તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 અબજની મિસાઈલ ડીલ પાક્કી:અમેરિકા પાસેથી હારપૂન મિસાઈલ ખરીદશે ભારત, 30 દેશોની સેના તેનો ઉપયોગ કરે છે

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાએ 82 મિલિયન ડોલર (લગભગ 6 અબજ 9 કરોડ 20 લાખ 87 હજાર 500 રૂપિયા)ની એન્ટ શિપ હારપૂન મિસાઈલ ડીલને મંજૂરી આપી દીધી છે. આ મિસાઈલની સાથે ભારતને તેની સાથે જોડાયેલાં અન્ય ઉપકરણ પણ આપવામાં આવશે. ભારત સરકારે અમેરિકા પાસેથી હારપૂન મિસાઈલ ખરીદવાની ઈચ્છા જાહેર કરી હતી. બાઈડન પ્રશાસને આદેશમાં કહ્યું કે આ ડીલથી ઈન્ડો-પેસિફિક રીઝનમાં તેમના મોટા ડિફેન્સ પાર્ટનરની પોતાની સુરક્ષા કરવામાં મદદ મળશે. બંને દેશોના સંબંધે મજબૂતી મળશે.

પેન્ટાગોનની ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સી (DSCA)એ સોમવારે અમેરિકી કોંગ્રેસની મંજૂરીનો લેટર જાહેર કર્યો છે. જેમાં મિસાઈલ મેન્ટેનન્સ માટે એક સર્વિસ સ્ટેશન ખોલવા, સ્પેયર પાર્ટ્સ અને સપોર્ટ આપવા અને ટેક્નિકલ ડોક્યૂમેન્ટ ઉપરાંત પર્સનલ ટ્રેનિંગ પણ સામેલ છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પણ આપવામાં આવશે. આ ડીલને અમેરિકાનો સાઉથ એશિયામાં દબદબો વધારવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

2016માં અમેરિકાનું મેજર ડિફેન્સ પાર્ટનર બન્યું ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયે 2016માં USએ ભારતને પોતાનું મોટું ડિફેન્સ પાર્ટનર જાહેર કર્યું હતું. જે દેશને અમેરિકા આ ટેગ આપે છે, તેની સાથે અમેરિકી ટેક્નોલોજી સહેલાયથી શેર કરવામાં આવે છે. ડીલના ડોક્યૂમેન્ટમાં કહેવામાં આવ્યું કે આ ડીલથી ભારતને વર્તમાન અને ભવિષ્યમાં આવનારા ખતરાઓ સામે મદદ મળશે.

બોઈંગ અને સરકાર વચ્ચે થશે ડીલ
પેન્ટાગોન તરફથી જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ મિસાઈલ પોતાની આર્મીમાં સામેલ કરવામાં ભારતને કોઈ જ મુશ્કેલી નહીં પડે. ડીલ અમેરિકી કંપની બોઈંગ અને ભારત સરકાર વચ્ચે હશે. હાલ તેમાં કોઈ ઓફસેટ એગ્રીમેન્ટની વાત સામે નથી આવી. ભારત સરકાર નેગોશિએશન્સ (મોલ ભાવ)માં તેનો ઉલ્લેખ કરી શકે છે.

હારપૂનનો ઈતિહાસ
હારપૂનને વિશ્વની સૌથી સફળ એન્ટી શિપ મિસાઈલ માનવામાં આવે છે. જેને 30 દેશની સેનાઓ ઉપયોગ કરે છે. તેને સૌથી પહેલાં 1977માં ડિપ્લોય કરાઈ હતી. કોઈ પણ વાતાવરણમાં તેનો ઉપયોગ કરી શકાય છે. બોઈંગ મુજબ તેમાં એક્ટિવ રડાર ગાઈડન્સ સિસ્ટમ લાગેલી છે.