તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India To Have 12,500 New Ayush Center For Health, India Sign Extradition Agreement With Belgium

મોદી કેબિનેટનો નિર્ણય:આરોગ્ય માટે 12,500 નવા આયુષ કેન્દ્ર બનશે, ભારતને બેલ્જિયમ સાથે પ્રત્યાર્પણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી - Divya Bhaskar
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી
  • કપાસના સમર્થન મૂલ્યનું સર્વેક્ષણ કરવામાં આવશે, આશરે રૂપિયા 2 હજાર કરોડના ભરપાઈ માટે રાહત પેકેજની જાહેરાત
  • 2025 સુધીમાં 20 લાખ નોકરીનું નિર્માણ કરવાનો લક્ષ્ય, કંપનીને 4-6 ટકા પ્રોડક્શન લિંક ઈન્સેન્ટીવ મળશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને મનસુખ માંડવિયાએ શનિવારે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપી હતી. દેશમાં 12,500 નવા આયુષ કેન્દ્ર ખોલવામાં આવશે. તેની પાછળ રૂપિયા 34 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતે બેલ્જિયમ સાથે પ્રત્યાર્પણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. તે અંતર્ગત ભારત અને બેલ્જિયમમાં છૂપાયેલા ગુનેગારો એકબીજાને સોંપવામાં આવશે. કપાસના સમર્થન મૂલ્યનું સર્વેક્ષણ કરવામાં આવશે. આશરે 2 હજાર કરોડ રૂપિયાની ભરપાઈ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે.

કેબિનેટના મહત્વના નિર્ણયો

ઈલેક્ટ્રોનિકમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે
રવિશંકરે કહ્યું- આવતીકાલે હું કેબિનેટ બેઠકમાં દેશને ઈલેક્ટ્રોનિક, ફાર્મા અને મેડિકલ ડિવાઈસિસમાં હબ બનાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યા છે. પ્રથમ વખત જ્યારે અમારી સરકાર બની હતી ત્યારથી ઈલેક્ટ્રોનિક હબ તૈયાર કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતનું ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પ્રોડક્શન 25 ટકા વધ્યું છે. તેમા મોબાઈલ બનાવવાની બાબતમાં સૌથી વધારે કામ થયું છે. પ્રોડક્શન 18 હજારથી 1 લાખ પહોંચી ગયુ છે. આશરે 20 લાખ લોકોને આ સેક્ટરમાં કરી રહ્યા છે.
સરકાર 2018માં નેશનલ ઈલેક્ટ્રોનિક પોલિસી લાવી હતી. અમે આગામી દિવસોમાં 20 લાખ કરોડનું રોકાણ આ સેક્ટરમાં કરશું. વર્ષ 2025 સુધી 20 લાખ નોકરી નિર્માણનું લક્ષ્યાંક રાખેલ છે. અમે નક્કી કર્યું છે કે કંપનીઓને 4-6 ટકા પ્રોડક્શન લિંક ઈન્સેન્ટીવ્ઝ આપવામાં આવશે. ઈલેક્ટ્રોનિક ડિવાઈસના કંપોનેટ બનાવવા પર ભાર આપવામાં આવ્યું છે. કંપનીની કુલ પડતર પર 25 ટકા ઈન્સેન્ટીવ આપવામાં આવશે. દેશમાં મોટી કંપની સાથે કામ કરનારી નાની કંપનીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

મેડિકલ ડિવાઈસ પાર્ક બનશે
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દેશમાં ફાર્મા કંપનીને લઈ મોટી તક છે. આપણે વિશ્વમાં ફાર્માસ્યુટીકલ મેડિસિન એક્સપોર્ટ કરી છીએ. દેશના 4 રાજ્યમાં મેડિકલ ડિવાઈસ પાર્ક બનશે. તેના માટે 100 કરોડ રૂપિયાનું ઈન્સેન્ટીવ આપવામાં આવશે. દેશમાં કેન્સર, રેડિયોલોજી, એનેસ્થીસિયા અને હાર્ટ સંબંધિત ડિવાઈસ બનશે.

અન્ય સમાચારો પણ છે...