તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કિસાન આંદોલન પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. શુક્રવારે નવી દિલ્હી સ્થિત કેનેડાના હાઇ કમિશનર નાદિર પટેલને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ખેડૂતોના મુદ્દે કેનેડાના નેતાઓની ટિપ્પણી એ અમારો આંતરિક મામલો છે, જેમાં કોઈપણ દેશનો હસ્તક્ષેપ સાંખી ન શકાય.
મંત્રાલયે ઉચ્ચાયુક્તને કહ્યું હતું કે ભારતીય ખેડૂતોના સંબંધે કેનેડાના વડાપ્રધાન, કેટલાક કેબિનેટ મંત્રીઓ અને સંસદ સભ્યોની ટિપ્પણી અમારા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ છે, જેને કોઈપણ રીતે સ્વીકારી ન શકાય.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું, જો આ પ્રકારની ટિપ્પણી યથાવત્ રહેશે તો એનો ભારત અને કેનેડાના સંબંધો પર ગંભીર રીતે હાનિકારક પ્રભાવ પડી શકે છે. આ ટિપ્પણીઓએ કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સની સામે ચરમપંથીઓની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કર્યા છે, જે સુરક્ષાના મુદ્દે અનેક સવાલો ઊભા કરે છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે અમે કેનેડાની સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ભારતીય એમ્બેસીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.
Such actions, if continued, would have a seriously damaging impact on ties between India and Canada. These comments have encouraged gatherings of extremist activities in front of our High Commission and Consulates in Canada that raise issues of safety and security: MEA https://t.co/kfrzzvgLk6
— ANI (@ANI) December 4, 2020
શું કહ્યું હતું જસ્ટિન ટ્રુડોએ?
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન પર ટિપ્પણી કરી હતી. કેનેડાના PMએ કહ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શનો પર અધિકારીની રક્ષા માટે કેનેડા હંમેશાં ઊભું રહેશે. તેમણે પોતાના નિવેદનમાં ભારતીય ખેડૂતોનું સમર્થન કરતાં કહ્યું હતું કે દેશમાં સ્થિતિ ચિંતાજનક છે.
ગુરુનાનક દેવની 551મી જન્મજયંતીના ઉપક્રમે એક ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવતાં પ્રદર્શનો અંગે ભારતથી સમાચારો આવી રહ્યા છે. સ્થિતિ ચિંતાજનક છે અને અમે બધા અમારા પરિવાર અને મિત્રોને લઈને ઘણા જ ચિંતિત છીએ. મને ખ્યાલ છે કે તમારામાંથી અનેક લોકો માટે આ એક વાસ્તવિકતા છે. હું તમને યાદ અપાવી દઉં કે શાંતિપૂર્ણ પ્રદર્શનોના અધિકારોની રક્ષા માટે કેનેડા હંમેશાંથી સાથે જ છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.