તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Indian Air Force In The Role Of Hanumanji In The Fight Against Corona, Bringing 'Sanjeevani' From Across Seven Seas

સેનાને સલામ:કોરોના સામેની લડાઈમાં હનુમાનજીની ભૂમિકામાં ઇન્ડિયન એરફોર્સ, સાત સમુદ્ર પારથી લાવી રહ્યું છે 'સંજીવની'

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ભારતીય વાયુસેના ઓક્સિજન અને દવાઓને એરલિફ્ટ કરી રહી

ભારતીય વાયુસેના દેશમાં ચાલી રહેલા કોરોના સામેની લડતમાં સરકાર માટે હનુમાનજીની જેમ કાર્ય કરી રહી છે. દૂરના દેશોમાંથી જીવન રક્ષક પ્રાણવાયુ ઓક્સિજન અને દવાઓને એરલિફ્ટ કરવાનું કામ સતત ચાલુ છે. ભારતીય વાયુ સેના (IAF)એ COVID-19 રાહત કામગીરી માટે તેના 42 પરિવહન વિમાન તૈનાત કર્યા છે, જેમાં 12 હેવી લિફ્ટ અને 30 મધ્યમ લિફ્ટ વિમાનનો સમાવેશ થાય છે.

એર વાઇસ માર્શલ એમ રાનાડેએ કહ્યું, "એરફોર્સે કોરોના રાહત કામગીરી માટે 42 પરિવહન વિમાન તૈનાત કર્યા છે, જેમાં 12 હેવી લિફ્ટ અને 30 મિડલ લિફ્ટ વિમાનનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ રાહત માટે, કર્મચારીઓ અને સામગ્રીઓના પરિવહન માટે કરવામાં આવે છે. "રાનાડેએ કહ્યું," અત્યાર સુધી અમે લગભગ 75 ઓક્સિજન કન્ટેનરો બહારથી લાવ્યા છીએ અને તે હજી પણ ચાલુ જ છે."

ભારતીય વાયુ સેનાના વિમાન અનેક કાર્યોમાં લાગેલા છે, જેમાં દેશમાં ઓક્સિજન કન્ટેનર અને તબીબી ઓક્સિજન પરિવહન સહિતના અનેક કામગીરી સામેલ છે, કારણ કે COVID-19ની બીજી લહેરે દેશમાં વિનાશ વેર્યો છે.

ભારતમાં કોરોનાનો કહેર ચાલુ

કોરોનાનો કહેર કેટલો ભયંકર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે માત્ર દરરોજ કેસ તો વધી જ રહ્યા છે, પરંતુ લોકોના મૃત્યુમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ભારતમાં એક જ દિવસમાં ચાર હજારથી વધુ દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે, સતત ત્રીજા દિવસે દેશમાં 4 લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, શુક્રવારે દેશમાં કોરોનાના રેકોર્ડ 4,01,228 નવા કેસ નોંધાયા છે. ત્યાર બાદ કોરોનાના કુલ કેસ વધીને 2,18,86,611 થયા છે, જ્યારે દેશમાં હજી પણ 37 લાખ દર્દીઓ આ બીમારીની ઝપેટમાં છે.