તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Security Forces Killed 4 Militants In Kulgam And Pulwama; 5 Terrorists Wiped Out In Two Days

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ષડયંત્ર નિષ્ફળ:કુલગામ અને પુલવામામાં સુરક્ષાદળોએ 4 આતંકીને ઠાર કર્યા; બે દિવસમાં 5 આતંકીનો સફાયો

શ્રીનગર22 દિવસ પહેલા
  • મૃત્યુ પામેલા આતંકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા
  • પ્રથમ એન્કાઉન્ટર કુલગામના જોદાર વિસ્તારમાં થયું

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અહીંના કુલગામ અને પુલવામામાં બુધવારે એન્કાઉન્ટર થયું, જેમાં ચાર આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. આ પહેલાx મંગળવારે સાંજે કુપવાડા જિલ્લાના ગાંદર્સ વિસ્તારના હિજબુલ મુજાહિદ્દીનના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબૈદને ઠાર કરવામાં આવ્યો હતો. આ રીતે 24 કલાકમાં ઘાટીમાં કુલ 5 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. IGP કાશ્મીર વિજય કુમારે ગુરુવારે આ માહિતી આપી છે.

કુલગામના જોદાર વિસ્તારમાં એન્કાઉન્ટર
પ્રથમ એન્કાઉન્ટર કુલગામના જોદાર વિસ્તારમાં થયું. સુરક્ષાબળોના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં બે આતંકીને ઠાર કરવામાં આવ્યા. મૃત્યુ પામેલા આતંકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.

આ ફોટો પુલવામાના પુચલ વિસ્તારનો છે, જ્યાં સુરક્ષાબળોએ બે આતંકી ઠાર કર્યા છે.
આ ફોટો પુલવામાના પુચલ વિસ્તારનો છે, જ્યાં સુરક્ષાબળોએ બે આતંકી ઠાર કર્યા છે.

પુલવામાના પુચલમાં પણ આતંકીઓને ઠાર કરાયા
બીજું એન્કાઉન્ટર પુલવામાના પુચલ વિસ્તારમાં થયું. આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળવા પર સરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન એન્કાઉન્ટરમાં પણ બે આતંકી ઠાર થયા. બંનેની ઓળખ હાલ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં બીજા બે આતંકવાદીઓ પણ છુપાયા હોવાની શક્યતા છે. સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે.

થોડા દિવસ પહેલાં ડ્રોનથી બ્લાસ્ટ કરાયા હતા
પ્રથમ ઘટના
21 દિવસ પહેલાં શનિવારે અને રવિવાર દરમિયાન રાતે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી બે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં એરફોર્સ સ્ટેશનની છતને નુકસાન થયુ હતુ અને 2 જવાનો ઘાયલ પણ થયા હતા. ડ્રોન દ્વારા એરબેઝની અંદર IED નાખવામાં આવ્યો હતો. નુકસાન વધુ થયું ન હતું. આ આવા પ્રકારનો પ્રથમ હુમલો હતો. બંને બ્લાસ્ટ શનિવારે રાતે દોઢ વાગ્યાથી બેની વચ્ચે થયા. બ્લાસ્ટ ઈન્ડિયન એરક્રાફ્ટસની નજીક થયો હતો. આ જગ્યા ઈન્ટરનેશનલ બોર્ડરથી 14 કિલોમીટરના અંતરે છે.

વિસ્ફોટ બાદ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
વિસ્ફોટ બાદ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

બીજી ઘટના
રવિવારે-સોમવારની રાતે જમ્મુના જ કાલુચક મિલિટરી સ્ટેશન પર 2 ડ્રોન દેખાયાં હતાં. સેનાએ એને તોડવા માટે ફાયરિંગ કરી, પરંતુ એ અંધારામાં ગાયબ થઈ ગયાં. મિલિટરીએ સમગ્ર વિસ્તારમાં મોટે પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. DD ન્યૂઝના જણાવ્યા મુજબ, રવિવારે રાતે 11.30 વાગ્યે અને સવારે 1.30 વાગ્યે અનમેન્ડ એરિયલ વ્હીકલ(UAV) મિલિટરી બેસ પર જોવા મળ્યાં. એ પછીથી આર્મી અલર્ટ પર છે.

ત્રીજી ઘટના
અવંતિપોરાના હરિપરિ ગામમાં રહેનાર SPO ફૈયાઝ અહમદના ઘરમાં રવિવારે રાતે લગભગ 11 વાગ્યે કેટલાક હથિયારધારી લોકો જબરદસ્તીથી ઘૂસી આવ્યા. તેમણે પરિવાર પર જોરદાર ફાયરિંગ કર્યું. આ હુમલામાં અહમદ સિવાય તેમની પત્ની રાજા બાનો અને પુત્રી રાફિયા ગંભીરરૂપથી ઘાયલ થયા. થોડીવાર પછી અહમદ અને તેમની પત્નીએ જીવ ગુમાવ્યો. 25 વર્ષની રાફિયાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં તેનું મૃત્યુ થયું.