તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India, Which Used To Export Corona Vaccine From All Over The World, Is Now Forced To Import It.

રસીકરણની તસવીર કેમ બદલાઈ?:દુનિયાભરમાં કોરોના વેક્સિનની લહાણી કરનાર ભારત હવે આયાત કરવા મજબૂર, શા માટે છે આ દુનિયા માટે પણ ખરાબ સમાચાર?

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતે વિદેશી વેક્સિનને આયાત કરવામાં પણ ઝડપ લાવવી પડશે. - Divya Bhaskar
ભારતે વિદેશી વેક્સિનને આયાત કરવામાં પણ ઝડપ લાવવી પડશે.

દેશમાં રોજબરોજ કોરોનાની પ્રચંડ થઈ રહેલી બીજી લહેર વચ્ચે અનેક રાજ્યોમાં વેક્સિનની અછત હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે. સ્થિતિ એ છે કે WHO પાસેથી મંજૂરી પ્રાપ્ત તમામ વિદેશી વેક્સિનોને પણ ભારતે પોતાને ત્યાં લોકોને લગાવવા માટે અનુમતિ આપી દીધી છે, પછી ભલે એની ક્લિનિકલ ટ્રાયલ થઈ હોય કે ન હોય. આખરે આવી સ્થિતિ શા માટે આવી? ભારત સરકારથી ક્યાં ચૂક થઈ? શા માટે આ ભારત માટે જ નહીં, પણ દુનિયા માટે પણ ખરાબ સમાચાર છે? આવો સમજીએ...

એવું શું બન્યું કે ઝડપથી બદલાઈ સ્થિતિ?
જે ભારતે ફાઈઝર જેવી વિદેશી દિગ્ગજ કંપનીઓને સ્પષ્ટ કહ્યું હતું કે તેમની વેક્સિન ત્યારે જ લેવામાં આવશે જ્યારે તેની અહીં ટ્રાયલ થાય, એ જ ભારતને હવે વેક્સિન ઈમ્પોર્ટને ફાસ્ટટ્રેક કરવા માટે અચાનક નિયમોમાં મોટી ઢીલ આપવી પડી. આ મહિનાથી તે રશિયાની સ્પુતનિક V વેક્સિનની ઈમ્પોર્ટ શરૂ કરશે. આખરે એવું શું બન્યું કે દુનિયાનું વેક્સિન હબ હવે ખુદની જરૂરિયાત માટે સંઘર્ષ કરે છે?

ભારતમાં કોરોનાની ‘સુનામી’
દુનિયામાં બીજી સૌથી મોટી વસતિવાળા ભારત માટે મોટા પ્રમાણમાં વેક્સિનની આવશ્યકતા છે. કોઈએ વિચાર્યું નહોતું કે કોરોના સંક્રમણની બીજી લહેર આટલી વિકરાળ હશે. ગુરુવારે પ્રથમવાર ભારતમાં એક દિવસમાં આવનારા નવા કેસના આંકડા 2 લાખને પાર થઈ ગયા. કોરોનાની આ સુનામીએ ભારત સામે ઝડપથી પોતાની વિશાળ વસતિને વેક્સિનેટ કરવાનું જોરદાર દબાણ સર્જ્યું પણ હવે વેક્સિનની અછત સામે આવી છે.

કાચા માલનો અભાવ મોટું કારણ
વેક્સિનનો સપ્લાઈ અને એની વ્યવસ્થા સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે એવાં અનેક ફેક્ટર છે જેને કારણે ભારતને રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. એક મોટું કારણ કાચા માલના અભાવનું છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઈચ્છે તોપણ પોતાની નિર્માણ ક્ષમતા વધારી શકતી નથી. અમેરિકાએ વેક્સિન નિર્માણ સાથે સંકળાયેલાં મહત્ત્વપૂર્ણ ઉપકરણો અને કાચા માલની નિકાસને એક રીતે પ્રતિબંધિત કરેલાં છે.

શુક્રવારે જ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર અમેરિકન રાષ્ટ્રપતિને વેક્સિનના કાચા માલની સપ્લાઈ શરૂ કરવા અનુરોધ કર્યો છે. SII પાસે અત્યારે મહિનામાં 7 કરોડ વેક્સિન ડોઝ બનાવવાની ક્ષમતા છે, જેને તે વધારીને 10 કરોડ કરવા માગે છે, પરંતુ રો મટીરિયલનો સપ્લાઈ અટવાતાં પ્રોડક્શનમાં વિલંબ થઈ રહ્યો છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઇ અદાર પૂનાવાલા.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઇ અદાર પૂનાવાલા.

રોકાણનો અભાવ
વેક્સિન નિર્માણ ક્ષમતા વધારવા માટે મૂડીની પણ જરૂર પડે છે. ઉત્પાદનક્ષમતા ઝડપથી વધારવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ ભારત સરકાર પાસે 3 હજાર કરોડ રૂપિયાની માગ કરી છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ કદમ ઉઠાવાયું નથી.

ભારત સરકારની તરફથી કિંમત પર ફાઈનલ ડીલમાં વિલંબ
ભારત સરકારે સીરમની કોવિશીલ્ડ રસીની પ્રતિ ડોઝ કિંમત નક્કી કરવામાં ઘણો વિલંબ કર્યો. વેક્સિનને ભારતમાં ઈમર્જન્સી યુઝની મંજૂરી આપવાનાં લગભગ બે સપ્તાહ પછી સરકાર કિંમતને ફાઈનલાઈઝ કરી શકી. આ માટે મહિનાઓ સુધી ચર્ચા ચાલી. સીરમ ઈન્સ્ટિટ્યૂટે તો ઓક્ટોબરથી જ મોટે પાયે વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દીધું હતું. બન્યું એવું કે એક સમયે તેની પાસે વેક્સિનના 5 કરોડ ડોઝનો સ્ટોક જમા થયો હતો, એની પાસે વેક્સિન રાખવાની જગ્યા બચી નહોતી. જાન્યુઆરીમાં સીરમના સીઈઓ પૂનાવાલાએ રૉઇટર્સને જણાવ્યું હતું કે તેમણે 5 કરોડ ડોઝથી વધુ વેક્સિન થવા પર પેકિંગ રોકવા માટે કહેવું પડ્યું હતું. જો તેની પાસે વધુ પેકિંગ હોત તો તેમને વેક્સિન પોતાના ઘરમાં સ્ટોર કરવી પડી હોત. જો સરકારે એ દરમિયાન સીરમ સાથે ખરીદીનો સોદો કરી લીધો હોત તો કંપનીને ત્યારે પોતાની સમગ્ર ક્ષમતા સાથે ઉત્પાદન રોકવું ન પડ્યું હોત.

ભારત જ નહીં, દુનિયા માટે પણ શા માટે છે ચિંતાની વાત
એશિયાના ફાર્મા પાવરહાઉસ ભારતમાં જ કોરોના વેક્સિનની અછત ખુદ ભારત માટે તો ખરાબ સમાચાર તો છે જ, પણ દુનિયા માટે પણ ચિંતાની વાત છે. એનાથી દુનિયાભરના 60થી વધુ ગરીબ દેશોમાં વેક્સિનેશન અભિયાન પ્રભાવિત થશે. એમાંથી મોટા ભાગના આફ્રિકન દેશો છે. આ બધા દેશ વેક્સિન માટે ઘણાખરા અંશે ભારત પર જ નિર્ભર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સમર્થનથી ચાલી રહેલા COVAX પ્રોગ્રામ અને Gavi vaccine Alliance દુનિયાભરના દેશો સુધી વેક્સિન ઉપલબ્ધ કરવાના લક્ષ્યથી કામ કરે છે. આ માટે તે ભારત પર નિર્ભર છે. હવે ભારતમાં જ વેક્સિનની અછતથી સ્થિતિ બગડી શકે છે.

ભારતની પ્રાથમિકતામાં ખુદની આવશ્યકતા
ભારતની વેક્સિન સ્ટ્રેટેજીથી વાકેફ એક અધિકારીના અનુસાર, હવે ઉપલબ્ધ ડોઝનો દેશમાં જ ઉપયોગ કરાશે, કેમ કે સ્થિતિ ઈમર્જન્સી જેવી છે. તેમણે કહ્યું હતું કે બીજા દેશો સાથે કોઈ કમિટમેન્ટ નથી. વિદેશ મંત્રાલયના આંકડામાં પણ એ વાત સ્પષ્ટ છે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ભારતે વેક્સિનના લગભગ 6.4 કરોડ ડોઝ એક્સપોર્ટ કર્યા હતા, પણ આ મહિનામાં અત્યારસુધીમાં માત્ર 12 લાખ ડોઝ જ એક્સપોર્ટ થયા છે.

ઓગસ્ટ સુધીમાં 40 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય
ભારતે શરૂઆતમાં ઉચ્ચ જોખમવાળી પોતાની લગભગ 30 કરોડની વસતિને ઓગસ્ટ સુધીમાં વેક્સિનેટ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ ભારતની કુલ વસતિનો લગભગ પાંચમો ભાગ જ કહેવાય, પરંતુ હવે સરકારે આ લક્ષ્ય વધારીને 40 કરોડ કર્યું છે. એને પ્રાપ્ત કરવામાં માત્ર દેશી વેક્સિનનું ઉત્પાદન જ ઝડપથી વધારવું નહીં પડે, પણ સાથે વિદેશી વેક્સિનને આયાત કરવામાં પણ ઝડપ લાવવી પડશે.