તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pakistan Broke The Ceasefire For The Second Day In A Row, Killing Two Army Personnel In Rajouri

LOC પર ફાયરિંગ:પાકિસ્તાને સતત બીજા દિવસે સીઝફાયર તોડ્યું, રાજોરીમાં સેનાના બે જવાન શહીદ

શ્રીનગર8 મહિનો પહેલા
શહીદ થયેલા જવાન નાયક પ્રેમ બહાદુર ખત્રી(ડાબે) અને રાઈફલમેન સુખબીર સિંહ(જમણી). - Divya Bhaskar
શહીદ થયેલા જવાન નાયક પ્રેમ બહાદુર ખત્રી(ડાબે) અને રાઈફલમેન સુખબીર સિંહ(જમણી).

પાકિસ્તાન લાઈન ઓફ કન્ટ્રોલ(LOC) પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે તેણે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં ભારતીય આર્મીના બે જવાનો શહીદ થયા છે.

રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સેનાએ આજે રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ગોળીબાર કર્યો. તેમાં સેનાના બે જવાન નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઈફલમેન સુખબીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પછીથી તેમનુ મૃત્યુ થયું હતું.

એક દિવસ પહેલા જ જવાન સ્વતંત્ર સિંહ શહીદ થયા હતા
ગુરવાર બપોરે લગભગ 1.30 વાગ્યે પાકિસ્તાનના પુંછ જિલ્લાના કિરની અને શાહપુર સેક્ટરોમાં મોર્ટારની સાથે નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં સ્વતંત્ર સિંહ શહીદ થયા હતા. આ સિવાય એક નાગરીકને ઈજા થઈ હતી. સ્વતંત્ર સિંહ ઉતરાખંડના ગડવાલ જિલ્લાના રહેવાસી હતા. થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનની સેનાએ પુંછના ડિગવાર, માલતી અને દલ્લન વિસ્તારોમાં પણ સીઝફાયરનું વાયોલેશન કર્યું હતું.