• Gujarati News
  • National
  • Indian Army Warns: Stop Construction On LoC Or We Have Other Options, Frightened Pakistan Halts Work

બોર્ડર પર પાકિસ્તાની ષડયંત્ર:ઈન્ડિયન આર્મીની ચેતવણી- LoC પર બાંધકામ બંધ કરો નહીંતર અમારી પાસે બીજા રસ્તા પણ છે, ગભરાયેલા પાકિસ્તાને કામ અટકાવ્યું

એક મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર અને રઉફ ડાર
  • કૉપી લિંક

ચીન પછી હવે પાકિસ્તાન પણ ભારતીય સરહદ નજીક કન્સ્ટ્રક્શનના પ્રયાસો કરી રહ્યું હતું. આ બાંધકામ નોર્થ કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ સેક્ટરમાં LoC નજીક 500 મીટરના વિસ્તારમાં થઈ રહ્યું હતું. 21 ડિસેમ્બરે જ્યારે ભારતીય સેનાને આ વાતની જાણ થઈ કે તેઓએ માઈક પર પાકિસ્તાનીઓને ચેતવણી આપી છે અને આ ચેતવણી સાંભળીને પાકિસ્તાને કન્સ્ટ્રક્શનનું કામ અટકાવી દીધું છે. પાકિસ્તાનની આ હરકત LoCના પ્રોટોકોલ વિરૂદ્ધનું છે.

ઈન્ડિયન આર્મીએ 21 ડિસેમ્બરે પાકિસ્તાનના કન્સ્ટ્રક્શનની જાણ થઈ. જે બાદ અધિકારીઓએ તેને રોકવા માટે માઈક પર ચેતવણી આપી હતી.
ઈન્ડિયન આર્મીએ 21 ડિસેમ્બરે પાકિસ્તાનના કન્સ્ટ્રક્શનની જાણ થઈ. જે બાદ અધિકારીઓએ તેને રોકવા માટે માઈક પર ચેતવણી આપી હતી.

ભારતીય સેનાએ કહ્યું- કામ બંધ ન કર્યું તો કોઈ રિકવેસ્ટ નહીં કરીએ
ભારતીય સેનાના અધિકારીએ માઈક પર એનાઉન્સ કરતાં કહ્યું કે, 'આ બાંધકામને બંધ કરી દો, તમે અમારી વાત નહીં સાંભળો તો અમારે આગળની કાર્યવાહી કરવી પડશે. પ્રોટોકોલ મુજબ તમે આ જગ્યાએ કંઈ બાંધકામ ન કરી શકો તેથી તાત્કાલિક તમે આ કામ બંધ કરી દો.

તમે 500 મીટરની અંદર આવતા વિસ્તારમાં બાંધકામ કરી રહ્યાં છો. અમે તમને વારંવાર રિકવેસ્ટ કરી રહ્યાં છીએ, જો તમે તમારું કામ હવે બંધ ન કર્યું તો કોઈ જ રિકવેસ્ટ કરવામાં નહીં આવે. અમને બીજી કાર્યવાહી કરતા પણ આવડે છે.'

વાંચોઃ પેંગોન્ગ પાસે ચીને ફરી દબાણ કર્યું; હેલિપેડ, બોટ અને રસ્તાનું નિર્માણ કર્યું

આર્મી ઉપરાંત ટીટવાલ સેક્ટરના ગ્રામવાસીઓએ પણ માઈક પર પાકિસ્તાનને કન્સ્ટ્રક્શન બંધ કરવાનું કહ્યું છે, ગ્રામીણોએ પમ માઈક પર એનાઉન્સમેન્ટ કરીને પાકિસ્તાનને ચેતવણી આપી છે કે- 'અમે ગામના લોકો રિકવેસ્ટ કરીએ છીએ કે તમે મહેરબાની કરીને બાંધકામ બંધ કરી દો.'

21 ડિસેમ્બરે ભારતીય સેનાને પાકિસ્તાની કન્સ્ટ્રક્શનની જાણકારી આપી, જે બાદ અધિકારીઓએ માઈક પર પાકિસ્તાનીઓને ચેતવણી આપી છે.

કુપવાડા પોલીસે કહ્યું- પાકિસ્તાનીઓએ કામ રોકી દીધું
કુપવાડાના SSP યુગલ મનહાસે ભાસ્કર સાથેની વાતચીતમાં આ વાત કન્ફર્મ કરી છે કે પાકિસ્તાને ટીટવાલ સેક્ટરમાં કેટલાંક ગેરકાયદે કન્સ્ટ્રક્શન કરવાના પ્રયાસ કર્યા હતા. તેઓએ જણાવ્યું કે LoCના 500 મીટરની અંદર બાંધકામ ન કરી શકાય. પરંતુ જેવી જ અમે આપત્તિ વ્યક્ત કરી કે પાકિસ્તાને બાંધકામ અટકાવી દીધું હતું.

રિપોર્ટમાં દાવો- અરુણાચલમાં ચીને ગામ વસાવી દીધું
હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો ચીને ફરી ભારતીય સરહદ નજીકના વિસ્તારોમાં પોતાનો કબજો જમાવવાનો શરૂ કરી દીધો છે. નવી સેટેલાઈટ ઈમેજથી અરુણાચલ પ્રદેશમાં ચીને વધુ એક ગામ વસાવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેમાં લગભગ 60 ઈમારત બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સેટેલાઈટ ઈમેજથી ખ્યાલ આવ્યો હતો કે અરુણાચલમાં ચીને ગામ વસાવ્યું હતું જેમાં 60 બિલ્ડિંગ છે.

સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો થયો કે ચીને અરુણાચલ પ્રદેશમાં એક ગામ વસાવ્યું હતું જેમાં 60 બિલ્ડિંગ છે.
સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો થયો કે ચીને અરુણાચલ પ્રદેશમાં એક ગામ વસાવ્યું હતું જેમાં 60 બિલ્ડિંગ છે.

સેટેલાઈટ ઈમેજ મુજબ 2019 સુધી આ વિસ્તારમાં એક પણ એન્ક્લેવ ન હતો પરંતુ બે વર્ષ પછી ચીને કબજો કરીને નિર્માણ કરી દીધું છે. આ પહેલાં પણ અરુણાચલે એક વિસ્તારમાં ચીની સેનાના કબજાની જાણકારી સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...