તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:બીજા દેશોની તુલનામાં ભારત કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ: WHO

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
સૌમ્યા સ્વામીનાથન. - Divya Bhaskar
સૌમ્યા સ્વામીનાથન.
 • વેક્સિન બનાવવામાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા ભજવશે: સૌમ્યા સ્વામીનાથન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વિજ્ઞાની સૌમ્યા સ્વામીનાથને કોરોના વાઈરસ સામેની લડાઈમાં ભારતે લીધેલા પગલાંના વખાણ કર્યા છે. સ્વામીનાથને સોમવારે કહ્યું કે, બીજા દેશોની સરખામણીમાં ભારત કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યું છે. એટલે જ ત્યાં વસતીના પ્રમાણમાં મૃત્યઆંક ઓછો છે. આ માટે હું દેશના જનપ્રતિનિધિઓ, આરોગ્યકર્મીઓનો આભાર માનું છું.
વેક્સિન તૈયાર થતાં એક વર્ષ થઈ જશે  
જોકે, સ્વામીનાથને આશંકા વ્યક્ત કરી કે, કોરોનાના પ્રકોપમાંથી આપણને કદાચ વર્ષો સુધી છૂટકારો નહીં મળે. તેની વેક્સિન તૈયાર થતાં એક વર્ષ થઈ જશે. અમને આશા છે કે, વેક્સિન બનાવવામાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારત આ પ્રક્રિયાનો હિસ્સો નહીં હોય, તો દુનિયામાં પૂરતી રસી બની જ નહીં શકે. સામાન્ય રીતે એક વેક્સિન તૈયાર કરવામાં દસ વર્ષ લાગે છે, પરંતુ ઈબોલાના કેસમાં આ કામ પાંચ વર્ષમાં કરી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો