સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર:આ વર્ષે ભારત 9.2% વિશ્વમાં અવ્વલ રહેશે, 2021-22માં GDPનો પહેલો એડવાન્સ એસ્ટિમેટ જારી

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવા વર્ષની શરૂઆતમાં જ કોરોનાની નવી લહેરના આંચકા છતાં ભારતીય અર્થતંત્ર આ વર્ષે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે જારી નાણાકીય વર્ષ 2021-22ના જીડીપીના પહેલા એડવાન્સ એસ્ટિમેટમાં આ અનુમાન કરાયું છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં વિકાસદર 9.2 ટકા રહેવાનું અનુમાન છે.

દેશનું અર્થતંત્ર આ વર્ષે પ્રી-કોવિડ સ્તરથી 1.85 લાખ કરોડ રૂપિયા (1.27 ટકા) મોટું થઇ જશે. દેશના જીડીપીનું કદ સ્થિર મૂલ્યો પર વર્ષ 2021-22માં 147.54 લાખ કરોડ રૂપિયા પર પહોંચવાનું અનુમાન છે. કોરોના પૂર્વે વર્ષ 2019-20માં તે 145.69 લાખ કરોડ રૂપિયા હતું. વર્ષ 2021માં જીડીપીનું કદ 135.13 લાખ કરોડ રૂપિયા રહ્યું. ગત નાણાકીય વર્ષ 2020-21માં દેશના જીડીપી વૃદ્ધિદરમાં 7.3%નો ઘટાડો થયો હતો. નાણાકીય વર્ષ 2019-20માં તે 4.2%ની ઝડપે વધ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના જુલાઇ-સપ્ટે. ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર 8.4% રહ્યો હતો.

દેશના જીડીપીનો વૃદ્ધિદર અને કદ

નાણાકીય વર્ષદર(%)કદ (લાખ કરોડ રૂ.)
2019-204.2145.69
2020-21-7.3135.13
2021-229.2147.54
અન્ય સમાચારો પણ છે...