તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Air Force Chief Bhadauria Says Raphael Raises China's Concerns, Air Force Ready To Deal With Any Situation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષા:ભારતીય વાયુદળના વડા ભદૌરિયાએ કહ્યું- રાફેલને કારણે ચીનની ચિંતા વધી, વાયુદળ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર

બેંગ્લુરુ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભારતીય વાયુદળના વડા આર.કે.એસ. ભદૌરિયા. - Divya Bhaskar
ભારતીય વાયુદળના વડા આર.કે.એસ. ભદૌરિયા.

ભારતીય વાયુદળના વડા આર.કે.એસ. ભદૌરિયાએ કહ્યું છે કે સરહદે સુરક્ષાદળ પૂરતી માત્રામાં તહેનાત કરાયા છે. વાયુદળમાં રાફેલ યુદ્ધવિમાન સામેલ કરાતા ચીનની ચિંતા વધી ગઈ છે તેમ છતાં વાયુદળ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

બેંગ્લુરુમાં એરો ઈન્ડિયા શો વચ્ચે ગુરુવારે વાયુદળના વડા ભદૌરિયાએ કહ્યું કે ચીને પૂર્વ લદાખ પાસે પોતાના જેટ-20 યુદ્ધ વિમાન તહેનાત કર્યા છે. પરંતુ આપણે જ્યારે આ ક્ષેત્રમાં રાફેલ વિમાન તહેનાત કર્યા તો તે વિમાનો પાછા જતા રહ્યા હતા. અમે તેમની કામગીરી અને ક્ષમતાને સારી રીતે જાણીએ છીએ. હાલમાં ભારત અને ચીન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. આ વાતચીત કેવી ચાલે છે તેના પર ઘણું બધું નિર્ભર છે. પાછા હટવાની પ્રક્રિયા શરૂ થશે તો એ સારું હશે. પરંતુ જો કોઈ નવી પરિસ્થિતિ ઊભી થશે તો તેના માટે પણ વાયુદળ તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 મહિનાથી ભારત અને ચીન એકબીજા સામે સૈન્ય ગોઠવીને બેઠા છે. અનેક તબક્કાની વાતચીત છતાં પરિસ્થિતિ હજુ સામાન્ય થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો