું છે. તેમાંથી ઘણાં રિપોર્ટ્સમાં આ વેરિયન્ટને ભારતીય કહેવામાં આવ્યો છે. પરંતુ આ રિપોર્ટ્સ પાયાવિહોણો છે. સરકારનો દાવો છે કે, WHOએ તેમના 32 પેજના ડોક્યુમેન્ટમાં B.1.617 વેરિયન્ટ સાથે ક્યાંય ભારતનું નામ નથી જોડ્યું.

સરકારના દાવાનો WHOએ કર્યો ખુલાસો
WHOની સાઉથ ઈસ્ટ ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ વાયરસ અથવા વેરિયન્ટ્સને કોઈ દેશના નામ સાથે નથી જોડતા. પરંતુ તેમની સાયન્ટિફિક નામથી ઓળખ કરવામાં આવે છે અને દરેક લોકોએ એવું જ કરવું જોઈએ.

કોરોના દુનિયામાં કેસ 15.86 કરોડ થયા
કોરોનાના વૈશ્વિક કેસ વધીને 15.86 કરોડ થયા છે. જ્યારે આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 32.9 લાખ લોકો તેમનો જીવ ગુમાવી ચૂક્યા છે. જોન્સ હોપકિંસ વિશ્વ વિદ્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. CSSEના જણાવ્યા પ્રમાણે દુનિયામાં સૌથી વધારે 3 કરોડ 27 લાખ 43 હજાર 117 કેસ અને 5 લાખ 82 હજાર 140 મોત સાથે અમેરિકામાં વિશ્વની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળે છે. સંક્રમણના સંદર્ભમાં ભારત 2 કરોડ 26 લાખ 62 હજાર 575 કેસ સાથે વિશ્વમાં બીજા ક્રમે છે.

અન્ય સમાચારો પણ છે...