• Gujarati News
  • Business
  • Unemployment In The Country Reached 7.9%, Likely To Hurt Economic Recovery From Omicron

ડિસેમ્બરમાં બેરોજગારી વધી:દેશમાં બેરોજગારી દર 7.9% પર પહોંચ્યો, ગુજરાત 25માં ક્રમે હરિયાણા ટોપ પર; ઓમિક્રોનથી આર્થિક સુધારાને નુકસાનની શક્યતા

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ બેરોજગારી દર ડિસેમ્બરમાં વધીને 7.3 ટકાએ પહોંચ્યો
  • ગુજરાતમાં ડિસેમ્બરમાં નજીવી બેરોજગારી વધી

કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે દેશમાં ફરી બેરોજગારી દર વધવા લાગ્યો છે. પ્રાઈવેટ થિન્ક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિ(CMIE)ના રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.9 ટકા હતો, જે નવેમ્બર(7.0%)ની સરખામણીમાં વધુ છે. CMIEના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2021(8.3%) પછી આ બેરોજગારી દર સૌથી વધુ છે. ગુજરાત બેરોજગારી દર મામલે સમગ્ર દેશમાં 25માં ક્રમે રહ્યું છે. રાજ્યમાં બેરોજગારી દર ડિસેમ્બરમાં 2021માં 1.6 ટકા રહ્યો છે.

ગુજરાત 25માં ક્રમે, હરિયાણા સૌથી વધુ બેરોજગારી દર સાથે ટોપ પર
ડિસેમ્બર 2021ના બેરોજગારી દરની વાત કરીએ તો હરિયાણા 34.1 ટકાની સાથે સમગ્ર દેશમાં ટોપ પર રહ્યું છે. જ્યારે 27.1 ટકા અને 17.3 ટકાની સાથે રાજસ્થાન અને ઝારખંડ બીજા અને ત્રીજા ક્રમે રહ્યાં છે. જ્યારે ગુજરાત અને કર્ણાટકમાં સૌથી ઓછો બેરોજગારી દર નોંધાયો છે. કર્ણાટકમાં બેરોજગારી દર 1.4 ટકા નોંધાયો છે. ગુજરાતમાં આ દર 1.6 ટકા નોંધાયો છે. ગુજરાત સમગ્ર દેશમાં બેરોજગારી બાબતે 25માં ક્રમે રહ્યું છે.

છેલ્લા છ મહિનાનો ગુજરાતનો બેરોજગારી દર

મહિનો અને વર્ષ 2021બેરોજગારી દર
ડિસેમ્બર 20211.6%
નવેમ્બર 20211.4%
ઓક્ટોબર 20212.4%
સપ્ટેમ્બર 20211.3%
ઓગસ્ટ 20211.6%
જુલાઈ 20211.8%
જૂન 20211.8%

18 ટકાની નજીક પહોંચ્યો શહેરી બેરોજગારી દર
CMIEના તાજેતરના ડેટાના જણાવ્યા મુજબ ડિસેમ્બરમાં શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર 9.3 ટકાએ પહોંચી ગયો છે. નવેમ્બરમાં તે 8.2 ટકા હતો. ગ્રામીણ બેરોજગારી દર પણ ડિસેમ્બરમાં વધીને 7.3 ટકાએ પહોંચી ગયો છે. ઘણા અર્થશાસ્ત્રીઓને ચિંતા છે કે ઓમિક્રોન ગત ત્રિમાસિકમાં જોવા મળેલા આર્થિક સુધારાઓને નુકસાન પહોંચાડી શકે છે.

બેરોજગારીની રીતે દેશના ટોપ-5 રાજ્ય
રાજ્યોની વાત કરીએ તો નવેમ્બર માસમાં સૌથી વધુ બેરોજગારી દર હરિયાણાનો રહ્યો છે. તે 34.1 ટકા છે. તે રાજસ્થાનમાં 27.1 ટકા, ઝારખંડમાં 17.3 ટકા, બિહારમાં 16 ટકા અને જમ્મુ-કાશ્મીરમાં 15 ટકા રહ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ડિસેમ્બરમાં અહીં બેરોજગારી દર 9.8 ટકા રહ્યો હતો.

મેમાં બેરોજગારી દર 11.84 ટકા પર પહોંચી ગયો હતો
CMIEના જણાવ્યા મુજબ 2021માં સપ્ટેમ્બરમાં બેરોજગારી દર 11.84 ટકાને પાર પહોંચી ગયો હતો. જોકે બાદમાં તેમાં ઘટાડો નોંધાયો અને સપ્ટેમ્બરમાં 6.86 ટકાએ પહોંચ્યો હતો. જોકે હવે તે ફરીથી વધવા લાગ્યો છે.

અર્થવ્યવસ્થાની હેલ્થને દર્શાવે છે બેરોજગારી દર
CMIEના જણાવ્યા મુજબ ભારતીય અર્થવ્યવસ્થાની હેલ્થને બેરોજગારી દર યોગ્ય રીતે દર્શાવે છે. કારણ કે તે દેશની કુલ વસ્તીમાં કેટલી રોજગારી છે, તેને દર્શાવે છે. થિન્ક ટેન્કને આશા છે કે રવી પાકની વાવણીની શરૂઆતમાં તેજી જોવા મળી શકે છે. તેનો અર્થ એ છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં એગ્રી સેક્ટર એક વખત ફરી જોરદાર દેખાવ કરશે. તેનાથી પ્રવાસી મજૂર ખેતી તરફ પાછા ફરશે.

અન્ય સમાચારો પણ છે...