જમ્મુ-કાશ્મીર:સૈન્યએ પુલવામા જેવો આતંકી હુમલો ટાળ્યો, 52 કિલો વિસ્ફોટક જપ્ત

શ્રીનગર/નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
52 કિલો વિસ્ફોટક જપ્ત. - Divya Bhaskar
52 કિલો વિસ્ફોટક જપ્ત.

સૈન્યએ સતર્કતા દાખવતાં જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવો હુમલો નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ-કાશ્મીર હાઇવે નજીકથી 52 કિલો વિસ્ફોટક જપ્ત કરાયો છે. આતંકીઓએ આ વિસ્ફોટકની મદદથી પુલવામા જેવી આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું.

પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ કરેવામાં ગુરુવારે સવારે 8 વાગ્યે એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન એક કન્ટેઇનર મળી આવ્યું હતું, જેમાં 52 કિલો વિસ્ફોટક સામગ્રી રખાઈ હતી. 125 ગ્રામ વિસ્ફોટકના એક એવાં 416 પેકેટ હતાં. વિસ્ફોટકોને સુપર-90 કે ટૂંકમાં એસ-90 કહે છે. સૈન્યએ જણાવ્યું કે સર્ચ ઓપરેશનમાં આવું જ એક કન્ટેઇનર મળ્યું, જેમાં અંદાજે 50 ડિટોનેટર હતાં.

અન્ય સમાચારો પણ છે...