તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India Sent Extradition Papers To Dominica; Choksi, Accused In The PNB Scam, Is Lodged In The Same Jail

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની કવાયત:ભારતે ડોમિનિકાને પ્રત્યાર્પણના કાગળો મોકલ્યા; PNB કૌભાંડનો આરોપી ચોક્સી ત્યાંની જ જેલમાં કેદ છે

રોસિયુ/નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોમિનિકાની જેલમાં કેદ ચોક્સીના ચહેરા પર ભય સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યો

પંજાબ નેશનલ બેંક (PNB)કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના વહેલી વહેલી તકે પ્રત્યાર્પણની આશાઓ વધી ગઈ છે. એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન અનુસાર, ભારતે એક પ્રાઈવેટ જેટ દ્વારા ડોમિનિકા સરકારને ચોક્સીના પ્રત્યાર્પણ માટે દસ્તાવેજો મોકલવામાં આવ્યા છે. ચોક્સી હાલ ડોમિનિકાની જેલમાં છે. જો કે ચોક્સી અંગે હજી સુધી ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પહેલા શનિવારે ચોક્સીની ડોમિનિકાની જેલમાંથી પ્રથમ તસવીર સામે આવી હતી. જેલના સળિયા પાછળ કેદ ચોક્સી સ્કાય કલરની ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. તેના ચહેરા પર ભય અને ડર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે તેની ડાબી આંખમાં ઘા ના નિશાન છે. તેની આંખ લાલ છે. ઉપરાંત, તેના હાથ પર પણ ઘા ના નિશાન જોઇ શકાય છે. તેમના વકીલોએ દાવો કર્યો હતો કે ચોકસીને માર મારવામાં આવ્યો છે.

હાથ પર માર માર્યાના ઘા બતાવી રહેલો મેહુલ ચોક્સી.
હાથ પર માર માર્યાના ઘા બતાવી રહેલો મેહુલ ચોક્સી.

ચોક્સીએ અપહરણ અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો
બે દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોમિનિકામાં ચોક્સીના વકીલ માર્શ વેને જણાવ્યું હતું કે તેઓ સવારે પોલીસ સ્ટેશનમાં તેના ક્લાયંટને મળ્યા હતા. વકીલના જણાવ્યા મુજબ ચોક્સીએ આરોપ લગાવ્યા હતા કે તેનું અપહરણ કરીને તેને ડોમિનિકા લાવવામાં આવેલ છે. ચોક્સીએ પોતાની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. ચોક્સીના વકીલ આ કેસમાં રાહત માટે કોર્ટમાં અપીલ દાખલ કરવાના છે.

જેલના સળિયા પાછળથી પોતાનો હાથ બતાવતો મેહુલ ચોક્સી.
જેલના સળિયા પાછળથી પોતાનો હાથ બતાવતો મેહુલ ચોક્સી.

ઇન્ટરપોલે જાહેર કરી છે યલો નોટિસ
ચોક્સી થોડા દિવસો પહેલા એન્ટિગુઆ અને બાર્બુડાથી ગુમ થયો હતો. આ પછી, ઇન્ટરપોલે તેની સામે યલો નોટિસ ફટકારી હતી. પાછળથી આ નોટિસ પણ એન્ટિગુઆ સરકારે પણ રિતેન કરી હતી. બાદમાં તેની શોધખોળ વધુ તીવ્ર કરવામાં આવી હતી.

ક્યુબા ભાગી જવાની કાળજી રાખી હતી
ચોક્સી 25 મે, મંગળવારે ડોમિનિકામાં પકડાયો હતો. એન્ટિગુઆ મીડિયાએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે 62 વર્ષિય ચોક્સી ડોમિનિકાથી ક્યુબા ભગવાની ફિરાકમાં હતો, આ દરમિયાન તેને CIDએ દબોચી લીધો હતો. સૂત્રો મુજબ તે એન્ટિગુઆ અને બાર્બુડાથી બોટ દ્વારા ડોમિનિકા પહોંચ્યો હતો.

મેહુલ ચોક્સીની લીગલ ટીમ.
મેહુલ ચોક્સીની લીગલ ટીમ.

મુંબઇમાં ચોક્સીના ઘરની દિવાલો પર નોટિસોનો ઢગલો
મુંબઇના વાલકેશ્વરમાં ગોકુલ એપાર્ટમેન્ટ્સના 9 મા અને 10 મા માળે આવેલા મેહુલ ચોક્સીના ઘરે તાળું લટકી રહ્યું છે, પરંતુ ઘરના દરવાજા અને દિવાલો પર ઢગલાબંધ સરકારી નોટિસ લગાવેલી છે. આ નોટિસમાં મોટાભાગની CBI, ED, આવકવેરા અને પંજાબ નેશનલ બેંક સહિત અન્ય ઘણી બેન્કોની છે. ફ્લેટના દરવાજા પાસે ફ્લોર પર પણ અનેક નોટિસ ફેલાયેલી પડી છે. આ બધી નોટિસ વર્ષ 2019 થી 2021 ના વર્ષની છે.

2017માં એન્ટિગુઆ-બાર્બુડાની નાગરિકતા લીધી
14,500 કરોડ રૂપિયાના પી.એન.બી. કૌભાંડનો આરોપી ચોક્સી જાન્યુઆરી 2018માં વિદેશ ભાગી ગયો હતો. પાછળથી બહાર આવ્યું હતું કે તેણે ફક્ત 2017 માં જ એન્ટિગુઆ-બાર્બુડા નાગરિકતા મેળવી છે. પી.એન.બી. કૌભાંડની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓ ચોક્સીના પ્રત્યાર્પણની પ્રયાસ કરી રહી છે. મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્યનું બહાનું કરીને ભારતમાં રજૂ થવાનો ઇનકારી કરી ચૂક્યો છે. કેટલીકવાર તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થાય છે. ભારતમાં રહલી તેની અનેક સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.

ભાણેજ નીરવને ભારત લાવવાની મળી ચૂકી છે મંજૂરી
આ કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી છે, જે લંડનની જેલમાં છે. ત્યાંની અદાલત અને સરકારે પણ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે, પરંતુ નીરવે પ્રત્યાર્પણ કરવાનો નિર્ણયને લંડનને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટના નિર્ણય આવવામાં 10 થી 12 મહિનાનો સમય લાગી શકે છે.